Friday, June 5, 2026
HomeGujaratજંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ” અથવા “કંપની”) ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ ઈકોલોજીકલ હોસ્પિટાલિટી ગ્રુપ પૈકી એક કાન્હા, પેંચ અને તાડોબામાં સ્થિત તેના પ્રસિદ્ધ વન રિસોર્ટ્સમાં યાત્રીઓ વચ્ચે એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારી માટે લોકપ્રિયતાને જોઈ રહેલ છે, કારણ કે આ સ્થાન સ્વચ્છ આકાશ, ઓછા પ્રકાશ હસ્તક્ષેપ અને પ્રાકૃતિક પરિવેશ પ્રદાન કરે છે.ભારતના પ્રથમ સર્ટીફાઈડ ડાર્ક સ્કાઈ પાર્ક ઓફ ઈન્ડિયા સ્વરૂપમાં માન્યતા પ્રાપ્ત પેંચ ટાઈગર રિઝર્વ, રાત્રીના સમયમાં આકાશને તેના ભવ્ય સ્વરૂપમાં જોવાની ઈચ્છા ધરાવતા પર્યટકોને આકર્ષિત કરે છે. પેંચ જંગલ કેમ્પમાં નાણાકીય વર્ષ 2024-25માં આશરે 40 ટકા મહેમાનોએ તારામંડળ જોવા અને ખગોળ વિજ્ઞાન પર કેન્દ્રીત સેશન્સની પસંદગી કરી હતી. એસ્ટ્રોફોટોગ્રાફીના નિર્દેશિત સ્ટાર વોક અને કેમ્પ ફાયર કેમ્પ જેવી પ્રવૃત્તિઓ જેસીઆઈના નિયમિત કાર્યક્રમનો એક ઉત્તમ ભાગ બનેલ છે.રાત્રીના સમયમાં આકાશની સાથે સાથે જંગલ પણ સમી સાંજ બાદ જીવંત બની ઉઠે છે. કાન્હા, પેંચ અને તાડોબામાં જેસીઆઈની નાઈટ સફારી જંગલોના શાંત અને છૂપાયેલ હિસ્સાનો આહ્લાદક નજારો રજૂ કરે છે. જ્યારે મહેમાન તાલીમ પામેલા ગાઈડ્સ સાથે જંગલોમાં આગળ વધે છે તો વિવિધ કીડોનો અવાજ, પાંદડાનો સરકાવતો અવાજ તથા વિવિધ રાત્રિચર પશુઓના અવાજ પણ તેમની સાથે ચાલે છે. ચિત્તા, રીછ, લક્કડખોદ, ઘુવડ, જંગલી કુતરા અને સાહૂડીને જોવાના આ અનુભવને વધુ રોમાંચિત બનાવે છે.જંગલ કેમ્પ્સ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ગજેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, “ખગોળ પર્યટન એટલે કે એસ્ટ્રો ટુરિઝમ તથા નાઈટ સફારીની દિશામાં રુઝાન શાંત અવલોકન અને કુદરત સાથેના સંબંધ પર આધારિત યાત્રાના અનુભવોમાં વધી રહેલ રસને દર્શાવે છે. જંગલ કેંમ્પ ઈન્ડિયામાં અમે જંગલની ધીમી, ગહેરી લયમાં ગરકાવ થવાની આ ઉત્તમ ખુશી છે. અમારા મહેમાનો ઝડપભેર એવા અનુભવો તરફ આકર્ષિત થઈ રહ્યા છે કે જે શાંત, ખુલ્લા આકાશ અને રાત્રીમાં જંગલના અવાજોને સાંભળવાની તક મેળવે છે. આકાશમાં તારાઓને જોવા અને રાત્રીના સમયમાં સફારીની પ્રકૃતિ સાથે જોડાવાનો એક અલગ અનુભવ પ્રદાન કરે છે અને સ્ક્રીન તથા શહેરની પ્રકાશીત માહોલથી દૂર આ ક્ષણ તેમના માટે જંગલની યાત્રા કરવાનું કારણ બની રહેલ છે. અમે એવા સૌનું સ્વાગત કરી છીએ કે જે શાંતિ, જિજ્ઞાશા અને પ્રાકૃતિક દુનિયા સાથે ઘનિષ્ઠ સંબંધ ઈચ્છે છે.”નાઈટ સફારીનું આયોજન ખૂબ જ કડક દિશા-નિર્દેશો અંતર્ગત કરવામાં આવે છે, જેથી સુરક્ષાની બાબતને સુનિશ્ચિત કરી શકાય, વન્યજીવોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તથા અંધારા બાદ વન્યજીવન એટલે કે જંગલનો વાસ્તવિક અનુભવ મેળવી શકાય.ભારતમાં નાઈટ સફારીના વધી રહેલુ પ્રચલન નાઈટ ટુરિઝમની વધતી લોકપ્રિયતાથી પ્રેરિત છે, તે એક એવો પર્યાવરણ સંબંધિત આવેગ છે કે જે અંધારા બાદ કુદરતી વાતાવરણની શોધ પર કેન્દ્રીત છે. વર્ષ 2025માં 50 ટકાથી વધારે પર્યટકોએ રાત્રીના અંધારામાં આકાશવાળા વિસ્તારોની યાત્રાને પ્રાથમિકતા આપશે, જ્યાં વન્યજીવો ધરાવતા માહોલની મુલાકાત લેવા ઈચ્છશે તે ઉપરાંત રાત્રીના સમયે પ્રદૂષણમુક્ત આકાશને જોવા ઈચ્છશે, જે એકંદરે જંગલના અનુભવને વધારશે.વૈશ્વિક ખગોળિય પર્યટન માર્કેટ વર્ષ 2023માં 250 મિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતું હતું, જે વર્ષ 2030 સુધીમાં 400 મિલિયન ડોલર સુધી પહોંચે તેવો અંદાજ છે, જેમાં ભારત પોતાના નેચરલ ડાર્ક સ્કાઈ રિઝર્વનો ભંડાર ધરાવે છે અને સતત વૃદ્ધિ પામી રહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે એક મહત્વના સ્થળ તરીકે ઉભરી આવી રહેલ છે.દિલ્હી વડુમથક ધરાવતા સંરક્ષિત કેન્દ્રિત હોસ્પિટાલિટી કંપની વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશમાં પેંચ ટાઈગર રિઝર્વ, કાન્હા ટાઈગર રિઝર્વ અને પેંચ ટાઈગર રિઝર્વના રુખડ બફર ઝોન તથા મહારાષ્ટ્રમાં તાડોબા ટાઈગર રિઝર્વમાં એવોર્ડ વિજેતા પ્રોપર્ટીઝનું સંચાલન કરે છે. કંપની પોતાની સહાયક કંપનીઓ સાથે મળી 87 રુમ અકોમોડેશનની માલિકી અને સંચાલન ધરાવે છે, જેમાં ટ્રી હાઉસિસ, વિલા, કોટેજીસ, સફારી ટેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કંપની પોતાના મુખ્ય વાઈલ્ડનેસ લોજી કેટેગરીમાં વિકાસ અને વિસ્તરણને લગતી તકો શોધવાનું જાળવી રાખી રહી છે તથા નવા હોસ્પિટાલિટી સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here