ઝી ટીવીનો નવો ફિક્શન શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ એવી અગણિત ગૃહિણીઓના જીવન પર પ્રકાશ પાડે છે જેઓ તેમના પરિવારને નાણાંકીય ટેકો આપવા માટે પોતાના ઘરનું આંગણું ઓળંગે છે અને ઘર તથા કામના સ્થળે બંને જગ્યાએ પોતાની જવાબદારીઓનું સુંદર રીતે સંતુલન કરીને પોતાનામાં રહેલી અડગ અવનીની ઊજવણી કરે છે 3 ડિસેમ્બરે સાંજે સાત કલાકે ઝી ટીવી પર પ્રીમિયર થનારા તેમના નવા શૉને પ્રમોટ કરવા માટે રાજશ્રી ઠાકુર, યોગેન્દ્ર વિક્રમ સિંહ જેવા કલાકારો આજે શહેરના મહેમાન બન્યા છે 29 નવેમ્બર, 2024 – દેશભરના મોટાભાગના ઘરોમાં ગૃહિણીના યોગદાનની ઘણેઅંશે નોંધ લેવાતી નથી. બચત કરવી, જતન કરવું અને સંચાલન કરવાના તેના અથાક પ્રયાસો પરિવારના રોજબરોજના જીવનના તાણાવાણામાં ગૂંથાઈ જાય છે છતાં તેને મળવી જોઈએ તેવી માન્યતા ભાગ્યે જ મળે છે. કાનપુરની ગૃહિણી અને ઝી ટીવીના નવા શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ની નાયિકા અવની ત્રિવેદીનું જ ઉદાહરણ લો. તેની રોજનીશી સતત બલિદાનો અને તેના પરિવારના સ્વપ્નો પૂરા કરવા માટેની અડગ પ્રતિબદ્ધતાથી ભરેલી છે. તે જે એક-એક રૂપિયો બચાવે છે અને પોતાના ખભે જે દરેક કામ લે છે તે તેને તેમના સહિયારા લક્ષ્યાંક તરફ લઈ જાય છે અને તે છે એક એવું ભવ્ય મકાનમાં રહેવા જવું જેને તેઓ પોતાનું કહી શકે. બધું જ કરવા છતાં ભારતની અનેક ગૃહિણીઓના કિસ્સામાં બને છે તેમ અવનીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લેવાતી નથી. અવની જાણી લે છે કે માત્ર તેના બલિદાનોથી જ મોટા ઘરનું તેમનું સપનું સાકાર નહીં થાય. વધુ સક્રિય રીતે યોગદાન આપવા માટે કૃતનિશ્ચયી થઈને તેણે પોતાની એ પ્રતિભાને પુનઃજીવિત કરવાનું વિચાર્યું જે તેણે ઘણા સમય પહેલા જ મૂકી દીધી હતી, એક એવી પ્રતિભા જે એક સમયે તેની ઓળખ હતી પરંતુ ઘરની જવાબદારીના બોજ હેઠળ તેને દબાવી દેવાઈ હતી. એક નવા સંકલ્પ સાથે તે પોતાની સંભાવનાઓને સ્વીકારે છે
અને તેના પરિવારની આકાંક્ષાઓને પૂરી કરવા માટે બહારની દુનિયામાં પગ મૂકે છે અને પુરવાર કરે છે કે તેનું ભાગ્ય તેણે જ બનાવવાનું છે. ‘બસ ઇતના સા ખ્વાબ’ અવનીની સફરની આસપાસ એક સુંદર વાર્તા બનાવે છે જે એક હૃદયસ્પર્શી સંદેશ આપે છેઃ પોતાનું ઘર ચલાવતી મહિલાઓ બહારની દુનિયાના પડકારો પણ સરળતાથી ઝીલી શકે છે અને સફળ થઈ શકે છે. જો ઘર સંભાલ સકતી હૈ, વો ઘર ચલા ભી સકતી હૈ ઔર ઘર બના ભી સકતી હૈ. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘બસ ઇતના સા ખ્વાબ’ 3 ડિસેમ્બરે સાંજે સાત વાગે ઝી ટીવી પર રજૂ થશે. આ શૉએ કાનપુરમાં ધમાલ મચાવી દીધી
હતી.