
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી એમ. કે. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલય(CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.મળતી માહિતી અનુસાર, વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી 31મી ઑક્ટોબરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પંકજ જોશીની નિવૃત્તિ બાદ એમ. કે. દાસ (M. K. Das) રાજ્યના ચીફ સેક્રેટરી તરીકેનો પદભાર પહેલી નવેમ્બરથી સંભાળશે. નોંધનીય છે કે, એમ. કે. દાસ ગુજરાત કેડરના અગ્રણી અધિકારી છે અને CMOમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.


