સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હોબાળોઃ મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ

0
32
news/NAT-HDLN-manoj-tiwari-clashes-with-aap-supporters-at-signature-bridge-gujarati-news-5978383-PHO.html?ref=ht
news/NAT-HDLN-manoj-tiwari-clashes-with-aap-supporters-at-signature-bridge-gujarati-news-5978383-PHO.html?ref=ht

દિલ્હીના વજીરાબાદમાં યમુના નદી પર બનેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ થયો હતો. આ દરમિયાન તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઇ. આરોપ છે કે, મનોજ તિવારીએ અહીં પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવાની પણ કોશિશ કરી. જ્યારે મનોજ તિવારીએ કહ્યું કે, તેઓને ઉદ્ઘાટનમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ જ્યારે તેઓ મંચ પર જઇ રહ્યા હતા ત્યારે આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને તેઓને ધક્કો માર્યો.

બ્રિજનું કામકાજ ફરીથી શરૂ કરાવવાનો દાવો

– દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, મારાં લોકસભા ક્ષેત્રમાં બની રહેલા આ બ્રિજનું કામ જે વર્ષોથી અટક્યું હતું, તે મેં ફરીથી શરૂ કરાવ્યું છે.
– હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બ્રિજના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છે. મને પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યો હતો.
– હું અહીંથી સાંસદ છું. તેમાં શું પરેશાની છે? શું હું અપરાધી છું? મારી ચારેતરફ પોલીસ શા માટે ગોઠવવામાં આવી? હું અહીં કેજરીવાલનું સ્વાગત કરવા માટે આવ્યો હતો. પરંતુ પોલીસે મારી સાથે દુર્વ્યવહાર કર્યો.

ધક્કા-મુક્કી કરનારા પોલીસકર્મીઓની ઓળખ કરીઃ મનોજ તિવારી

પોતાને વીઆઇપી સમજે છે મનોજ તિવારીઃ આપ

– આપ નેતા દિલીપ પાંડેનું માનવું છે કે, હજારો લોકો અહીં આમંત્રણ વગર ઉત્સવ મનાવવા માટે આવ્યા હતા. પરંતુ મનોજ તિવારી પોતાને વીઆઇપી સમજે છે. તેઓએ અહીં ઉપદ્રવ કર્યો.
– ભાજપા કાર્યકર્તાઓએ અનેક આપ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે મારપીચ કરી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.