Monday, October 5, 2026
HomeGujaratAhmedabadGMC સરકાર સહિત 2,860 મિલકત ધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા માટે...

GMC સરકાર સહિત 2,860 મિલકત ધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ અપાશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે બાકી મિલકત ધારકો પાસેથી વેરા વસુલાતની ઝુંબેશને સઘન બનાવવામાં આવનાર છે. જે અંતર્ગત 50 હજાર કરતા વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારના વિવિધ વિભાગો સહિત 2,860 મિલકત ધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ આપવામાં આવનાર છે.ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2011માં રચના થઈ અને ત્યારબાદ વિવિધ મિલકતોનો સર્વે કરીને તેનો વેરો વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકની મિલકતોનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકની મિલકતો આવી જાય છે ત્યારે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 96,591 જેટલી મિલકતો પાસેથી 230.23 કરોડ રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી નીકળે છે. હાલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે મિલકત વેરાની વસુલાત શરૂ કરવામાં આવી હતી જેમાં 84.52 કરોડના માંગણામાંથી 57.25 કરોડની વસુલાત કરી દેવામાં આવી છે ત્યારે 50 હજાર કરતાં વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારના વિવિધ વિભાગો સહિત કુલ 2,860 જેટલા બાકીદારો પાસેથી 147 કરોડ રૂપિયાની રકમ વસૂલવા માટે નોટિસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સૌથી વધુ મધ્ય ઝોનમાં 62.39 કરોડ સલવાયા :

આગામી મહિનામાં આ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ નાણા ભરપાઈ નહીં કરવામાં આવે તો આખરી નોટીસ આપવામાં આવશે અને ત્યારબાદ મિલકત સીલ અને જપ્તી સુધીના પગલા પણ ભરવામાં આવશે. આ બાકીદારોમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 1230 મિલકતો પાસેથી 62.39 કરોડ જ્યારે ઉત્તર ઝોનમાં 470 મિલકતો પાસેથી 44.40 કરોડ અને દક્ષિણ ઝોનમાં 1160 મિલકતો પાસેથી 40.5 કરોડ રૂપિયા વસૂલવાના બાકી નીકળે છે.ગાંધીનગરમાં સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય સહિત સરકારી રહેણાંક મકાનોનો મિલકત વેરો ભરવામાં આવતો નથી. ઘણા વર્ષોથી આ વેરો વસૂલવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે હજી કોઈ મહત્વની કામગીરી નહીં હોવાથી વેરો ભરવા માટે તૈયારી બતાવવામાં આવતી નથી. કેમકે ગાંધીનગરમાં રોડ અને ગટર વ્યવસ્થા સહિતની કામગીરી માર્ગ મકાન વિભાગના હસ્તક આવેલા પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here