અમદાવાદ જિલ્લામાં વાહક જન્ય રોગ અટકાયત કામગીરીના પગલાંરૂપે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોમાં છેલ્લા વર્ષોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે સતત ઘટાડો જોવા મળેલ છે. આ કામગીરી આખા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓએ ટીમ ભાવના સાથે કરતા રાજ્ય સરકારના સૂચનાઓને સિદ્ધાંતો મુજબ અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદીના આરે છે.જે અન્વયે આ કરેલ કામગીરી માટે પ્રશસ્તી પત્ર નરેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા મેલેરિયા અધિકારીને એનાયત થયેલ છે. આ પ્રશસ્તિપત્ર તેઓ દ્વારા આ કામગીરીમાં સહભાગી થયેલ આશા કાર્યકરથી લઈ મેડિકલ ઓફિસર સુધીના તમામ કર્મચારીઓને સમર્પિત કરેલ છે. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ પ્રવિણા ડી કે દ્વારા આપવામાં આવેલ પ્રશસ્તિ પત્રમાં જણાવ્યા મુજબ, 78 મો સ્વાતંત્રય પર્વ 2024 જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા ખાતે કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ જેમાં જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ એલ રાઠોડ દ્વારા મહત્તમ કૌશલ્ય અને કાર્યદક્ષતાથી ચીવટતા પૂર્વક ફરજ બજાવવામાં આવેલ જે બદલ તેઓના આ અમૂલ્ય યોગદાનને બિરદાવવા અંતઃકરણથી આનંદ વ્યક્ત કરતા આ પ્રશસ્તી પત્ર પાઠવું છું.