Friday, June 5, 2026
HomeGujaratપોતાને એક પણ દિકરી નથી, છતાં પણ દર મહિને એક હજારથી વધુ...

પોતાને એક પણ દિકરી નથી, છતાં પણ દર મહિને એક હજારથી વધુ દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડે છે રુપલબેન રાઠોડ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાનની શરૂવાત એક નાની ઝુપડપટ્ટીમાંથી થયેલ. મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. રુપલબેન પણ દરરોજ ઝુપડપટ્ટીની અંદર જઈને બાળકોને એકઠા કરી પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો આપે છે.એક દિવસ અચાનક એવું બન્યુ કે મનીષભાઈ રાઠોડના ધર્મપત્નિ શ્રીમતિ રૂપલબેન રાઠોડના પોતાના કલાસમાં અચાનક ચાર–પાંચ દિકરીઓ એ કલાસમાં આવવાનું બંધ કરી દીધુ. વાત લગભગ આજથી દોઢ વર્ષ પહેલાની જ છે. બીજા બાળકોને પુછતા એવું માલુમ પડ્યું કે એ તપાસ કરી દિકરીઓ ઘરે જ હોય છે પણ કલાસમાં નથી આવી રહી. રૂપલબેનને આ પ્રશ્ન બહુ સતાવવા લાગ્યો, અને એ દિકરીઓના ઝૂપડે રૂબરૂ જઈને દિકરીઓને પુછતા શરમની મારી દિકરીઓ તો કઈના બોલી પરંતુ તેમની માતાએ જણાવ્યું કે દિકરીઓ પહેલી વખત માસીક આવ્યું છે. જુનવાણી પરપરા મુજબ બધી દીકરીઓએ એક અલગ ખુણામાં બેસાડવામાં આવેલ.રૂપલબેને તેમના પતિશ્રી મનીષભાઈને દોડાવ્યા અને નજીકમાંથી સેનેટરી પેડના પેકેટ મંગાવ્યા. અંદાજે ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો દિકરીઓ અને માતાઓને સેનટરી પેડ વિશેની સમજણ આપતા. દિકરીઓએ સહર્ષ સેનેટરી પેડનો સ્વીકાર કર્યો અને બીજા જ દિવસની કલાસમા આવવાની શરૂઆત પણ કરી . દિકરીઓના ચહેરા પર જે ખુશીની લહેર હતી તેનો શ્રેય શ્રીમતી રૂપલબેન અને તેમના પતિશ્રી મનીષભાઈને મળે છે.તે રાત્રે રૂપલબેન બરોબર સૂઈ ના શકયા આ તો માત્ર મારા કલાસની ચાર દિકરીઓ હતી, સ્લમ વિસ્તારો અને ઝૂપડપટ્ટીમાં આવી કેટલી દિકરીઓ હશે ? રૂપલબેને તેમના પતિને આ વાત કરી તેમની સંમતી અને સાથ સહકારથી શ્રીમતી રૂપલબેન રાઠોડે પોતાના જન્મદિવસ ૨૪/૭ ના દિવસે “પ્રોજેકટ મુસ્કાન” ની શુભ શરૂઆત કરી.”પ્રોજેકટ મુસ્કાન” માં થોડુ અલગ અને પડકારરૂપ કાર્ય હતું. સ્લમ વિસ્તારોના બહેનોને એકઠી કરવી, તેને સેનટરી પેડની સમજણ આપવી અને ફ્રી માં સેનેટરી પેડ વિતરણ કરવા, શરૂઆતમાં થોડી ઘણી તકલીફો થઈ પર તુ તેમના પતિશ્રી મનીષભાઈ રાઠોડ સતત સાથ–સહકાર આપી રહયા હતા. પેડનું પેકીંગ, સેમિનાર માટેની જગ્યા, ટ્રાન્સપોર્ટેશન બધુ મનીષભાઈ અરેન્જ કરી આપતા રૂપલબેન માટે વધુ સરળ બની રહયું હતું ધીમે ધીમે “પ્રોજેકટ મુસ્કાન” દ્વારા જરૂરીયાતમદ સ્લમ વિસ્તારોની માત્ર દિકરીઓની સરકારી શાળાઓ , આંગણવાળી કેન્દ્રો, વિકાસ ગૃહ, અને હોસ્ટેલ તથા કન્યા છાત્રાલયોમાં પણ નિઃશુલ્ક પેડ વિતરણ શરૂ કરેલ . ધીમે ધીમે આ એક ટીમવર્ક થવા લાગ્યું. રાજકોટ, જામનગર, વાંકાનેર, મોરબી ઉપરાંત, ધ્રોલ, જોડીયા, ભાદરા,બાલંભા, કોટડા સાંગાણી, આણંદપર જેવા ઘણા નાના ગામડાઓ સુધી પણ નિઃશુલ્ક પેડ વિતરણ કરેલું.જોતજોતામાં મેંગોપીપલ પરીવાર આજે બાર વર્ષથી કાર્યરત છે અને પ્રોજેક્ટ મુસ્કાન પણ છેલ્લા આઠ વર્ષથી સતકર્મ કરી રહેલ છે. હવે તો જરૂરીયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે નિઃશુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ વિતરણ કરાય છે. આ લખાય રહ્યું છે ત્યારે હાલ દર મહિને એક હજારથી વધુ દીકરીઓ લાભ લઇ રહી છે.ઉપરાંત પ્રોજેક્ટ મુસ્કાન ના ફાવુંન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડનો આજે જન્મદિવસ પણ છે. પ્રોજેક્ટ મુસ્કાનમાં આપણું અમૂલ્ય સહયોગ આપવા માટે તથા સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here