Friday, June 5, 2026
HomeGujaratધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા રૂપિયા 2000 કરોડનું...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા રૂપિયા 2000 કરોડનું ભારત ભૂમિ ફંડ લોંચ કર્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તેના પાંચમી વેલ્યુ ફંડ સિરીઝ હેઠળ ભારત ભૂમિ ફંડ લોંચ કર્યું છે, જે રૂપિયા 1000 કરોડની કેટેગરી II એઆઈએફ છે અને તે સાથે રૂપિયા 1000 કરોડનો ગ્રીન શૂ ઓપ્શન પણ છે. આ ફંડ ભારતમાં ઝડપભેર વિકાસ પામી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રાઈવેટ ઈક્વિટી-સ્ટાઈલ રિગોર લાવે છે અને તેમાં વ્યાપક તકો ધરાવતા કોરિડોર્સ તથા મુખ્ય શહેરોમાં અમલીકરણ માટે તૈયાર એવા પ્રોજેક્ટો પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.ભારત ભૂમિ ફંડ ધ વેલ્થ કંપનીના ઈન્વેસ્ટમેન્ટ કેનવાસના વિચારનું વિસ્તરણ છે, જે સમાન મૂલ્યના સંચાલનને લગતી ફિલસૂફી પર આધારિત છે અને તેને લગતા દ્રષ્ટિકોણને વ્યાખ્યાયિત કરે છે. ભારત વેલ્યૂ ફંડ સિરીઝની મજબૂત આધાર અને વિશ્વસનીયતા પર નિર્માણ પામેલ ફંડોનું સોવેરિન ફંડ તથા પ્રભૂત્વ ધરાવતી ફેમિલિ ઓફિસ જેવી ગુણવત્તાયુક્ત રોકાણકારો દ્વારા વિશ્વાસ તથા સમર્થન ધરાવે છે- આ ફંડ રિયલ એસ્ટેટ્સમાં રોકાણને વ્યાપક બનાવવાને લગતા એક સહજ રીતને પ્રદાન કરે છે. વિઝીબિલિટી અને કોલેટરલ સમર્થિક રિયલ એસ્ટેટ ઈક્વિટી અને પ્રાઈવેટ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ્સ સાથે સાનુકૂળ આધાર તૈયાર કરે છે, જે સમગ્ર બજારની ચક્રિય સ્થિતિમાં છેવટ સુધીના મૂલ્યને પ્રદર્શિત કરે છે.ધ વેલ્થ કંપની માટે રિયલ એસ્ટેટ કોઈ નવી દિશા નથી પણ તે પોર્ટફોલિયોમાં વૈવિધ્યતા એટલે કે ડાઈવર્સિફાઈ પોર્ટફોલિયોની જરૂરિયાતો સાથે સંકળાયેલ એક સ્વભાવિક પ્રગતિ છે. આ એસેટ ક્લાસ વાસ્તવિક મૂલ્ય, જોખમ સંચાલિત વળતર, તથા સુવ્યવસ્થિત મૂડી રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સંપૂર્ણપણે યોગ્ય આયોજનબદ્ધ હોય છે. આ ફંડ ડેવલપરના માઈન્ડસેટ તથા રોકાણકારની અપેક્ષાઓ વચ્ચે રહેલી ખાઈને પૂરવા માટે તૈયાર કરવામાં આવેલ છે, જે ખાસ કરીને ઓપરેટો તથા અમલીકરણ સંબંધિત નિયંત્રણ દ્વારા સમર્થિત ફિઝીકલ એસેટ્સ પર હોલમાર્ક અંડરાઈટિંગ તથા ગવર્નન્સ ફ્રેમવર્કને લાગુ કરે છે.આ ફંડ સાઈવર્સિફાઈડ કેપિટલ એટલે કે વૈવિધ્યસભર મૂડી ફાળવણીને લગતી વ્યૂહચનાનું યોગ્ય પાલન કરશે જે- ડેટા સેન્ટર, વેરહાઉસિંગ, હોસ્પિટાલિટી, તથા રિન્યુએબલ પાર્ક્સમાં રોકાણ કરશે. આ ક્ષેત્રો ભારતના ઉભરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, અને ટકાઉપણાને પ્રાથમિકતા આપવા યોગ્ય સેક્ટર સાથે સંકળાયેલ છે. દેશમાં ડિજિટલ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પરિવર્તનનેલીધે અનેક નવી ઈકોનોમિક એસેટ્સ માટે રોકાણકારોની માંગ વધી રહી છે. આ સેગમેન્ટ પરંપરાગત રિયલ એસ્ટેટથી પણ આગળ જાય છે-તે ઈકોનોમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિનિધિત્વ કરે છે, આ ફંડ વ્યૂહાત્મક ફોકસને દર્શાવે છે. દેશમાં ડિજિટલ અને ગ્રીન એનર્જી ટ્રાન્સમિશનને લીધે આ નવી ઈકોનોમિક એસેટ્સ માટે રોકાણકારોની માંગ સતત વધી રહી છે. આ સાથે જ રોકાણને લગતા લક્ષ્યાંકમાં મુંબઈ (એમએમઆર), એનસીઆર, પુણે, બેંગ્લુરુ, ચેન્નઈ અને હૈદરાબાદ જેવા ઊંચો-વિકાસ ધરાવતા શહેરોમાં મધ્યમથી પ્રીમિયમ રેસિડેન્શિયલ, રિટેલ, પ્લોટ ધરાવતા વિલા, અને મિશ્રિત ઉપયોગના ડેવલપમેન્ટને ધ્યાનમાં લેવામાં આવશે. આ ફંડ આગામી સમયની કનેક્ટિવિટી તથા શહેરી વિસ્તરણથી લાભ મેળવનાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત કોરિડોર્સ તથા પ્લોટેડ ડેવલપમેન્ટ પર પણ કેન્દ્રિત કરશે.આ ફંડનું નેતૃત્વ શ્રી રાકેશકુમાર કરી રહ્યા છે, જેઓ 50,000થી વધારે રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન તથા શેલ, વોલમાર્ટ તથા રિલાયન્સમાં સિનિયર લીડરશીપની ભૂમિકામાં બહોળો અનુભવ ધરાવે છે. આ સાથે શ્રી ભવ્ય બાગરેચા કે જેમણે ઈન્સ્ટિટ્યુશનલ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટમાં રૂપિયા 2,500 કરોડથી વધારે અમલીકરણ કર્યાં છે તથા સેબીના વીસીએફ નિયમનો અંતર્ગત ભારતની સૌ પ્રથમ આરઈઆઈટી-સ્ટાઈલ સ્ટ્રક્ચરની શરૂઆત કરી છે. આ ટીમને વોલમાર્ટના એશિયા રિયલ એસ્ટેટ કામગીરીના ભૂતપૂર્વ વડા શ્રી પીટર શાર્પ દ્વારા વધુ મજબૂતી પ્રદાન કરવામાં આવી છે, જેઓ 35 વર્ષથી પણ વધારે સમયથી વૈશ્વિક અનુભવ સાથે સલાહકાર તરીકે જોડાયેલ છે.આ ફંડનો દ્રષ્ટિકોણ લેન્ડ ટાઈટલ ક્લિયર કરવા, નિયમનકારી તૈયારી તથા વહેલી એક્ઝિટ વિઝીબિલિટી ધરાવતા પ્રોજેક્ટોની ઓળખ કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. આ લોંચ થવા માટે તૈયાર એસેટ્સને ટાર્ગેટ કરશે, જે રોકાણથી મૂલ્ય સર્જનની દિશામાં ઝડપભેર આગળ વધી શકે છે. છ પ્રોજેક્ટમાં આશરે 1200 એકર મજબૂત પાઈપલાઈન સાથે ભારત ભૂમિ ફંડ ઝડપી, વિવેકાધિન તથા ચોક્સાઈ સાથે મૂડી રોકાણ માટે સારી સ્થિતિમાં છે.ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટના સ્થાપક અને ડિરેક્ટર મધુ લુણાવતે જણાવ્યું હતું કે, “રિયલ એસ્ટેટ્સની માંગ અગાઉ ક્યારેય આટલી વધારે ન હતી. ભારત ભૂમિ ફંડ એક અનુશાસિત, ડેટા, તથા ડોમેન નિપૂર્ણતા સાથે તે માંગને પૂરી કરવા માટે પરવાનગી આપે છે. વેલ્થ કંપનીના રોકાણ સંબંધિત સિદ્ધાંતો હવે ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સંપૂર્ણ વિશ્વાસ તથા સ્પષ્ટતા સાથે ઝડપભેર આગળ વધી રહ્યા છે.”જેમ-જેમ ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટ પરિપક્વતા કેળવી રહ્યું છે તેમ ભારત ભૂમિ ફંડ સમય, નેતૃત્વ તથા સ્ટ્રક્ચર સાથે આગળ આવી રહ્યું છે અને તે રિયલ એસ્ટેટ રોકાણમાં એક નવા માપદંડોના દ્વાર ખોલી રહ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here