Sunday, September 20, 2026
HomeGujaratટાટા મોટર્સે લોન્ચ કર્યું એસ પ્રો: ભારતનો સૌથી સસ્તો 4-વ્હીલ મીની-ટ્રક, ₹...

ટાટા મોટર્સે લોન્ચ કર્યું એસ પ્રો: ભારતનો સૌથી સસ્તો 4-વ્હીલ મીની-ટ્રક, ₹ 3.99 લાખથી શરૂ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે બિલકુલ નવી ટાટા એસ પ્રોના લૉન્ચની સાથે કાર્ગો મોબિલિટીમાં એક નવો સીમાચિહ્નરૂપ સ્થાપિત કર્યો છે, જે નાના કાર્ગો મોબિલિટીમાં પરિવર્તનશીલ યુગની શરૂઆત કરે છે. માત્ર રૂ.3.99 લાખની બેજોડ શરૂઆતની કિંમત સાથે, ટાટા એસ પ્રો ભારતનો સૌથી સસ્તો ફોર-વ્હીલ મીની ટ્રક છે, જે અસાધારણ કાર્યક્ષમતા, બેજોડ વર્સેટિલિટી અને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે. ઉદ્યોગસાહસિકોની નવી લહેરને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરાયેલ ટાટા એસ પ્રો પેટ્રોલ, બાય-ફ્યુઅલ (CNG + પેટ્રોલ) અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે -જે ગ્રાહકોને તેમની બિઝનેસ જરૂરિયાતો માટે આદર્શ સમાધાન પસંદ કરવાની સુગમતા પ્રદાન કરે છે. ગ્રાહકો દેશભરમાં ટાટા મોટર્સના 1250 કોમર્શિયલ વાહનોના વેચાણના કોઇપણ ટચપોઇન્ટ્સ પરથી કે ટાટા મોટરના ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ ફ્લીટ વર્સે પર તેમના પસંદગીના Ace Pro વેરિઅન્ટનું બુકિંગ કરાવી શકે છે. ટાટા Ace Pro ની માલિકીને સુવિધાજનક બનાવવા માટે ટાટા મોટર્સે વિવિધ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ઝડપી લોન મંજૂરી, ફેલ્કિસબલ EMI વિકલ્પો અને શ્રેષ્ઠ ફંડિંગ સપોર્ટ સહિત મુશ્કેલી-મુક્ત ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરી શકાય તે માટે અગ્રણી બેંકો અને NBFCs સાથે સહયોગ કર્યો છે. Ace Pro લોન્ચ કરતા ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, “Tata Aceના લોન્ચથી ભારતમાં કાર્ગો મોબિલિટીમાં ક્રાંતિ આવી છે. છેલ્લા બે દાયકામાં તેણે 25 લાખથી વધુ ઉદ્યોગસાહસિકોને પ્રગતિ અને શક્યતાનું પ્રતીક બનવા માટે સફળતાપૂર્વક સશક્ત બનાવ્યા છે. બિલકુલ નવા Tata Ace Pro સાથે અમે સ્વપ્ન જોનારાઓની નવી પેઢી માટે નવા હેતુ સાથે આ વારસાને આગળ ધપાવી રહ્યા છીએ. સ્થિરતા, સુરક્ષા અને નફાકારકતા માટે ડિઝાઇન કરાયેલ Ace Pro તેમના ભવિષ્યની જવાબદારી સંભાળવા માટે તૈયાર મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વધુ કમાણીની સંભાવના ખોલે છે.” ટાટા એસ પ્રો વિશે વાત કરતા ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સનાં વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ-SCVPU, શ્રી પિનાકી હલધરે જણાવ્યું હતું કે, “ઉદ્દેશ્યપૂર્ણ ટાટા
એસ પ્રો ને ગ્રાહકોની ઊંડી સમજ સાથે વિકસાવવામાં આવ્યો છે અને વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે વિવિધ ભૂપ્રદેશો અને હવામાન પરિસ્થિતિઓમાં સખત પરીક્ષણોમાંથી પસાર થયો છે, જેમાં લાખો કિલોમીટર આવરી લેવામાં આવ્યા છે. તેના મલ્ટી-ફ્યુઅલ વિકલ્પો, સરળ પોષણક્ષમતા અને શ્રેષ્ઠ ડ્રાઇવિંગ ક્ષમતાની સાથે, ટાટા એસ પ્રો વિભિન્ન ઉપયોગના મામલામાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે. તે અમારા પોર્ટફોલિયોમાં એક વ્યૂહાત્મક ઉમેરો છે જે ટાટા મોટર્સની વિશ્વસનીય, ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી સમાધાનની સાથે ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને સક્ષમ બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. મજબૂત ઉદ્યોગસાહસિક માનસિકતા અને ખર્ચ ઘટાડવા પર ઝડપી ધ્યાન કેન્દ્રિત કરીને, ગુજરાત એક ઉચ્ચ-સંભવિત બજાર તરીકે ઉભરી રહ્યું છે જે Ace Pro બાયો-ફ્યુઅલ અને EV વેરિઅન્ટ્સના ફાયદાઓનો ઝડપથી લાભ લેવા માટે તૈયાર છે. વૈવિધ્યસભર અને ગતિશીલ વ્યવસાય ઇકોસિસ્ટમમાં રાજ્યનું સુસ્થાપિત CNG અને પાવરનું માળખું અપનાવવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. અમદાવાદ, વડોદરા અને સુરતની આસપાસના ઉત્પાદન અને વ્યાપારી સાહસોથી લઈને સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ કૃષિ-ઉદ્યોગો અને કચ્છમાં ઝડપથી વિકસતા સાહસો સુધી, રાજ્ય Ace Pro ની આકર્ષક ક્ષમતાઓ માટે ફળદ્રુપ જમીન પ્રદાન કરે છે. તેનું કાર્યક્ષમ ડ્રાઇવટ્રેન અને મજબૂત એગ્રીગેટ્સ આકર્ષક મૂલ્ય પ્રસ્તાવ પ્રદાન કરે છે, નફાકારકતામાં વધારો કરે છે, ઓપરેશનલ ઓવરહેડ્સ ઘટાડે છે અને સીમલેસ લોજિસ્ટિક્સને ટેકો આપે છે. ગીચ શહેરી ડિલિવરી રૂટ્સ નેવિગેટ કરવા હોય કે ગ્રામીણ સપ્લાય ચેઇન્સને પાવર આપવાનું હોય, Ace Pro ગુજરાતની નવીનતા અને સાહસની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

વધુ અસાધારણ પેલોડ ક્ષમતા પ્રદાન કરવા માટે એન્જિનિયર્ડ :
ટાટા એસ પ્રો તેના શ્રેષ્ઠ 750 કિલો પેલોડ અને આકર્ષક 6.5 ફૂટ (1.98 મીટર) ડેક સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. ફેક્ટરી-ફિટેડ લોડ બોડી વિકલ્પો – હાફ-ડેક અથવા ફ્લેટબેડ – સાથે ઉપલબ્ધ છે જે વિવિધ એપ્લિકેશનોમાં આવક વધારવા માટે ડિઝાઇન કરાયેલ છે. તે કન્ટેનર, મ્યુનિસિપલ એપ્લિકેશનો અને રીફર બોડી ફિટમેન્ટઅન્ય માટે યોગ્ય છે. તેની ઉચ્ચ-શક્તિવાળી ચેસિસ અને મજબૂત એગ્રીગેટ્સ હેવી વેઇટ હેઠળ વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. 

કાર્યક્ષમ, વર્સેટાઇલ પાવરટ્રેન :
મોડ્યુલર પ્લેટફોર્મ પર બનેલ અને નફાકારકતા માટે ડિઝાઇન કરાયેલ, Ace Pro પેટ્રોલ, બાયો-ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: પેટ્રોલ: 694cc એન્જિન 30bhp અને 55Nm પાવર આપે છે, જે ઇંધણ કાર્યક્ષમતા સાથે પાવરનું સંયોજન કરે છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here