
સ્પેનના એન્ડાલુસિયામાં બે હાઇસ્પીડ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતા 21 લોકોના મોત થયા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. એક હાઇસ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરીને ઊંધી દિશામાં પાટા પર જતી રહી હતી. આ વચ્ચે પાટા પર આવતી અન્ય ટ્રેન તેની સાથે ટકરાઇ હતી. રેલ ઓપરેટર એડિફના જણાવ્યા અનુસાર, લગભગ 300 મુસાફરો સાથે માલાગા અને મેડ્રિડ વચ્ચે ટ્રેનનો પાછળનો ભાગ સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 વાગ્યે કોર્ડોબા નજીક પાટા પરથી ઉતરી ગયો હતો અને મેડ્રિડથી દક્ષિણ સ્પેનિશ શહેર હુએલ્વા જઇ રહેલી લગભગ 200 મુસાફરો સાથેની ટ્રેન સાથે અથડાઇ હતી. સ્પેનના ટ્રાન્સપોર્ટ મંત્રી ઓસ્કાર પુએન્ટેએ મધ્યરાત્રિ પછી મૃત્યુઆંક 21 લોકોના મોતની પૃષ્ટી થઇ છે અને બચાવ કામગીરીમાં બચી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પુએન્ટેએ કહ્યું હતું કે હજુ વધુ પીડિતો હોવાની પૃષ્ટિ થવાની બાકી છે. પુએન્ટેએ કહ્યું કે દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી, તેમણે તેને ખરેખર વિચિત્ર ઘટના ગણાવી હતી. કારણ કે તે મે મહિનામાં નવીનીકરણ કરાયેલા ટ્રેકના સપાટ ભાગ પર બની હતી. પુએન્ટેએ કહ્યું કે જે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી, તે ચાર વર્ષ કરતા પણ ઓછી જૂની હતી. તે ટ્રેન પ્રાઇવેટ કંપની ઇર્યોની હતી જ્યારે બીજી ટ્રેન જે સ્પેનની સરકારી ટ્રેન કંપની રેનફેની હતી.


