Sunday, October 4, 2026
HomeEntertainmentટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા 'રંગ મોરલા'ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

ટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ‘રંગ મોરલા’ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

~ રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે ~

અમદાવાદ, 13 જુલાઈ, 2026: ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન અમદાવાદે એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો, જ્યારે આદિત્ય ગઢવી એ સંગીત, ભક્તિ અને ઉત્સવના રંગોથી હજારો લોકોને સતત દસ રાત સુધી એકત્રિત કર્યા હતા. હવે આ જ અનુભવ વધુ ભવ્ય સ્વરૂપે પરત ફરી રહ્યો છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટે આજે જાહેરાત કરી છે કે ‘રંગ મોરલા ફીચરિંગ આદિત્ય ગઢવી’ ની બીજી આવૃત્તિ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે.

તેની પ્રથમ આવૃત્તિની ઐતિહાસિક સફળતા બાદ, રંગ મોરલા 2026 વધુ મોટા વિઝન સાથે પરત ફરી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, સમાજ અને ભક્તિને એકસાથે જોડતી આ ઉજવણીએ અમદાવાદમાં પોતાની ઓળખ એક પ્રીમિયમ નવરાત્રિ અનુભવ તરીકે સ્થાપિત કરી છે, જ્યાં દર્શકોને સતત દસેય રાત એક જ સ્થળે અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ મળે છે.

આ સમગ્ર અનુભવના કેન્દ્રમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી રહેશે, જે દસેય રાત એક જ સ્થળે લાઇવ પરફોર્મ કરશે. આ વિશિષ્ટ આયોજન દર્શકોને દરરોજ એકસરખી ઊર્જા અને જોડાણ સાથે નવરાત્રિની ઉજવણીનો ભાગ બનવાની અનોખી તક આપશે. રંગ મોરલાની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને ડેકોર, પ્રોડક્શન ડિઝાઇન, કાર્યક્રમો અને આતિથ્ય સહિતની દરેક બાબતનું આયોજન વિશ્વસ્તરીય અનુભવ સાથે ગુજરાતી પરંપરાની ઝાંખી કરાવતું રહેશે.

લાઇવ સંગીત ઉપરાંત, રંગ મોરલા સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ નવરાત્રી અનુભવ પ્રદાન કરશે. સમગ્ર સ્થળે કોઈ પ્રતિબંધિત ડાન્સ ઝોન નહીં હોય, જેથી દરેક વ્યક્તિ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણી શકશે. ઉપરાંત, વિશેષ પ્રીમિયમ હોસ્પિટાલિટી અને એક્સક્લુઝિવ સુવિધાઓ એવા મહેમાનો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવરાત્રિની ઉજવણી ને વધુ વિશિષ્ટ રીતે માણવા ઇચ્છે છે.

વધુ ભવ્ય પ્રોડક્શન, વિશાળ સ્તરના અનુભવ અને સંસ્કૃતિ તથા સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રંગ મોરલા 2026 ફરી એકવાર નવા માપદંડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે અને અમદાવાદના સૌથી આતુરતાથી રાહ જોવાતા તહેવારી આયોજનોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, “નવરાત્રી એ આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિ છે. ‘રંગ મોરલા‘ મારા માટે તે લોકો અને સંસ્કૃતિને પરત આપવાનો પ્રયાસ છે, જેમણે મને ઘડ્યો છે. ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમે તેને મારા જીવનના સૌથી યાદગાર અનુભવોમાંનું એક બનાવ્યું. અમદાવાદમાં હું ક્યારેય એકલો ગાતો નથી, હજારો અવાજો મારી સાથે ગાય છે. ‘રંગ મોરલા‘ની બીજી આવૃત્તિ સાથે પાછા આવવું એટલે ઘર પરત ફરવા જેવું છે. આ અમદાવાદ, ગુજરાત અને દરેક નવરાત્રિપ્રેમી માટે મારી શ્રદ્ધાંજલિ છે. આ વર્ષે અમે દર્શકોને તેમની મનપસંદ દરેક બાબત સાથે વધુ ઘણું આપવા જઈ રહ્યા છીએ.”

ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું હતું કે, “‘રંગ મોરલા‘ની શરૂઆત એક સરળ વિચાર સાથે થઈ હતી કે નવરાત્રી ના દર્શકો પરંપરાની મૂળભૂત ભાવનાને જાળવી રાખતા વિશ્વસ્તરીય આયોજનનો અનુભવ ઇચ્છે છે. પ્રથમ આવૃત્તિને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ વિચારને સાચો સાબિત કર્યો અને અમદાવાદે તેને જે પ્રેમ આપ્યો તે અમારે માટે પ્રેરણાદાયી રહ્યો. આ વર્ષે અમે વધુ ભવ્ય પ્રોડક્શન, વધુ સમૃદ્ધ દર્શક અનુભવ અને ફરી એકવાર આદિત્ય ગઢવીને દસેય રાત લાઇવ પરફોર્મ કરાવતા એક અનોખા અનુભવ સાથે પરત ફરી રહ્યા છીએ. ટ્રાઇબવાઇબમાં અમે નવીનતા દ્વારા લાઇવ એન્ટરટેઇનમેન્ટ ને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અને ‘રંગ મોરલા‘ એ જ ભાવનાનું પ્રતિબિંબ છે.”

દસ રાત. એક અવાજ. નવરાત્રિનું એક અનોખું સરનામું.
રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારને એક નવા અંદાજમાં માણવા માટે તૈયાર રહો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here