Thursday, July 23, 2026
HomeIndiaઆસામ ગેંગરેપના આરોપી મુદ્દે ગામનો નિર્ણય : સ્મશાનયાત્રામાં નહીં જઈએ, કબ્રસ્તાનમાં પણ...

આસામ ગેંગરેપના આરોપી મુદ્દે ગામનો નિર્ણય : સ્મશાનયાત્રામાં નહીં જઈએ, કબ્રસ્તાનમાં પણ જગ્યા નહીં મળે

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Assam Nagaon Gang Rape Case : આસામમાં એક સગીર બાળકી પર બળાત્કારનો મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસના જાપ્તામાંથી ભાગીને ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગમાં આવેલા એક તળાવમાં કૂદી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ‘ક્રાઈમ સીન’ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો.પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી પડ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિકને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.” આ દરમિયાન આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે તેમજ તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામના સ્થાનિક હેવાસી સકલૈને જણાવ્યું હતું કે, ‘અમે નક્કી કર્યું છે કે આ ગુનેગારના અંતિમ સંસ્કારમાં ભાગ નહીં લઈએ. તેમજ અમે તેના પરિવારને પણ સમાજથી અલગ કરી દીધો છે.. અમે ગુનેગારો સાથે રહેવા નથી માંગતા.’ તો અન્ય એક સ્થાનિક રહેવાસી અસદુદ્દીન અહેમદે કહ્યું, ‘આરોપીના આવા ગુનાઇત કૃત્યથી અમે શરમમાં મૂકાઈ ગયા છીએ. તેને ગુનો માફ કરવા લાયક નથી. જ્યારે અમને ખબર પડી કે ગુનેગાર મૃત્યુ પામ્યો છે, ત્યારે અમે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપીએ. અને તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહીં આપીએ.’

પોલીસ જાપ્તામાંથી ભાગી તળાવમાં કૂદી પડ્યો :

નાગાંવના પોલીસ અધિક્ષક (SP) સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે, આરોપીએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. અને પોલીસ કસ્ટડીમાંથી ભાગીને તળાવમાં કૂદી પડ્યો હતો. જેથી અમે તાત્કાલિક SDRFને જાણ કરી હતી. તરત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમા એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે, અને શુક્રવારે રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડીને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. ધીંગમાં ગત ગુરુવારે સાંજે 14 વર્ષની બાળકી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ટ્યુશન ભણીને ઘરે પરત ઘરે આવી રહી હતી. આરોપીઓ પીડિતાને ઘાયલ અવસ્થામાં રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસે છોડીને ભાગી ગયા હતા. જે પછી સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
આ પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે ‘દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરમાએ તાત્કાલિક રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને ઘટનાની તપાસ કરવા માટે એક મંત્રીને નાગાંવ હોસ્પિટલમાં મોકલ્યા હતા જેમણે પીડિતાની તબિયત વિશે પૂછપરછ કરી હતી.’

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here