Monday, October 5, 2026
HomeGujaratઅમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 548...

અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 548 કરોડનું આંધણ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર કવોલીટી ઈન્ડેકસ 200 નોંધાઈ રહયો છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 548 કરોડનું આંધણ કરાયુ છે. આમ છતાં શહેરમા હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરને ચોખ્ખુ રાખવાથી લઈ અન્ય નિયમો લોકોના માથે થોપનારા એવા શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે વિપક્ષ નેતા એકપણ હોદ્દેદાર પ્રદૂષણ ઘટાડવા ઈલેક્ટ્રીક કાર ઉપયોગમાં લેતા જ નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ મળીને કુલ 146 કાર ઈલેક્ટ્રીક નહીં હોવાથી શહેરના પ્રદૂષણમાં વધારો થતો હોવાનો આક્ષેપ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે કર્યો હતો.અમદાવાદની સતત ઝેરી બની રહેલી હવાને લઈ શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને કાઉન્ટર કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી લઈ કેટલાક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓને બેસાડી દેવાની મેયર પ્રતિભા જૈનને ફરજ પડી હતી. દર વર્ષે શહેરમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા સહિતની કામગીરી કરવા પાછળ રૂપિયા બે હજાર કરોડનો ખર્ચ કરાય છે. આમ છતાં એર કવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ માટે મળતી ગ્રાન્ટ પૈકી 50% રકમ રોડની કામગીરી માટે ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશનના પોતાના વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનો નથી, કોર્પોરેશનના જ મોટાભાગના બિલ્ડિંગોમાં સોલાર પેનલ નથી. આમ છતાં શહેરીજનોને ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તથા સોલાર પેનલ લગાવવા સલાહ અપાય છે તેવો બેઠકમાં આક્ષેપ કરાતા ભાજપના કોર્પોરેટરો અકળાઈ ગયા હતા. અમદાવાદમાં હવાની ગુણવાા સુધારી શકાતી નથી. છતાં શહેર આસપાસ આવેલા ગાંધીનગર, બાવળા સહિતની પાલિકાને હવાની ગુણવાા સુધારવા ગ્રાન્ટની ફાળવણી કરાય છે. તેવા આક્ષેપના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, રાજય સરકાર તરફથી કોર્પોરેશનને આપવામાં આવતી ગ્રાન્ટ પૈકી રકમની ફાળવણી કરવામાં આવી છે.

એએમટીએસ અને બીઆરટીએસ મળી માત્ર 242 બસ ઈલેક્ટ્રીક :

કોર્પોરેશને ઈલેક્ટ્રીક વાહનના વપરાશમાં વધારો થાય એ માટે પોલીસી તો બનાવી છે. પરંતુ એ.એમ.ટી.એસ.ની 1020 પૈકી માત્ર પાંચ ઈલેક્ટ્રીક તથા બી.આર.ટી.એસ.ની માત્ર 235 બસ જ ઈલેક્ટ્રીક છે. ડોર ટુ ડોર કચરો એકઠો કરતા 1900 વાહનમાં એકપણ વાહન ઈલેક્ટ્રીક નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here