Wednesday, August 5, 2026
HomeGujaratસેમસંગ ભારતમાં 2025 બીસ્પોક AI એપ્લાયન્સીસ રજૂઃ ઈનોવેટિવ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોનું...

સેમસંગ ભારતમાં 2025 બીસ્પોક AI એપ્લાયન્સીસ રજૂઃ ઈનોવેટિવ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોનું પદાર્પણ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ચાર અજોડ ગ્રાહક લાભો પર નિર્મિત તેની 2025 બીસ્પોક AI એપ્લાયન્સ લાઈનઅપ રજૂ કરી છે, જેમાં AI સાથે તમારું જીવન સમૃદ્ધ અને આસાન બનાવવા માટે ઈઝી, કેર, સેવ અને સિક્યોરનો સમાવેશ થાય છે. આ અનુભવો સેમસંગના નવા AI હોમ સ્ક્રીન ઈન્ટરફેસ ટુ-વે નેચરલ કમ્યુનિકેશન સાથે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, સેમસંગ નોક્સ સિક્યુરિટી અને સહજ સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી સાથે આવે છે, જે આધુનિક ભારતીય પરિવારો માટે અત્યંત પર્સનલાઈઝ્ડ, ઊર્જા કાર્યક્ષમ અને સંરક્ષિત સ્માર્ટ હોમ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
બીસ્પોક AI લાઈન-અપ ગ્રાહકોને સીધો લાભ કરાવતાં ચાર મુખ્ય મૂલ્યોથી પ્રેરિત છે, જેમાં ઈઝી, સેવ, કેર અને સિક્યોરનો સમાવેશ થાય છે.  ઈઝીઃ બીસ્પોક AI એપ્લાયન્સીસ હવે AI હોમ, બિક્સબી અને સ્માર્ટથિંગ્સ થકી રોજનાં કામો સ્વયંચાલિત કરવા માટે AI અને આસાન કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને તમારાં કામોને આસાન બનાવે છે. દાખલા તરીકે, AI હોમ ઓટોમેટેડ રુટિન્સ, રિમોટ કંટ્રોલ અને અસલ સમયનું મોનિટરિંગ અભિમુખ બનાવે છે. બિક્સબી ઉપભોક્તાઓને એપ્લાયન્સીસ વિશે વિગતવાર પ્રશ્નો પૂછવાની અને નજીકના ફોન અથવા સ્પીકરની જરૂર વિના નેચરલ, ટુ-વે વોઈસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને તેમને નિયંત્રણમાં લેવાની અનુકૂળતા આપે છે.  સેવઃ બીસ્પોક AI એપ્લાયન્સીસ ગ્રાહકોને ઊર્જા અને સમય બચાવવામાં મદદરૂપ થવા માટે ઘડવામાં આવ્યાં છે. AI એનર્જી મોડ વીજ ઉપભોગ ઓછો કરવામાં મદદ કરે છે. રેફ્રિજરેટરોની અંદર AI વિઝન ખાદ્યપદાર્થો અને સમાપ્તિ તારીખોનું પગેરું રાખીને બગાડ ટાળવા રેસિપી સૂચવે છે. બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો™ અને ટોપ લોડ વોશર્સ પર AI વોશ ફીચર્સ સોઈલની સપાટીઓ અને લોડના પ્રકાર પર આધારિત છે, જે મૂલ્યવાન સમય અને પાણીની બચત કરે છે.  કેરઃ બિક્સબી એપ્લાયન્સ કેર અને મેઈનટેનન્સ એલર્ટસ સાથે સહાય કરે છે, જ્યારે સ્માર્ટથિંગ્સ તેનાં કનેક્ટેડ થર્ડ પાર્ટી ડિવાઈસીસ થકી ડિટેક્ટ કરાતાં કોઈ પણ મોશન, સ્મોક અથવા લીક્સની ઉપભોક્તાઓની જાણ કરે છે. બીસ્પોક AI ફીચર્સ સાથે મનની શાંતિની ખાતરી રાખે છે, જેમ કે, વહાલાજનના ઘરે ઈનએક્ટિવિટી એલર્ટસ જેવા ફીચર્સ, જે પરિવારોને દૂરથી બાંયધરીનો અહેસાસ કરવામાં મદદ કરે છે.  સિક્યોરઃ સેમસંગ નોક્સ એપ્લાયન્સીસ અને સ્માર્ટફોન્સમાં ઝ્યુઅલાઈઝ્ડ ડેશબોર્ડ સાથે બહુસ્તરીય રક્ષણની ખાતરી રાખે છે. પાંચ સેમસંગ પ્રોડક્ટોમાં બીસ્પોક AI ફેમિલી હબ અને બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો ‘યુએલ સોલ્યુશન્સમાંથી ડાયમંડ’ IoT સિક્યુરિટી રેટિંગ્સ લેવલને વેરિફાઈ કરાયું છે. “અમને ભારતમાં 2025 બીસ્પોક AI ડિજિટલ એપ્લાયન્સીસ લાવવામાં ગૌરવની લાગણી થાય છે, જ્યાં ઈનોવેશનનું મિલન હેતુ સાથે છે. આ ફક્ત સ્માર્ટ એપ્લાયન્સીસ નથી. તે ભારતીય ઘરો માટે નિર્મિત જ્ઞાનાકાર સાથી છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું. “અમને વિશ્વાસ છે કે અમારાં બીસ્પોક AI એરપ્લાયન્સીસ આધુનિક ભારતીય પરિવારોમાં ક્રાંતિ લાવે છે, જેથી ગ્રાહકો આસામ સ્માર્ટ હોમ લિવિંગનો આરામ અનુભવી શકે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.નવા લોન્ચની સ્ટાર બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો ઓલ-ઈન-વન છે, જે જગ્યા બચાવે છે, અલ્ટ્રા- કેપેસિટીનું ઓલ- ઈન-વન વોશિંગ મશીન છે, જે સહજ રીતે એક યુનિટમાં વોશિંગ અને ડ્રાઈંગને જોડે છે. તે મશીન્સ વચ્ચે કપડાં ટ્રાન્સફર કરવાની ઝંઝટ નાબૂદ કરે છે, જે ઉપભોક્તાઓનો સમય બચાવે છે એ વોશ ચક્રો પછી ગંધ ફરવાનું નિવારે છે. AI વોશ એન્ડ ડ્રાય દ્વારા પાવર્ડ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો દરેક લોડ માટે લોન્ડ્રીનું વજન, ફેબ્રિકનો પ્રકાર અને સોઈલની સપાટીને ભાંખીને આપોઆપ પાણી, ડિટરજન્ટ, ધુલાઈનો સમય અને સુકાવાની સ્થિતિઓને સમાયોજિત કરે છે. આથી અનુમાન લગાવ્યા વિના મહત્તમ ધુલાઈ કામગીરી અને પર્સનલાઈઝ્ડ લોન્ડ્રી અનુભવની ખાતરી થાય છે. બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોમાં આધુનિક હીટ પમ્પ ડ્રાઈંગ ટેકનોલોજી છે, જે ધીમેથી અને કાર્યક્ષમ રીતે ગરમ પાણીના રિલાઈકલિંગ દ્વારા નીચા તાપમાને કપડાં સૂકવે છે. હીટ પંપ સિસ્ટમ હીટ ટ્રાન્સફર મહત્તમ બનાવે છે અને સુકાવાનો સમય 60 ટકાથી ઓછો કરે છે અને વીજ ઉપભોગ 75 ટકા સુધી ઓછો કરે છે, જ્યારે કરચલી ઓછી થાય છે અને ફેબ્રિકને હાનિ પહોંચતી નથી. સુપર સ્પીડ સાઈકલ સાથે ઉપભોક્તાઓ ફક્ત 98 મિનિટમાં લોડ વોશ અને ડ્રાઈ કરી શકે છે. તેનું 7 ઈંચનું AI હોમ LCD ડિસ્પ્લે સાઈકલ પસંદગી, દેખરેખ અને નિયંત્રણ માટે જ્ઞાનાકાર ઈન્ટરફેસ પૂરું પાડીને ઉપયોગની શૈલીઓ અને મોસમી આદતોને આધારે પર્સનલાઈઝ્ડ સૂચનો પ્રદજાન કરે છે. ડિસ્પ્લે ઊર્જા અને પાણી ઉપભોગના અહેવાલો પણ દર્શાવે છે અને મેપ વ્યુ થકી ઘરમાં કનેક્ટેડ એપ્લાયન્સીસનો સંપૂર્ણ વ્યુ પ્રદાન કરે છે. બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો યુએલ સોલ્યુશન્સના ડાયમંડ લેવલ માટે વેરિફાઈડ છે, જે સેમસંગની ઉદ્યોગ અવ્વલ ડિવાઈસ સલામતી આલેખિત કરે છે. બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બો અપગ્રેડેડ બિક્સબી સાથે આવે છે, જે કોમ્પ્લેક્સ, કન્વર્સેશનલ વોઈસ કમાન્ડ્સને સમજે છે. ઉપરાંત ફ્લેક્સ ઓટો ડિસ્પેન્સ સિસ્ટમ 32 લોડ સુધી ડિટરજન્ટ સ્ટોર કરી શકે, જ્યારે ઓટો ઓપન ડોર આપોઆપ સાઈકલની સમાપ્તિ પછી ભેજની હવા છોડે છે, જેથી ભિનાશની ગંધ નિવારે છે અને બહેતર તાજગી મળે છે. કિંમત અને ઉપલબ્ધતા
સેમસંગની 2025 બીસ્પોક AI એપ્લાયન્સ રેન્જ હવે સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Samsung.com તેમ જ મુખ્ય ઈ-કોમર્સ મંચો સહિત અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ ચેનલોમાં ઉપલબ્ધ છે.બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોની કિંમત INR 319000 છે, જે સ્માર્ટ ઓટોમેશન સાથે ઓલ-ઈન-વોશિંગ અને ડ્રાઈંગ સુવિધા ઓફર કરે છે. બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર INR 36000થી શરૂ થાય છે, જ્યારે બીસ્પોક AI ડબલ ડોર રેફ્રિજરેટર INR 44000થી ઉપલબ્ધ છે. સ્માર્ટ લોન્ડ્રી સોલ્યુશન્સ ચાહનારા માટે બીસ્પોક AI ટોપ લોડ વોશર 8 કિગ્રા મોડેલ માટે INR 24500થી શરૂ થાય છે.ઈન્ટીગ્રેટેડ AI હોમ ડિસ્પ્લે સાથે બીસ્પોક AI ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર જુલાઈથી ઉપલબ્ધ થશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here