Wednesday, August 26, 2026
HomeIndiaમહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત ચૂંટણીમાં 105 બેઠકો પણ જીત મેળવી હતી. જેની આ વખતે 125થી વધુ બેઠકો પર જીત જોવા મળી રહી છે. એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના 81 બેઠકો પરથી 55 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાયુતિની બહુમતી સાથેની જીતથી હવે સવાલ ઉભો થયો છે કે, મુખ્યમંત્રી કોણ બનશે?

એવી કોઈ ફોર્મ્યુલા નથી બનાવી, બેઠક બાદ નિર્ણય લેવાશે :
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનએ જબરદસ્ત લીડ મેળવી છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો પણ તેમણે જવાબ આપ્યો છે. શિંદેને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલા સૌથી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા આવી કોઈ ફોર્મ્યુલા બનાવવામાં આવી નથી. એકનાથ શિંદેએ કહ્યું કે આ અંગે મહાગઠબંધનના તમામ પક્ષોની બેઠક થશે. ત્યારબાદ તે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આજે હું મહારાષ્ટ્રના તમામ મતદારોનો આભાર માનું છું કારણ કે આ જીત ઐતિહાસિક છે. આ પ્રસંગે એકનાથ શિંદેએ મહાયુતિના તમામ કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની બહુમતીને ધ્યાનમાં રાખતાં ભાજપ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. પરંતુ એકનાથ શિંદેને પણ મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી માગ શિવસેનાના કાર્યકરો દ્વારા થઈ રહી છે. મહાયુતિની જીત બાદ આવતીકાલે સીએમ પદ માટે બેઠક યોજાય તેવી વકી છે. અગાઉ 2019ની ચૂંટણીમાં શિવસેનામાં એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની. શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સોંપવામાં આવ્યું. પરિણામે મહારાષ્ટ્રમાં કોઈપણ રાજકીય ખેંચતાણ વિના મહાયુતિએ શાસન કર્યું. પરંતુ તે સમયે ભાજપ પાસે 105 બેઠકો હતી. આ વખતે ભાજપ 125થી વધુ બેઠક જીતી શકે છે, તો સમય આવી ગયો છે કે, શિંદે ભાજપને રિટર્ન ગિફ્ટમાં સીએમની ખુરશી આપે.

એકનાથ શિંદેનું ભવિષ્ય :
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બને તેવી શક્યતાઓ વધી છે. જો આમ થાય તો એકનાથ શિંદેના ભવિષ્ય પર સવાલ છે કે, મુખ્યમંત્રી રહી ચૂકેલા શિંદે નવી સરકારમાં કઈ ભૂમિકા નિભાવશે? અપેક્ષા છે કે, ગઠબંધનમાં તેઓ ફડણવીસના ડેપ્યુટી સીએમ તો નહીં જ બને, તેમને મહત્ત્વનું મંત્રાલય સોંપી શકે છે. જેથી મહારાષ્ટ્રમાં તેમનો પક્ષ અને નેતાઓનો વિશ્વાસ જળવાઈ શકે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here