Tuesday, July 21, 2026
HomeGujaratAhmedabadલોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ...

લોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ કરી રહી હતી સેમ્પલ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ બની છે. જેમાં દિલ્હી આઇઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલી સુરભિ વર્માનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યામા દિક્ષીત નામની મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલાઓ ગત ત્રણ દિવસથી લોથલમાં આર્કિયોલોજિસ્ટ સાઇટની હદ પછીના વિસ્તારમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહી હતી. તેમની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ હાજર હતા. વાત જાણે એમ છે કે યામા દિક્ષીત અને સુરભિ વર્મા આઇઆઇટી દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એટ્મોસ્ફિયરિક સાયન્સમાંથી પીએચડીઓ અભ્યાસ કરે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી લોથલમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટના ભાગરૂપે તેઓ આજે સવારે તેઓ લોથલ નજીક સરગવાડા નજીક એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી અને સુરભિ વર્માનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલા યામા દિક્ષીતને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, ફાયર અને પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળે ગોડી આવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમણે બગોદરા સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે સુરભી વર્માના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક સુરભિ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના સિતાપુરની રહેવાસી છે અને તેણે ગત વર્ષે આઇઆઇટી દિલ્હીમાં એડમિશનલ લીધું હતું. ત્યારબાદ રિસર્ચ પ્રોજેક્ટ અંતગર્ત તે લોથલ નજીક જિઓલોજિકલ સેમ્પ્લ કલેક્ટ કરવા આવ્યા હતા. આ દરમિયાન દુર્ઘટનામાં સુરભિ વર્મા મોતને ભેટી હતી.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here