અધિકારીઓને અપાતી દિવાળી ‘ગિફ્ટ’ અંગે સુરત કલેક્ટરની અપીલ, ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો

0
39
DGUJ-SUR-c-99-LCL-do-not-give-gift-in-diwali-give-books-poster-at-collector-office-in-surat-NOR.html?ref=ht
DGUJ-SUR-c-99-LCL-do-not-give-gift-in-diwali-give-books-poster-at-collector-office-in-surat-NOR.html?ref=ht

જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા અધિકારીઓને દિવાળીમાં ભેટસોગાદો આપવાને બદલે પુસ્તકો આપવા અપીલ કરવામાં આવી છે. દિવાળી દરમિયાન અધિકારીઓને ભેટસોગાદો આપવાના બદલે પુસ્તકો આપવાના પોસ્ટરો કલેક્ટર કચેરી પર લગાવવામાં આવ્યા છે.

ભેટસોગાદો આપવાના બદલે પુસ્તકો આપવાના પોસ્ટરો કલેક્ટર કચેરી પર લાગ્યા

સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અવનવું કરવાથી ટેવાયેલા છે. થોડા સમય પહેલાં કલેક્ટરે સોશિયલ મીડિયાને તિલાંજલી આપી નવી પહેલ શરૂ કરી હતી. જેમાં પાંચ ડેપ્યુટી ક્લેક્ટરે પણ સોશિયલ મીડિયાને તિલાંજલી આપી દીધી હતી. દરમિયાન દિવાળીની ભેટસોગાદોને લઈને કરવામાં આવેલી અપીલ પણ ચર્ચાનો વિષય બની છે. સુરત કલેક્ટર કચેરી પર અપીલ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સર્વેને દિવાળી અને નવા વર્ષની શુભકામના. આપની શુભકામનાઓ બહુમૂલ્ય છે. મીઠાઈઓ કે ભેટસોગાદો આપી તેનું અવમૂલ્યન કરશો નહીં. આ દિવાળી ગમતા માણસોને સારા પુસ્તકો ભેટ આપી નવી ચીલો ચીતરીએ.

સોશિયલ મીડિયાની તિલાંજલી આપી નવી પહેલ શરૂ કરી

અધિકારી ડો. ધવલ પટેલે વોટ્સઅપ પર એક મેસેજ મૂકતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે વોટ્સઅપ પર કરેલા છેલ્લા મેસેજમાં પોતાના સહકર્મચારીઓ અને અધિકારીઓને જણાવ્યું હતું કે, પોતે સ્માર્ટ ફોન કે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ, ફેસબુક કે ટ્વીટર, પર એક્ટીવ નહીં રહે. તેની પાછળ તેમણે પોતાનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. તેમનો સંપર્ક કરવો હોય તો ફોન કોલ, એસએમએસ અને ઇમેલ પર ઉપલબ્ધ રહેશે. તેમણે પોતાનો મોબાઇલ નં. 99278406222 અને ઇમેલ [email protected] જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છેકે, બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાથી દૂર થઇ રહ્યા છે. ત્યારે સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે.