Sunday, September 22, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં લોકસભામાં પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા ભાજપના...

ગુજરાતમાં લોકસભામાં પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા ભાજપના કાર્યકરો

Date:

spot_img

Related stories

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

ઉત્તર પ્રદેશમાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના,...

ઉત્તરપ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે....

સીતારમણને પત્ર લખીને 10, 20 અને 50 રૂપિયાની નોટોની...

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને...

શરદ પવારનું મોટું નિવેદન MVAમાં બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે...

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે...

કેજરીવાલે રાજીનામાનું કારણ જણાવ્યું,મારી પાસે ઘર પણ નથી, જેપી...

દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ 'જનતા કી અદાલત'...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ...
spot_img

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનને રાજ્યમાં 2 કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપીને ફરી એક વાર ફાંકા ફોજદારી શરૂ કરી છે. પાટીલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો 5 લાખ કરતાં વધારે મતે જીતાડવાનો હુંકાર કર્યો હતો પણ ભાજપ ઊંધા માથે પછડાયો હતો.પાટીલને અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો ભાજપ 5 લાખ મતે જીતવાની વાત છોડો પણ તમામ બેઠકો જીતવામાં પણ સફળ નહોતો થયો. બનાસકાંઠા લોકસભા ભાજપ પાસેથી આંચકી લઈને સળંગ ત્રીજી વાર બધી બેઠકો જીતવાની હેટ્રિક કરવા નહોતી દીધી. હવે પાટીલે ફરી એવો જ દાવો કરીને 2 કરોડ સભ્યો નોંધવાનો અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો છે. ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપી દીધો છે.પાટીલે દાવો કર્યો કે, ગુજરાતમાં છેલ્લે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ભાજપના નોંધાયેલા સભ્યોની સંખ્યા 1.19 કરોડની હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1.88 કરોડ મત મળ્યા હતા. પાટીલના નિવેદનનો અર્થ એ થયો કે, ભાજપનો દરેક કાર્યકર પોતાના ઉપરાંત અન્યનો એક મત લાવવામાં પણ સફળ થયો નથી.ભાજપનો દરેક કાર્યકર એક-એક મતદારને ભાજપને મત આપવા માટે મનાવી શક્યો હોત. તો પણ 1.19 કાર્યકરોના પોતાના અને દરેક કાર્યકરના કારણે પડેલા 1.19 મત મળીને ભાજપને 2.38 કરોડ મત મળ્યા હોત. તેના બદલે ભાજપને 50 લાખ ઓછા એટલે કે, 1.88 કરોડ મતો જ મળ્યા છે. પાટિલે દાવો કર્યો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1.87 કરોડ મત જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 1.73 કરોડ મત મળ્યા હતા. પાટિલે આપેલા આંકડા પરથી સ્પષ્ટ છે કે, ૫ વર્ષમાં ગુજરાતમાં મતદારોની સંખ્યા વધી છે પણ ભાજપને મળેલા મતોમાં વધારો થયો નથી.આશ્ચર્યજનક રીતે પાટીલે ઉત્તર પ્રદેશ ભાજપનું સંગઠન ગુજરાત કરતાં નિષ્ફળ હોવાનું બતાવવા એવું નિવેદન આપ્યું કે, યુપી ગુજરાત કરતાં ત્રણ ગણું મોટું રાજ્ય હોવા છતાં ભાજપના કાર્યકરોની સંખ્યા ગુજરાત કરતાં થોડીક જ વધારે છે. ગુજરાત યુપીથી બહુ નાનું હોવા છતાં અમે ગુજરાતને સભ્ય સંખ્યાની રીતે દેશમાં સૌથી મોટું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે.

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

ઉત્તર પ્રદેશમાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના,...

ઉત્તરપ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે....

સીતારમણને પત્ર લખીને 10, 20 અને 50 રૂપિયાની નોટોની...

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને...

શરદ પવારનું મોટું નિવેદન MVAમાં બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે...

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે...

કેજરીવાલે રાજીનામાનું કારણ જણાવ્યું,મારી પાસે ઘર પણ નથી, જેપી...

દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ 'જનતા કી અદાલત'...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here