ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને આઈકોનિક જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ તેના તાજેતરના કેમ્પેઇન “કલ્યાણ મુહૂર્ત દુલ્હન: તેની ઉજવણી” (કલ્યાણ મુહૂર્ત બ્રાઈડ: સેલિબ્રેટીંગ હર) શરૂ કરતા ગૌરવ અનુભવે છે. આ કેમ્પેઇન ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કેટરિના કૈફ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.વિશ્વભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે “કલ્યાણ મુહૂર્ત”ખાતે દરેક દુલ્હનને તેના વ્યક્તિત્વને અપનાવવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે. જે રીતે એક રત્ન(જેમ)ને ખાસ કટ હોય છે બસ એવી જ રીતે આ કેમ્પેઇન એવી તમામ ઉજવણીઓ કરે છે કે જે દરેક દુલ્હનને ખાસ બનાવે છે. એક મહિલા તેના લગ્નના દિવસે અનેક લાગણીસભરતાનો અહેસાસ કરે છે, અને આ પ્રકારની ક્ષણો દરમિયાન સહાયક મિત્રો બહૂમૂલ્ય બની જાય છે. આ મિત્ર એક સમર્થક, લાગણીસભર સહાયક, ખુશીમાં વધારો કરનાર અને વિશ્વાસ આપનાર તરીકે કાર્ય કરે છે.આ કેમ્પેઇનમાં કેટરિના કૈફ એક યુવા દુલ્હનની ઘનિષ્ઠ મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહી છે, જે સુંદર સજાવટતા અને ખુશી સાથે દુલ્હનને તેના લગ્ન પ્રસંગ નિમિત્તે વિવિધ પસંદગીઓમાં મદદરૂપ બને છે. કેટરિનાનો સુરક્ષાત્મક સ્નેહ દુલ્હનના યુવા ઉત્સવને સવિશેષપણે નિખારે છે. આ કેમ્પેઇન કેટરિનાના નાજુક એટલે કે કુશળ હાવભાવના માધ્યમથી ઓડિયન્સનું માર્ગદર્શન કરે છે, જે પરંપરાગત શાલીનતા અને શાનની સામાજીક અપેક્ષાથી ઉપર ઉઠી તેના મિત્રના વ્યક્તિત્વની લાગણીસભરતાનું પૂરું સન્માન કરે છે. લગ્ન એટલે પોતાના ખરા સ્વરૂપને અપનાવવું અને તે ક્ષણનો આનંદ લેવો.આ ઉજવણી એટલે કે સેલિબ્રેશનના કેન્દ્રમાં “કલ્યાણ મુહૂર્ત”, એટલે કે શુભ સમય છે. કલ્યાણ જ્વેલર્સ દરેક “મુહૂર્ત”ના ખાસ મહત્ત્વને ધ્યાનમાં રાખી દરેક દુલ્હન માટે ખાસ વેડિંગ કલેક્શનની ઓફર રજૂ કરે છે.આ કેમ્પેઇન એવા બ્રાઈડલ કલેક્શનને દર્શાવે છે કે જેમાં પરંપરાગત આર્ટીસ્ટ્રી એટલે કે કલાત્મકતા તથા સમકાલીન ડિઝાઈનનો સમનવય કરી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલ આભૂષણોનો સમાવેશ થાય છે. આ કલેક્શનમાં ભારતના દરેક રાજ્યના એક્સક્લુઝીવ ગોલ્ડ, અનકટ ડાયમંડ, કિંમતી પથ્થર તથા ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થાય છે, આ દરેક આભૂષણ દુલ્હનની ખાસ ચમકને વધુ નિખાર આપી શકે, આ ખાસ દિવસને વિશેષ યાદગાર બનાવી શકાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે.
“કલ્યાણ મુહૂર્ત દુલ્હન: તેની ઉજવણી” (કલ્યાણ મુહૂર્ત બ્રાઈડ: સેલિબ્રેટીંગ હર) કેમ્પેઇન હવે તમામ પ્લેટફોર્મ પર લાઈવ થયું છે, જેમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. રજૂ કરવામાં આવેલ જ્વેલરી પાઈસિસ વિશ્વભરમાં કલ્યાણ જ્વેલર્સના તમામ શોરૂમ ખાતે ઉપલબ્ધ છે, જે દુલ્હનો તથા તેમના મિત્રો અથવા તો પરિવારના સભ્યોને એવી ડિઝાઈન પસંદ કરવાની તક આપે છે કે જે તેમની પર્સનલ સ્ટોરી એટલે કે વ્યક્તિગત ગાથા અને શેર કરેલ યાદો પ્રતિત થાય છે.આ કેમ્પેઇન ભારતમાં ખૂબ જ જાણીતા એવા લગ્નગાળાની સિઝન માટે સમર્પિત છે, આ અંગે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા (સીએઆઈટી)ની માહિતી પ્રમાણે નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન આશરે 48 લાખ લગ્ન પ્રસંગોના આયોજન સાથે રૂપિયા 6 લાખ કરોડ (આશરે 72 બિલિયન ડોલર)નો કારોબાર થશે. આ હૃદયસ્પર્શી કેમ્પેઇન દુલ્હન અને તેના નજીકના મિત્રો વચ્ચેના વિશેષ લાગણીસભર સંબંધને દર્શાવે છે, અને ખુશી, સમર્થન તથા શેર કરેલ યાદગાર ક્ષણો પર ભાર આપે છે અને લગ્નને ખરા અર્થમાં યાદગાર બનાવે છે.આ કેમ્પેઇન વિશે વધુ માહિતી માટે અને બ્રાઈડલ કલેક્શન એટલે કે દુલ્હન કલેક્શન અંગે જાણકારી માટે તમારી નજીકના કલ્યાણ જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અથવા અમારી અધિકૃત વેબસાઈટ પર જાઓ.