વિનય શાહની કથિત ઓડીયો ક્લિપ વાઇરલ/ જે.કે. ભટ્ટ સાહેબને 90 લાખ રુપિયા આપ્યા છે હું એને નહીં છોડું

0
16
news/MGUJ-AHM-HMU-LCL-260-crore-cheating-vinay-shah-and-swapnil-rajputs-audio-clip-goes-viral-gujarati-news-5982042-NOR.html?ref=ht
news/MGUJ-AHM-HMU-LCL-260-crore-cheating-vinay-shah-and-swapnil-rajputs-audio-clip-goes-viral-gujarati-news-5982042-NOR.html?ref=ht

વિનય શાહઃ આપણા થકી એમને પૈસા આપ્યા છે આપણા પૈસાનો એમણે ઉપયોગ નથી કર્યો દૂરઉપયોગ કર્યો

* સુરેન્દ્ર રાજપુતઃ જગતની અંદર બધું આ જ ચાલતું હોય છે કોનું કશું શું તૂટી ગયું

અમદાવાદ: ટોક ઓફ ધ ટાઉન બનેલા 260 કરોડના કૌભાંડમાં રોજ રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં વિનય શાહની 11 પાનાની ચીઠ્ઠી બહાર આવી અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાના વમળ શરુ થઇ ગયા. આ સમગ્ર મામલે થોડા સમય પહેલા સુરેન્દ્ર રાજપુતના પુત્ર સ્વપ્નિલ રાજપુતે એવો દાવો કર્યો હતો કે તેને વિનય શાહ પાસેથી રુપિયા લેવાના છે અને તેમની માનહાનિ થઇ હોવાથી બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આજે કેટલીક ટેલીફોનિક વાતચીતની દોઢ કલાકની કથિત ઓડીયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં વિનય શાહ સાથે સુરેન્દ્ર રાજપુત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપુત વચ્ચેની કથિત વાતચીત સાંભળવા મળી રહી છે. જેમાં વિનય શાહ કહે છે, જે.કે ભટ્ટ સાહેબને 90 લાખ રુપિયા આપ્યા છે હું એને નહીં છોડું

(ગેંગરેપથી લઇ 260 Crના કૌભાંડ સુધી/ 2018માં ત્રણ કેસમાં વિવાદાસ્પદ ચહેરો બન્યા જે.કે.ભટ્ટ)

વસ્ત્રાપુર પોલીસ સ્ટે.ના રાઇટરનો પણ ઉલ્લેખ

આ ઓડીયો ક્લિપમાં વિનય શાહ અવાર નવાર સ્વપ્નિલને તેના પોતાના કેસની વાત કરે છે, તેમજ જે.કે. ભટ્ટના નામનો અવાર નવાર ઉલ્લેખ કરે છે. જ્યારે વિનય શાહની કંપનીમાં વસ્ત્રાપુર પોલીસના રાઇટર તેમજ ક્રાઇમબ્રાંચના કેટલાક પોલીસ કર્મીઓએ પણ રોકાણ કર્યું હોવાની વાતો કરી રહ્યો છે. સ્વપ્નિલ રાજપુત અને વિનય શાહ વચ્ચેની વાતચીત કેટલી જુની છે અને કયા નંબર પરથી થઇ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

વિનય શાહની સ્વપ્નિલ રાજપુત અને સુરેન્દ્ર રાજપુત વચ્ચેની કથિત વાતચીતનો સારાંશ

સુરેન્દ્ર રાજપુતઃ જે ઓફીસર પાસેથી આપણે કામ લેવા છે તમે સમજ્યા તે ઓફીસરનુ નામ આમા આવતું થાય તો તે લોકોની કેરીયર બુરી થાય કેરીયર બુરી થાય તો રીટાયરમેન્ટ જગ્યાએ આ વસ્તુઓ ઉભી થાય તો તેમની વાત એવી છે કે તેમના નામ કોઇ વાત કોઇ વહેતી ન થાય એ કેસેટ એમની પાસે છે એમને કહો તેમાં રઘવાયા ન થાય આ બધું ચાલતું હોય છે. જગતની અંદર બધું આ જ ચાલતું હોય છે કોનું કશું શું તૂટી ગયું

વિનય શાહઃ જો સાંભળો જે.કે. ભટ્ટ સાહેબ છે ને એ બે મહિના પછી રીટાયર થવાના છે તેની બધી માહિતી મારી પાસે છે.

સુરેન્દ્ર રાજપુતઃ એના પાસે જે છે એ બધું કરાવી શકાયને બે મહિનાની અંદર
વિનય શાહઃ એમની બધી માહિતી, રેકોર્ડીંગ મારી પાસે છે, આપણે તે માહિતી બજારમાં મુકી નથી.

સુરેન્દ્ર રાજપુતઃ અત્યારે ન મુકાય એ આપણા માટે પ્લસ છે.
વિનય શાહઃ આપણા માટે પ્લસ છે એટલે મુકી નથી

સુરેન્દ્ર રાજપુતઃ એવું છે એટલે આપણે બે જણા બેસીશું એ લોકો ટ્રેપ કરે છે. એ વાત વાયરલ થાય તો આપણે તો

વિનય શાહઃ વાઇરલ શું કામ થાય છે સરકારી નોકરીયાત છે કમિશનર લેવલના માણસ છે, આપણા થકી એમને પૈસા આપ્યા છે આપણા પૈસાનો એમણે ઉપયોગ નથી કર્યો દૂરપયોગ કર્યો છે. આપણા પૈસાથી મારું નામ સ્વુપ્નિલ ભાઇ,તમારુ નામ ઉછાળ્યુ છે. આપણે ***નથી.

સુરેન્દ્ર રાજપુત: હમ…
વિનય શાહ: એ માણસ જે હોય એ જે ભટ્ટ ભાઇ જે હોય તે હોય એને બે મહિનાનુ રિટાયરમેન્ટ છે, મને બધી ખબર છે. બધી માહિતી મારી પાસે છે.હું જ્યારે બહાર આવીશને હિસાબ કીતાબ પુરા નહીં કરે તો આપણે નહીં છોડીએ તમે સમજી લેજો હું નહી છોડું હું ભલે જેલમાં જઉ બધી માહિતી એ રીતે સેફમાં મુકી છે એ ભાઇને હું નહીં છોડું કારણ કે 90 લાખ રુપિયા આપ્યા છે નાના પૈસા નથી આપ્યા.

વિનય શાહઃ સાંભળી લો 90 લાખ રુપિયા જે.કે. ભટ્ટ સાહેબને આપ્યા છે એને હું છોડું નહીં, કારણકે એને જે કરવાનુ હતું તેણે આપણા જ પૈસાથી આપણી ગેમ બજાવી છે. આ સત્ય છે સમજી લેજો.
સુરેન્દ્ર રાજપુતઃ આપણે પછી વાત કરીશું

વિનય શાહઃ ભગવાન કરે તે જલ્દી રિટાયર થઇ જાય તેમની સામે કોઇ એલિગેશન નહીં આવે,હું પણ ઇચ્છું છું