પેન્ટોમેથ ગ્રુપનો ભાગ એવા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેને તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી ગઈ છે. આ એક સૌપ્રથમ પ્રકારનું વ્યૂહરચના સંચાલિત પ્રોડક્ટ છે જેને પારદર્શક અને સુવ્યવસ્થિત ઇકોસિસ્ટમમાં હેજ ફંડ જેવી ચપળતા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. આ મંજૂરી સાથે ધ વલેથ કંપની મ્યુચ્યુઅલ પંડ ભારતમાં એસઆઈએફ વ્યૂહરચનાઓ પૂરી પાડવા માટે અધિકૃત એવી પસંદગીની એએમસીના ગ્રુપમાં જોડાઈ ગઈ છે. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ ‘WSIF’ બ્રાન્ડ નેમ હેઠળ તેની એસઆઈએફનું સંચાલન કરશે. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ એન્ડ હેડ – સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે શ્રી ચિન્મય સાઠેને નિયુક્ત કર્યા છે. WSIF સ્પષ્ટતાને વિશ્વાસ સાથે જોડે તેવી ફિલોસોફી પર બનેલું છે. વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ મજબૂત સંશોધન અને ગહન બજાર અનુભવ દ્વારા સમર્થિત ઇન્ટેલિજન્ટ એગ્રેશન દ્વારા સંચાલિત છે. વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ માને છે કે પોર્ટફોલિયોમાં દરેક પોઝિશન શિસ્તબદ્ધ પ્રક્રિયા, સતત સંશોધન અને લાંબા ગાળાના પ્રદર્શન માટે અવિરત પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત હોવી જોઈએ. ટૂંકમાં, WSIF વિચારોની સ્પષ્ટતા, ચોક્સાઇપૂર્વક અમલીકરણ અને એક એવી ફિલોસોફીમાં માને છે જે બજાર ચક્રમાં અર્થપૂર્ણ જોખમ લઈને સતત, વિવિધ પ્રકારના વળતર આપવાને પ્રાથમિકતા આપે છે. એસઆઈએફને મળેલી મંજૂરી અંગે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સ્થાપક, એમડી અને સીઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે, “સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવીનતાનો આગામી તબક્કો રજૂ કરે છે. WSIF ખાતે અમારું લક્ષ્ય ઉચ્ચ વિશ્વાસપૂર્ણ સંશોધન સંચાલિત એસઆઈએફ ઓફર કરવાનું છે જે શિસ્ત, સ્પષ્ટતા અને શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો માટે ઊંડી પ્રતિબદ્ધતા સાથે, ઇન્ટેલિજન્ટ એગ્રેશન, ચોક્કસ જોખમ ફાળવણી અને હેજિંગ તથા ડાયરેક્શનલ ટૂલ્સના વ્યૂહાત્મક ઉપયોગ દ્વારા બજાર ચક્રમાં આગળ વધવા માટે બનાવવામાં આવ્યું છે. અમે ગ્રાહકોની વિવિધ રિસ્ક અને એસેટ એલોકેશન પસંદગીઓને પૂરી કરવા માટે એસઆઈએફના નેજા હેઠળ અનેક પ્રોડક્ટ્સ ઓફર કરવાની યોજના ધરાવીએ છીએ.” આ ઉપરાંત, ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના એસઆઈએફના હેડ તથા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી ચિન્મય સાઠેએ જણાવ્યું હતું કે, “WSIF ખાતે, અમે ગ્રાહકોની વિશિષ્ટ રિસ્ક પ્રોફાઇલ અને વ્યૂહાત્મક એસેટ એલોકેશનની જરૂરિયાતો સાથે સુસંગત હોય તેવી વિવિધ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારી પ્રોડક્ટ્સ મજબૂત સંશોધન અને ગહન બજાર અનુભવ દ્વારા સમર્થિત, પ્રતીતિ અને સ્પષ્ટતાના ફિલોસોફી પર બનાવવામાં આવશે. અમે ઇન્ટેલિજન્ટ એગ્રેશન દ્વારા સંચાલિત છીએ અને આકર્ષક વળતર સાથેની તકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.” સેબી નિયંત્રિત મ્યુચ્યુઅલ ફંડ માળખામાં હેજ-ફંડ જેવી સુગમતા રજૂ કરીને, એસઆઈએફ કેટેગરી ભારતના રોકાણના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ દર્શાવે છે. વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડનું એસઆઈએફ (WSIF) ઘટાડા સામેની અર્થપૂર્ણ સુરક્ષા સાથે, વધુ સારી ભાગીદારી મેળવવા માંગતા રોકાણકારો માટે એક શ્રેષ્ઠ ફાળવણી બની રહેશે. ઇન્સ્ટિટ્યૂશનલ-ગ્રેડ રિસર્ચ અને રિસ્ક-મેનેજમેન્ટ ફ્રેમવર્ક દ્વારા સમર્થિત આ ફંડ એચએનઆઈ, ફેમિલી ઓફિસીસ અને અત્યાધુનિક વેલ્થ પ્લેટફોર્મ માટે શિસ્તબદ્ધ, ઓલ-વેધર સોલ્યુશન્સ પૂરા પાડવાનો હેતુ ધરાવે છે.


