Wednesday, November 25, 2026
HomeGujaratસબ્યસાચીએ ભારતમાં ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ ડિજિટલ બૂટિક લૉન્ચ...

સબ્યસાચીએ ભારતમાં ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ ડિજિટલ બૂટિક લૉન્ચ કર્યું

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

ભારતના અગ્રણી લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ ભાગીદારી વારસાને ડિજિટલ નવીનતા સાથે જોડે છે, જેના દ્વારા સબ્યસાચીની ઓળખરૂપ કારીગરી વધુ લોકપ્રિય અને એક્સેસિબલ બનશે, તેમ છતાં બ્રાન્ડની શાશ્વત લક્ઝરીની પરંપરા અખંડિત રહેશે. આ બૂટિક 21 ઑગસ્ટ, 2025ના રોજ પ્લેટફોર્મ પર લાઇવ થશે અને તેમાં ઓનલાઈન સબ્યસાચીની ફાઇન જ્વેલરીનું સૌથી વિશાળ સિલેક્શન હશે. 18 કેરેટ સોનામાં તૈયાર કરાયેલા આ તમામ આભૂષણો ટાટા ક્લિક લક્ઝરી પર ઉપલબ્ધ સબ્યસાચી બૂટિકમાં કોલકાતાની પ્રખ્યાત વર્કશોપમાંથી આવેલા વિવિધ ફાઇન જ્વેલરી કલેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે. ધ રોયલ બેંગલ હેરિટેજ ગોલ્ડ કલેકશન શુદ્ધ સોનામાંથી બનેલા બેંગલ ટાઇગરના ચિહ્નને ઉજાગર કરે છે અને તેમાં ક્લાસિક સબ્યસાચી મંગલસૂત્ર પણ સામેલ છે. રોયલ બેંગલ ડાયમંડ કલેકશનમાં VVS-VS EF કલરના બ્રિલિયન્ટ કટ ડાયમંડ્સ, કિંમતી રત્નો અને કુદરતી પથ્થરના ચાર્મ્સ સાથે અલંકૃત આભૂષણો છે. રોયલ બેંગલ પર્લ સિરીઝમાં કુદરતી, કલ્ચર્ડ અને સાઉથ સી મોતીઓનો સમાવેશ થાય છે. સુંદરબન કલેકશન એ સમયના જંગલ જેવું છે, જ્યાં પ્રાચીન કારીગરીની જ્ઞાનસંપત્તિ છોડપાંદડા અને પ્રાણીઓના સ્વરૂપમાં રજૂ થાય છે. ટાઇગર સ્ટ્રાઇપ અને શાલિમાર કલેકશન એ આધુનિક આઇકોન્સ છે, જેમાં 18 કેરેટ સોનામાં હાઉસ ઈન્સિગ્નિયા (લોગો) લેકર હાઇલાઇટ્સ સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે ટાઇગર આઈ ગ્રુપમાં ડાયમંડથી અલંકૃત બેંગલ ટાઇગર ઈન્સિગ્નિયા દર્શાવવામાં આવ્યું છે. પ્રોડક્ટ કેટલોગમાં ઇયરરિંગ્સ, પેન્ડન્ટ્સ, બ્રેસલેટ્સ અને રિંગ્સનો સમાવેશ થાય છે – આ બધું દૈનિક પરિધાન માટેની સૌંદર્યસભર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here