
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના લોકો હિમાચલ પ્રદેશથી નવી દિલ્હી આવી ગયા છે. આઇપીએલ સાથે જોડાયેલા આ તમામ લોકોને સ્પેશિયલ ટ્રેન દોડાવીને દિલ્હી લાવવામાં આવ્યા છે. બીસીસીઆઇએ સરકાર પાસે સ્પેશિયલ ટ્રેનની માંગ કરી હતી. ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી અને હવે 9 મેની રાત્રે તમામ ખેલાડી દિલ્હી રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ઉત્તર રેલવેના CRPO હિમાશું શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શુક્રવારે 9મેની સવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. દેશમાં ઘણા સ્થળો પર એરપોર્ટ બંધ છે, એટલા માટે તે તમામ સ્થળો પર ફસાયેલા લોકો માટે ભારતીય રેલવે તરફથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સૂચના મળી હતી. જમ્મૂ, ઉધમપુર અને કટરાથી દિલ્હી માટે પાંચ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાંથી એક ટ્રેન વડે આઇપીએલના ખેલાડીઓ દિલ્હી પરત ફર્યા છે. બીસીસીઆઇએ ભારત સરકારને સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. આઇપીએલના ‘X’ એકાઉન્ટ પરથી વંદે ભારત ટ્રેનની મુસાફરી માણી રહેલા ખેલાડીઓનો વીડિયો શેર કર્યો છે.
जम्मू तथा आसपास के क्षेत्रों में एयरपोर्ट सेवा बंद होने की स्थिति में वहां फंसे यात्रियों के लिए भारतीय रेल द्वारा कई विशेष ट्रेनों का संचालन किया गया।
— Northern Railway (@RailwayNorthern) May 10, 2025
इस क्रम में विशेष रेलगाड़ी से आईपीएल के पंजाब किंग्स और दिल्ली कैपिटल्स के खिलाड़ियों को पठानकोट से दिल्ली सफदरजंग रेलवे स्टेशन… pic.twitter.com/FrvUazPLSE