Tuesday, November 17, 2026
HomeBusinessકલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની પરિભાષા નવી રીતે...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની પરિભાષા નવી રીતે પ્રસ્તુત કરી

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં આશીર્વાદ ફક્ત યુગલ સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ એ પરિવારો અને તેમના ભવિષ્ય સુધી પહોંચે છે, જે એકસાથે જોડાયેલા રહે છે.

નેશનલ, 16 નવેમ્બર, 2026 : ભારતીય લગ્નોમાં લાંબા સમયથી સુખી અને સમૃદ્ધ જીવન માટે પરંપરાગત આશીર્વાદ આપવાની પરંપરા છે. પોતાના નવા બ્રાન્ડ અભિયાન મારફતે કલ્યાણ જ્વેલર્સ આ જાણીતી લાગણીને વ્યાપક સાંસ્કૃતિક અર્થ આપે છે – ‘કલ્યાણ ભવ’ – આ એક એવા આશીર્વાદ છે, જે લગ્નના બંધનમાં જોડાયેલા તમામ લોકોને પોતાની કામગીરીમાં સમેટી લે છે બ્રાન્ડના નામને બહુ સ્વાભાવિક રીતે શામેલ કરીને આ ટેગલાઇન કલ્યાણ જ્વેલર્સને શુભકામનાના સાચા માધ્યમ તરીકે સ્થાપિત કરે છે

આ અભિયાનના મૂળમાં મહત્વપૂર્ણ વિચાર છે – જ્યારે ‘સૌભાગ્યવતી ભવ’ કે ‘આયુષ્માન ભવ’ જેવા પરંપરાગત આશીર્વાદ મુખ્યત્વે ફક્ત નવવધૂ કે વરરાજા પર કેન્દ્રીત હોય છે, ત્યારે હકીકતમાં લગ્નના બે પરિવારો, સહિયારા મૂલ્યો અને પરસ્પર જુડાયેલા ભવિષ્યનું મિલન થાય છે ‘કલ્યાણ ભવ’નો અર્થ છે – ‘તમારું તમામ મંગળમય થાય’ – આવી વ્યાપક શુભકામના છે, જે આ નવી સફરની શરૂઆત કરતા તમામ લોકો માટે સમૃદ્ધિ, ખુશી અને મંગળની કામના કરે છે.

105-સેકન્ડની આ અભિયાનની ફિલ્મમાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની સાથે શ્રીલીલા (નેશનલ) અને કલ્યાણી પ્રિયદર્શન (દક્ષિણ ભારતીય વિસ્તારોમાં) દેખાય છે. સ્ટોરી એક ગીચ જંગલ વચ્ચે છુપાયેલા પ્રાચીન ખંડેરના અવશેષોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જ્યાં એક છોકરીને ગોલ્ડની રહસ્યમય બેંગલ મળે છે. બરોબર એ સમયે મંદિરની ઘંટડી વાગે છે અને અમિતાભ બચ્ચન એક રહસ્યમય માર્ગદર્શન તરીકે પ્રગટ થાય છે, જે એ છોકરીને બેંગલની આરપાસ જોવાનો ઇશારો કરે છે

આ આભૂષણો મારફતે તેઓ એને એના ભવિષ્યના લગ્નના દિવસની એક ચમત્કારિક ઝાંખી દર્શાવે છે – જ્યાં તે પોતાના પ્રિયજનોથી ઘેરાયેલી છે અને ચોતરફ સંગીત અને નૃત્ય ચાલે છે. જ્યારે ઉજવણી પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે તે ઘંટી ફરી વાગે છે અને તેઓ રહસ્યમયી માર્ગદર્શનક બનીને ફરી પ્રગટ થઈને પોતાના આશીર્વાદ આપે છે. આ દરમિયાન સંગીત પોતાના સંપૂર્ણ જોશમાં પહોંચે છે અને કલ્યાણ ભવનો સ્વગ ગૂંજી ઉઠે છે – જે લગ્ન અને તેની સાથે સંબંધિત તમામ લોકો માટે સામૂહિક આશીર્વાદ છે.

આ ફિલ્મ પ્રકૃતિ, કલ્પના અને રહસ્યવાદનો અનોખો સમન્વય છે, જે તેને સામાન્ય લગ્નની જાહેરાતોથી બિલકુલ અલગ અને આકર્ષક બનાવે છે. આ અભિયાન વિશે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને કહ્યું હતું : “આપણી સંસ્કૃતિમાં લગ્નનો અર્થ ઉજવણીની સાથે હૃદયપૂર્વક આશીર્વાદ આપવાનો પણ છે. આ યુગલ માટે એક નવી શરૂઆત હોય છે, જે બંને પરિવારો, તેમની પરંપરાઓ અને તેમના સહિયારા સ્વપ્નોને એકસાથે લાવે છે. પોતાના ખાસ ‘મુહૂર્ત’ રેન્જ મારફતે કલ્યાણ જ્વેલર્સ હંમેશાંથી એ ઉત્સવોનો ભાગ રહી છે. ‘કલ્યાણ ભવ’ની સાથે અમે બ્રાન્ડ માટે મોટો વિચાર પ્રસ્તુત કર્યો છે – જેમાં લગ્નના આશીર્વાદ ફક્ત યુગલ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ લગ્ન સાથે સંબંધિત દરેક સંબંધો સુધી પહોંચે છે. ‘કલ્યાણ’ શબ્દનો અર્થ શુભ અને સમૃદ્ધિ હોવાથી ‘કલ્યાણ ભવ’થી અમારો ઉદ્દેશ સ્વાભાવિક રીતે વ્યક્ત કરવાનો છે – એક એવા આશીર્વાદ, જે અમારા નામમાં જ સમાયેલો છે”

આ અભિયાનના દ્રશ્યોમાં કલ્યાણ જ્વેલર્સનું સિગ્નેચર મુહૂર્ત બ્રાઇડલ જ્વેલરી કલેક્શન દર્શાવવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ કુદરતી હીરા અને રત્નજડિત આભૂષણો શામેલ છે, જેને એ રીતે ડિઝાઇન કર્યા છે કે તેઓ પરંપરાગત ભારતીય લગ્નના લૂકમાં આધુનિક અને શાનદાર અંદાજ જોડી શકે. તહેવારો અને લગ્નની સીઝનમાં આ મલ્ટિ-મીડિયા અભિયાન વિવિધ અલગ-અલગ પ્લેટફોર્મ પર ચલાવવામાં આવશે. આના મારફતે કલ્યાણ જ્વેલર્સનું નવું વેડિંગ જ્વેલરી કલેક્શન એક એવી સ્ટોરી સ્વરૂપે રજૂ કરે છે, જે એક સાર્વત્રિક શુભકામના પર આધારિત છે – તમારા જીવનમાં તમામ સારું અને મંગળમય થાય!

અભિયાનની ફિલ્મ : https://www.youtube.com/watch?v=I_HPas2X9Bg
વધારે માહિતી મેળવવા મુલાકાત લો https://www.kalyanjewellers.net/

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here