Thursday, December 12, 2024
HomeIndiaએર ઈન્ડિયાના કાફલામાં વધુ 100 એરબસ એરક્રાફ્ટનો ઉમેરો, વિશ્વની શ્રેષ્ઠ ગ્લોબલ એરલાઈન...

એર ઈન્ડિયાના કાફલામાં વધુ 100 એરબસ એરક્રાફ્ટનો ઉમેરો, વિશ્વની શ્રેષ્ઠ ગ્લોબલ એરલાઈન બનાવવા તરફ પ્રયાણ

Date:

spot_img

Related stories

‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ...

મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના...

Lauritz Knudsen Electrical and Automation (અગાઉની એલએન્ડટી સ્વિચગીયર) મુંબઈ...

ભારતના ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની અને ભારતમાં...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં...

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી...

3 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ...

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3...

અમદાવાદમાં દેશમાં ક્યાંય નહીં હોય એવું રેલવે સ્ટેશન બનશે...

અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ કામગીરીની રેલવે...

ભારત મેરીટાઇમ હેરિટેજ કન્વેન્શન સાથે વૈશ્વિક મેરીટાઇમ હેરિટેજને બચાવવા...

યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે બંદરો, શિપિંગ અને જળમાર્ગ...
spot_img

ભારતની ટોચની ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે વધુ 100 એરબસ એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત કરી છે. જેમાં 10 વિશાળ એ350 અને 90 નેરોબોડીના એ320 ફેમિલી એરક્રાફ્ટ ઉપરાંત એ321નિઓ સમાવિષ્ટ છે. અગાઉ ગતવર્ષે એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગને 470 એરક્રાફ્ટના ઓર્ડર આપ્યા હતા.આ લેટેસ્ટ ઓર્ડર સાથે એર ઈન્ડિયાએ એરબસ પાસેથી બે વર્ષમાં 40 એ350 અને 210 એ320 ફેમિલી એરક્રાફ્ટ સહિત કુલ 350 એરક્રાફ્ટ ખરીદ્યા છે.એર ઈન્ડિયાએ તેની વિકસી રહેલી એ350 ફ્લિટની જાળવણી અને સપોર્ટ જરૂરિયાતો માટે એરબસની ફ્લાઈટ અવર સર્વિસ કોમ્પોનન્ટ (એફએચએસ-સી)ની પસંદગી કરી હોવાની પણ જાહેરાત કરી છે. નવો મટિરિયલ અને મેઈનટેનન્સ કોન્ટ્રાક્ટ દિલ્હીમાં એરબસ દ્વારા ઓન સાઈટ સ્ટોક સહિત વ્યાપક એન્જિનિયરિંગ સર્વિસિઝ અને ઈન્ટિગ્રેટેડ કોમ્પોનન્ટ સર્વિસિઝ સાથે એર ઈન્ડિયાની એ350 ફ્લિટના પ્રદર્શન અને ટકાઉપણાંમાં વધારો કરશે.એર ઈન્ડિયા અને ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “ભારતનો પેસેન્જર ગ્રોથ બાકીના વિશ્વ કરતાં ઝડપથી વધી રહ્યો છે, તેના નોંધપાત્ર રીતે સુધારવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મહત્ત્વાકાંક્ષી યુવા વસ્તી વૈશ્વિક સ્તરે વિકસી રહ્યા છે. અમે એર ઈન્ડિયાના ગયા વર્ષે આપવામાં આવેલા 470 એરક્રાફ્ટના ફર્મ ઓર્ડરથી વધુ અમારા ભાવિ કાફલાને વિસ્તરિત કરી રહ્યા છીએ. આ વધારાના 100 એરબસ એરક્રાફ્ટ એર ઈન્ડિયાને વિકાસના માર્ગે વેગવાન બનવવામાં મદદ કરશે અને એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાના અમારા મિશનમાં યોગદાન આપશે, જે ભારતને વિશ્વના દરેક ખૂણેથી જોડશે.”એરબસના સીઈઓ ગિયુમ ફૌરીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય એવિએશન સેક્ટરના વિકસતા ગ્રોથનો સાક્ષી રહ્યો છું. એર ઈન્ડિયા સાથે વધુ એ320 ફેમિલી અને એ350 એરક્રાફ્ટના નવા ઓર્ડર મેળવવા બદલ ઉત્સુક છું. આ ભાગીદારીને આગળ ધપાવતાં અમે ટાટાના વિઝન અને નેતૃત્વ હેઠળ એર ઈન્ડિયાની “Vihaan.AI” પરિવર્તનશીલ યોજનાની સફળતાને ટેકો આપવા પ્રતિબદ્ધ છીએ.”એર ઈન્ડિયાના વધારાના 100 એરક્રાફ્ટના ઓર્ડર સાથે એરબસ પાસેથી કુલ 344 નવા એરક્રાફ્ટ ખરીદી રહી છે. અત્યારસુધી 6 એ350 એરક્રાફ્ટ મળી ચૂક્યા છે. તદુપરાંત એર ઈન્ડિયાએ બોઈંગને પણ નેરોબોડી અને વાઈડબોડીના 220 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 185 એરક્રાફ્ટની ડિલિવરી હજી બાકી છે.એર ઈન્ડિયા એ રોલ્સ-રોય્સ ટ્રેન્ટ XWB એન્જિનો દ્વારા સંચાલિત એરબસ એ350નું સંચાલન કરનારી પ્રથમ ભારતીય એરલાઈન છે. અજોડ ઇંધણ-કાર્યક્ષમતા, પેસેન્જર કમ્ફર્ટ અને લાંબા અંતરની ક્ષમતાઓ પ્રદાન કરતાં એ-350 એરક્રાફ્ટ હવે દિલ્હીથી લંડન અને ન્યૂયોર્ક સુધી નોન-સ્ટોપ ઉડાન ભરી પ્રવાસીઓને એર ઇન્ડિયાનો એક નવો અનુભવ પ્રદાન કરે છે.CFM LEAP 1-A એન્જિન દ્વારા સંચાલિત એ320 ફેમિલી ફ્લિટ એરઈન્ડિયાની ડોમેસ્ટિક અને ટૂંકા ગાળાના સંચાલન માટે કરોડરજ્જુ સમાન છે. જે એરલાઈનના લાખો ગ્રાહકોને નોંધનીય કાર્યક્ષમતા અને ફ્લાઈટ ઈકોનોમિક્સ સાથે વર્લ્ડ-ક્લાસ અનુભવ પ્રદાન કરે છે.

‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ...

મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના...

Lauritz Knudsen Electrical and Automation (અગાઉની એલએન્ડટી સ્વિચગીયર) મુંબઈ...

ભારતના ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની અને ભારતમાં...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં...

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી...

3 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ...

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3...

અમદાવાદમાં દેશમાં ક્યાંય નહીં હોય એવું રેલવે સ્ટેશન બનશે...

અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ કામગીરીની રેલવે...

ભારત મેરીટાઇમ હેરિટેજ કન્વેન્શન સાથે વૈશ્વિક મેરીટાઇમ હેરિટેજને બચાવવા...

યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે બંદરો, શિપિંગ અને જળમાર્ગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here