અમદાવાદ : ભારત અનેક વર્ષોના વિકાસના શિખર પર છે. અમદાવાદમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને જણાવ્યું હતું કે “બજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે.” આ પ્રસંગે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સેલ્સ એન્ડ પ્રોડક્ટ્સના હેડ તથા ડિરેક્ટર નિમેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ASK રાજ્યના વધી રહેલા રિટેલ ઇન્વેસ્ટર્સ બેઝનો લાભ લેવા માંગે છે જે બીએસઈના ડેટા મુજબ કુલ રિટેલ ઇન્વેસ્ટર્સના માત્ર 10 ટકાથી પણ ઓછો છે. 2.96 ટકાની મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એયુએમની બાબતે અમદાવાદ દેશમાં સાતમા ક્રમનું સૌથી મોટું બજાર હોવાનો અંદાજ છે. એએમએફઆઈના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં અમદાવાદની મ્યુચ્યુઅલ ફંડ એયુએમ 16 ટકાના સીએજીઆરથી વધીને રૂ. 1.81 લાખ કરોડે પહોંચી છે. ASKની અમદાવાદમાં કુલ એયુએમ આ જ ગાળામાં 18 ટકાના સીએજીઆરથી ઝડપથી વધીને રૂ. 1,113 કરોડ થઈ છે. ASKની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) એયુએમમાં અમદાવાદનો હિસ્સો છેલ્લા પાંચ વર્ષમાં 3.43 ટકાથી વધીને 4.19 ટકા થયો છે. નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે “ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ માટે અમદાવાદ એ ફોકસ માર્કેટ છે. અમે છેલ્લા પાંચ વર્ષમાં અમારી એયુએમમાં સતત વધારો જોયો છે અને અહીં સમજદાર રોકાણકાર વર્ગ સાથે વધુ આગળ વધવા માટે અમે તત્પર છીએ. ગુજરાતીઓ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની બહોળી સૂઝ ધરાવે છે તે સૌ કોઈ જાણે છે અને તે રાજ્યમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ (યુએચએનઆઈ) અને હાઇ નેટવર્થ (એચએનઆઈ) એવા લોકો તથા પરિવારોની વધી રહેલી સંખ્યા પરથી પણ જણાઈ આવે છે. અમારા મતે લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન આપતા અમારા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અહીં અમારા વધી રહેલા ક્લાયન્ટ્સ સાથે સારી રીતે મેળ ખાય છે.”