૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના અર્પણ કરાયા, ૧૭મી નવેમ્બરે રાત્રે ૮.૩૦ ક્લાકે પવિત્રા ફાર્મમાં લગ્નગીત, ગરબા અને મહાઆરતી યોજાશે, જ્યારે ૨૦મીએ 9 વાગ્યે મંડ્પ મુહૂર્ત, સાંજે ૪.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, સાંજે ૬ વાગ્યે જાન આગમન, ૬.૩૦ વાગ્યે હસ્તમેળાપ અને સાંજે 7 વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં 20મી નવેમ્બરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વર (ઠાકોરજી) પક્ષે ખોડલધામ સમિતિ અમદાવાદના મહિલા કન્વીનર શ્રીમતી પ્રિયાબેન અક્ષેશકુમાર સાવલિયા પરિવાર અને કન્યા (તુલસીજી) પક્ષે ભોજલરામ આશ્રમના પ્રમુખ મગનભાઇ ભંડેરી છે. આ અંગે આશ્રમના અગ્રણી મુકેશભાઇ પડસાળાએ જણાવ્યું હતું કે, તુલસી વિવાહ મહોત્સવ અંતર્ગત આજે 14મી નવેમ્બર શનિવારે ચાંલ્લા વિધિનું આયોજન ભોજલરામ આશ્રમ ખાતે યોજાયું છે. આ પ્રસંગે તુલસીજી અને ઠાકોરજી

માટે 5 જોડી કપડાં દાગીના, શણગારનો સામાન અને છાબ ભરવા ઉપરાંત લગ્ન લ્ખવામાં આવશે તથા વિધિવત ચાંદલો કરાશે. છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા આ તુલસી વિવાહમાં ૪ થી ૫ હજાર ભક્તો હાજરી આપે છે અને આવનારા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા આશ્રમ દ્વારા કરાય છે. આ સાથે જાન માટે ખાસ બગી અને ડી.જે. પણ બોલાવવામાં આવે છે.. આમ ધામધૂમપૂર્વક ઠાકોરજી અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે.

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના અર્પણ કરાયા, ૧૭મી નવેમ્બરે રાત્રે ૮.૩૦ ક્લાકે પવિત્રા ફાર્મમાં લગ્નગીત, ગરબા અને મહાઆરતી યોજાશે, જ્યારે ૨૦મીએ 9 વાગ્યે મંડ્પ મુહૂર્ત, સાંજે ૪.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, સાંજે ૬ વાગ્યે જાન આગમન, ૬.૩૦ વાગ્યે હસ્તમેળાપ અને સાંજે 7 વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં 20મી નવેમ્બરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થવાની છે. આ સાથે જ તુલસી વિવાહના ઉત્સવને લઈને આશ્રમ પરિસરને અદભુત રોશનીથી શણગારવામાં આવશે તેમજ પરંપરાગત રીતે મંડપ રોપવાની વિધિ પણ યોજાશે. તુલસી વિવાહ માટે વર અને વધુ પક્ષ દ્વારા ઉત્સાહભેર મામેરું સહિતના ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે, દરવર્ષે મોટી સંખ્યામાં લોકો તુલસી વિવાહ પર ખાસ સામેલ થઈને ધન્યતા અનુભવતા હોય છે.
