
દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી સર્વિસ શરૂ થશે- 1 ઓગસ્ટથી ટોરન્ટો સુધી અઠવાડિયામાં દરરોજ ફ્લાઇટ શરૂ થશે
- હાઇ-રિઝોલ્યુશન ધરાવતી વિઝ્યુઅલ એસેટ અહીં ઉપલબ્ધ છે : https://we.tl/t-uaJOJpxiOmWukctO
ગુરુગ્રામ, 22 જુલાઈ, 2026 : એર ઇન્ડિયાએ આજે પોતાની દિલ્હી-ટોરન્ટો સર્વિસમાં મહત્વપૂર્ણ અપગ્રેડ જાહેર કર્યું હતું, જે અંતર્ગત 1 ઓગસ્ટ, 2026થી આ રુટ પર કંપનીનું નવું બોઇંગ 787-9 વિમાન ઉડશે. એનાથી એરલાઇનની વિયેનામાં ઇંધણ ભરાવવા માટે રોકાણની જરૂરિયાતનો અંત આવશે અને સર્વિસ નૉન-સ્ટૉપ ચાલશે.
ઇંધણ ભરાવવા માટે રોકાણની જરૂરિયાતનો અંત લાવવા ઉપલબ્ધ એરસ્પેસ પર નિર્ભર કરશે. એનો ઉદ્દેશ દિલ્હીથી ટોરન્ટો વચ્ચે હાલ સફરનો સમય આશરે 20 કલાક (જેમાં ઇંધણ ભરાવવા માટે રોકાણનો સમય પણ શામેલ છે)નો સમય ઘટાડીને 17 કલાક કરવાનો છે. એટલે સંપૂર્ણ સફરના સમયમાં અંદાજે ત્રણ કલાકનો ઘટાડો થશે. ટોરન્ટો-દિલ્હીથી રિટર્ન સર્વિસ નૉન-સ્ટૉપ ચાલશે, જેમાં 16 કલાકનો સમય લાગશે.
એર ઇન્ડિયા માટે ખાસ બનાવવામાં આવેલું નવું બોઇંગ વિમાન 787-9નો ઉપયોગ ભારત અને કેનેડા વચ્ચે સફરને ઝડપી અને વધારે સુવિધાજનક બનાવશે. સાથે સાથે, એનાથી એર ઇન્ડિયાની ઑનબોર્ડ લેટેસ્ટ સુવિધાઓ અને પ્રીમિયમ ટ્રાવેલ અનુભવો પહેલી વાર કેનેડામાં ઉપલબ્ધ થશે.
જ્યારે 1 ઓગસ્ટ, 2026થી એર ઇન્ડિયા દિલ્હી અને ટોરન્ટો વચ્ચે દરરોજ ઉડાન ભરશે, ત્યારે હાલ અઠવાડિયામાં પાંચ ફ્લાઇટ ઉડાન ભરે છે. એરલાઇને જૂન અને જુલાઈ વચ્ચે આ રુટ પર ફ્લાઇટની સંખ્યા કામચલાઉ ધોરણે ઓછી કરી દીધી હતી, જેનું કારણ ઇંધણની કિંમતોમાં ઊંચો વધારો અને મોટો ભૂરાજકીય ઘટનાક્રમ હતો, જેનાથી ફ્લાઇટની સંચાલન કરવાની સ્થિતિને અસર થઈ હતી.
એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પ્બેલ વિલ્સને કહ્યું હતું : “કેનેડામાં દુનિયામાં સૌથી મોટો અને સૌથી જીવંત ભારતીય ડાયસ્પોરા સમુદાયો વસે છે તથા ટોરન્ટો લાંબા સમયથી એર ઇન્ડિયાનું સૌથી મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ ગેટવે પૈકીનું એક છે. જેમ જેમ અમે એર ઇન્ડિયાને વર્લ્ડ-ક્લાસ ગ્લોબલ એરલાઇનમાં બદલી રહ્યાં છીએ, તેમ તેમ અમે મુખ્ય ઇન્ટરનેશનલ રુટ પર અમારાં નવાં વિમાનો અને લેટેસ્ટ કેબિન ઉત્પાદનોની ઉપલબ્ધતા સતત વધારી રહ્યાં છીએ. દિલ્હી-ટોરન્ટો રુટ પર અમારાં નવા બોઇંગ 787-9ની શરૂઆત વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જેથી ભારત અને કેનેડા વચ્ચે સફર કરનાર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ મળશે અને સાથે સાથે ઉત્તર અમેરિકામાં અમારી સૌથી પ્રીમિયમ સર્વિસનું વિસ્તરણ થશે.”
એર ઇન્ડિયાનો સંપૂર્ણપણે નવો પ્રીમિયમ ફ્લાઇંગ અનુભવ
એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે નવું બોઇંગ 787-9 વિમાન આધુનિક થ્રી-ક્લાસ કેબિન કન્ફિગરેશન ધરાવે છે, જેથી ગ્રાહકોને બિઝનેસ ક્લાસ, પ્રીમિયમ ઇકોનૉમી અને ઇકોનૉમી ક્લાસમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળે છે.
પહેલી વાર દિલ્હી અને ટોરન્ટો વચ્ચે પ્રવાસ કરનાર એર ઇન્ડિયાના પેસેન્જરોને પ્રીમિયમ ઇકોનૉમીમાં સફર કરવાનો વિકલ્પ મળશે, જેમાં અતિ લાંબા અંતરની સફર માટે વધારે જગ્યા, આરામ અને શ્રેષ્ઠ સર્વિસ મળશે.
નવા વિમાનમાં બિઝનેસ ક્લાસમાં 30 પ્રાઇવેટ સ્યૂટ, પ્રીમિયમ ઇકોનૉમીની 28 સીટ અને ઇકોનૉમીની 238 સીટ છે, જેમાં આધુનિક ડિઝાઇન, અત્યાધુનિક ટેકનોલૉજી અને ભારતીય શૈલીનો સમન્વય થયો છે.
ટોરન્ટો અવરજવર કરતા એર ઇન્ડિયાના પેસેન્જરોને હવે અનેક પ્રકારની શ્રેષ્ઠ સુવિધાઓ મળશે, જેમાં આ શામેલ છે :
- લક્ઝુરિયસ બિઝનેસ ક્લાસ સ્યૂટ, જેમાં દરેક સીટથી સીધા માર્ગ સુધીની પહોંચ, 79-ઇંચનો સંપૂર્ણપણે ફ્લેટ થતો બેડ, વાયરલેસ ચાર્જિંગ, સામાન રાખવા વધારે જગ્યા અને 17-ઇંચની મોટી 4K QLED HDR ટચસ્ક્રીન પર શ્રેષ્ઠ ઇન-ફ્લાઇટ મનોરંજનની સુવિધા છે – આ તમામ લાંબા અંતરની સફરને આરામદાયક અને સુવિધાયુક્ત બનાવવા ડિઝાઇન કરેલી છે.
- ખાસ કટિબદ્ધ ઇકોનૉમી કેબિન, જેમાં 2-3-2 લેઆઉટમાં પહોળી સીટો, 38-ઇંચની પિચ (સીટો વચ્ચે અંતર), જેથી પગ ફેલાવવા માટે ઘણી જગ્યા મળે છે, સીટને પાછળ વધારે ઝુકવાની સુવિધા, એડજસ્ટેબલ હેડરેસ્ટ, એડજસ્ટેબલ લેગ અને કાફ રેસ્ટ તથા 13.3 ઇંચની 4K QLED HDR ટચસ્ક્રીન છે, જે વધારે આરામ અને પર્સનલ સ્પેસ આપે છે.
- ઇકોનૉમી ક્લાસનો અનુભવ, જેમાં લાંબા અંતરની સફર માટે ખાસ ડિઝાઇન કરેલી સીટો, 11.6 ઇંચની 4K QLED HDR ટચસ્ક્રીન, વધારે આરામ અને પર્સનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ રાખવા સમજીવિચારીને બનાવેલી જગ્યા શામેલ છે.
- નેક્સ્ટ-જનરેશન ઇનફ્લાઇટ મનોરંજન, જેમાં 3,000 કલાકથી વધારેનું કન્ટેન્ટ છે. આ થેલ્સ એવાન્ટ અપ (Thales AVANT Up) સિસ્ટમથી ચાલે છે અને તેમાં તમામ કેબિનમાં હાઈ-ડેફિનિશન ટચસ્ક્રીન, બ્લૂટૂથ ઑડિયો કનેક્ટિવિટી, USB-A અને USB-C ચાર્જિંગ પોર્ટ, AC પાવર આઉટલેટ અને ઉપયોગમાં સરળ યુઝ ઇન્ટરફેસ જેવી સુવિધાઓ છે.
- કેબિનમાં નવી મૂડી લાઇટિંગ, જે પ્રાચીન ભારતીય વેલનેસ પરંપરાઓથી પ્રેરિત છે.
- નવો, ઑનબોર્ડ અનુભવ, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદિષ્ટ ખાસ મેનુ, પ્રીમિયમ ચાઇનાવેર, ગ્લાસવેર અને ટેબલવેર, આરામદાયક બેડ, નવી ડિઝાઇન કરેલી સુવિધા કિટ અને અન્ય ખાસ ચીજવસ્તુઓ શામેલ છે, જે સંપૂર્ણપણે વધારે શ્રેષ્ઠ અને એકસમાન ઑનબોર્ડ અનુભવ આપે છે.
નવા વિમાનથી દિલ્હી અને ટોરન્ટો વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટનું બુકિંગ અનેક માધ્યમો થકી થઈ શકે છે, જેમાં એર ઇન્ડિયાની વેબસાઇટ અને મોબાઇલ એપ, કસ્ટમર કોન્ટેક્ટ સેન્ટર અને દુનિયાભરના ટ્રાવેલ એજન્ટો શામેલ છે.
દિલ્હી અને ટોરન્ટો વચ્ચે ફ્લાઇટનું શીડ્યુલ (1 ઓગસ્ટ, 2026થી લાગુ):
| ફ્લાઇટ # | સિટી પેર | ડિપાર્ચર | એરાઇવલ |
| AI187 | દિલ્હી-ટોરન્ટો | 0145 કલાક | 0930 કલાક |
| AI188 | ટોરન્ટો-દિલ્હી | 1230 કલાક | 1405 કલાક (+1) |
તમામ સમય સ્થાનિક ટાઇમ ઝોનમાં રજૂ થયેલા છે. (+1) જે આગામી કેલેન્ડર દિવસ એરાઇવલ સૂચવે છે.
