ઓડિયો ક્લિપ મુદ્દે બોલ્યો સ્વપ્નિલ, આ 700 Crનું કૌભાંડ, મુદ્દો ડાયવર્ટ કરી પોતે નીકળવા માંગે છે

0
42
ews/MGUJ-AHM-HMU-LCL-swapnil-rajput-clarify-on-audio-clip-of-conversation-with-vinay-shah-gujarati-news-5982227-NOR.html?ref=ht
ews/MGUJ-AHM-HMU-LCL-swapnil-rajput-clarify-on-audio-clip-of-conversation-with-vinay-shah-gujarati-news-5982227-NOR.html?ref=ht

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું કૌભાંડ આચરી નાસી છૂટેલા વિનય શાહની સ્વપ્નિલ રાજપૂત અને સુરેન્દ્ર રાજપૂત સાથેની એક કથિત વીડિયો ક્લિપ બહાર આવી છે. આ વીડિયો ક્લિપ બહાર આવ્યા બાદ સ્વપ્નિલ રાજપૂતે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે, આ 300 કરોડનું નહીં 700 કરોડનું કૌભાંડ છે. લોકો ભોળવાયા છે. આ ઓડિયો ક્લિપ ફેબ્રિકેટેડ છે. તે મુદ્દો ડાયવર્ટ કરી પોતે નીકળવા માંગેે છે

(વિનય શાહની કથિત ઓડીયો ક્લિપ વાઇરલ/ જે.કે. ભટ્ટ સાહેબને 90 લાખ રુપિયા આપ્યા છે હું એને નહીં છોડું)

મુદ્દો ભટકાવવા માટે આ કારસ્તાન કર્યું

સ્વપ્નિલ રાજપૂતે જણાવ્યું કે, ખૂબ દુઃખ સાથે મારી વેદના રજૂ કરું છું. જે વ્યક્તિ તમારી સામે છે એ લોકોના ઘેર મીડિયા પહોચ્યું અને કહ્યું ફરાર છે. બે દિવસ પહેલા મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આજે પણ તમારી સામે છું, કિડનીમાં તકલીફ છે, પિતાની તબિયત નાજુક છે. ઓડિયો ક્લિપનું પ્રકરણ વિનય શાહે ચલાવ્યું છે. વકીલની સલાહ લીધી છે. આપણી કોઈ દિવસ વાત થઈ નથી. આ ઓડિયો ક્લિપ ફેબ્રિકેટેડ છે. મારી સાથે વાત થઈ હોય અને ગોઠવણ કરી હોય તેવું છે, એ માણસ સાચો હોય તો આવે ઓડિયો ક્લિપ રજૂ કરીને બતાવે અને સાબિત કરે.
મેં આજ સુધી વિનય સાથે ફોન પર વાત કરી નથી.આ 300 કરોડનું કૌભાંડ નથી,જરૂરીયાતમંદ લોકોના પૈસા ગયા અને લોકો ભોળવાયા છે. એક વર્ષમાં 700 કરોડથી વધુ વિનય શાહને ચૂકવવાના છે. તેણે મુદ્દો ભટકાવવા માટે આ કારસ્તાન કર્યું છે.

તેણે અમને વાયદા આપ્યા અને ચેકની તારીખ વધારતો ગયો

અમારી ઓફિસ રાજકીય અને સામાજિક છે. તેમાં અનેક લોકો આવતા હોય છે. વિનય શાહ અમારા સંપર્કમાં આવ્યા બાદ અનેક લોકોએ અમને કહ્યું કે, વિનય સારો વ્યક્તિ છે. તેમની કંપની પ્રતિષ્ઠીત હોવાથી અમે સંબંધ રાખ્યા. તેની કામ કરવાની પદ્ધતિ અમારા મગજમાં બેસતી ન હતી, તેને કહ્યું હતું કે અમારા પૈસા પરત આપી દે,તેણે અમને વાયદા આપ્યા અને ચેકની તારીખ વધારતો ગયો. વિનયના ચેક બાઉન્સ થયા ત્યાં સુધી તે ગાયબ થઈ ગયો.

(કૌભાંડી વિનય શાહે લાલચ ના જુઓ કહી વાકછટા દ્વારા આમ ખંખેર્યા 260 કરોડ)

સુરેન્દ્ર રાજપૂત કે મેં કોઈ વાત કરી નથી

જે.કે ભટ્ટ કે અન્ય કોઈ મીડિયા કર્મચારી કે કોઈ પણ નામ સાબિત થઈ જાય તો હું ગિલ્ટી અનુભવું છું. આપણે કોઈને પૈસા આપીએ તો ઉઘરાણી કરીએ, મેં મારા પૈસા માંગ્યા અને ચેક બાઉન્સ થયા એટલે મારી ઓડિયો ક્લિપ વાઇરલ કરી. જુલાઈમાં મને સપ્ટેમ્બરનો ચેક આપવામાં આવ્યો અને કહ્યું 10 દિવસ બાદ ભરાવો. ચેક ભરવામાં આવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો. જ્યારે પણ પોલીસ કાર્યવાહી થશે ત્યારે હું પૂરતો સહકાર આપીશ. સુરેન્દ્ર રાજપૂત કે મેં કોઈ વાત કરી નથી.

આ વાતને હું કોર્ટમાં સાબિત કરીશ

આજે મીડિયા અમારા ઘરે પહોંચ્યું અને ફરાર અને ભાગી ગયા એવું લખ્યું એ દુઃખદાયક છે.
આ બધું જ ફેબ્રિકેટેડ છે, આમારી ફોન પર વાત થઈ અને તેના અંશ લીધા હોય શકે છે. હું ફોન પર તેના સાથે વાત કરું જ નહીં અને આ વાતને હું કોર્ટમાં સાબિત કરીશ. એક વર્ષમાં 700 કરોડ ચૂકવવાના આવે છે, આટલું મોટું પ્રકરણ છે તેમાં બીજા મુદ્દાને ડાયવર્ટ કરીને પોતે નીકળી જવા માંગે છે.