બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતેથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય, ભાજપ 1300 મતેથી જીત્યું
- બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીના 21માં રાઉન્ડ પૂર્ણ થયો છે. કોંગ્રેસને 83,589 મત, ભાજપને 82,912 મત અને અપક્ષના માવજી પટેલને 21074 મત મળ્યા છે. ભાજપ 727 મતથી પાછળ છે.
- 23 રાઉન્ડની મતગણતરી છે હાલમાં 20મો રાઉન્ડ પુરો થયો છે. 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો છે. 20મા રાઉન્ડના અંતે ભાજપને 4641 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2528 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 3897 મતથી કોંગ્રેસ આગળ છે.
- જેમ જેમ મતગણતરીનો રાઉન્ડ આગળ વધતો જાય છે તેમ તેમ કોંગ્રેસની લીડ કપાતી જાય છે. 19માં રાઉન્ડના અંતે ભાજપને 4559 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2336 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 6010 મતથી આગળ છે. 19મા રાઉન્ડના અંતે ભાજપે 2223 મતની લીડ કાપી છે.
- મતગણતરીના 18માં રાઉન્ડના અંતે ભાજપને 4966 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2735 મળ્યા છે. ભાજપે કોંગ્રેસની 2131 મતોની લીડ કાપી છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 8233 મતથી આગળ છે.
- વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતગતરીનો 17મો રાઉન્ડ પુરો થઇ ગયો છે. 17માં રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની લીડ કાપી છે. કોંગ્રેસને 73430 તો ભાજપને 63006 મત મળ્યાં છે. કોંગ્રેસની 2133 મતોની લીડ કપાઇ છે. હાલ કોંગ્રેસ 10404થી આગળ છે.
- બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીનો 16મો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 70,455, ભાજપના સ્વરૂપજી ઠાકોરને 57,888 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 20, 074 મત મળ્યા છે. આમ, ભાજપ 12, 567 મતથી પાછળ છે.
- વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 15મો રાઉન્ડ પૂર્ણ થયો છે. કોંગ્રેસને 66, 897 મત, ભાજપને 53,312 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 19,667 મત મળ્યા છે.
- મત ગણતરીના 14માં રાઉન્ડના અંતે કોંગ્રેસને 63,493 મત મળ્યા છે. ભાજપને 49,391 મત અને માવજી પટેલને 18128 મત મળ્યા છે.
- વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 13માં રાઉન્ડમાં કોંગ્રેસને 60, 362 મત, ભાજપને 46, 384 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 15, 927 મત મળ્યા છે. ભાજપ 13,978 મતથી પાછળ ચાલી રહી છે.
- મત ગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતા કોંગ્રેસને 55, 451 મત મળ્યા છે. જ્યારે ભાજપને 42,444 મત અને માવજી પટેલને 14548 મત મળ્યા છે. હજુ પણ ભાજપ 13,007 મતથી પાછળ છે.
- વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો 11મો રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં કોંગ્રેસને 51,724 મત, ભાજપને 38,910 મત અને માવજી પટેલને 13,583 મત મળ્યા છે. હાલ ભાજપ 12 હજાથી પણ વધુ મતથી પાછળ ચાલી રહી છે.
- મત ગણતરીના 10મો રાઉન્ડ પૂર્ણ થયો. જેમાં કોંગ્રેસને 48, 253 મત, ભાજપને 35, 846 મત અને અપક્ષને11, 956 મત મળ્યા છે.
- ગુજરાતના બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો નવમો રાઉન્ડ પણ પૂરો થઈ ચૂક્યો છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 44,958, ભાજપના સ્વરૂપજી ઠાકોરને 31,701 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 10,822 મત મળ્યા છે. આમ, ભાજપ ઉમેદવાર 13 હજારથી પણ વધુ મતથી પાછળ ચાલી રહ્યા છે.