Saturday, October 10, 2026
HomeLife StyleMagazine29 એપ્રિલ:આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ વિશ્વભરમાં જેની ઉજવણી થાય છે એ નૃત્ય એક...

29 એપ્રિલ:આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ વિશ્વભરમાં જેની ઉજવણી થાય છે એ નૃત્ય એક સશક્ત અભિવ્યક્તિ છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતીય નૃત્યના સ્વરૂપો : કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, કથક, ભરતનાટ્યમ, કુચિપુડી છે.

29 એપ્રિલ,આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવાય છે.વિશ્વના પ્રત્યેક ખૂણા માં વિવિધ પ્રકારના નૃત્ય ગાન થતા રહે છે.નૃત્ય એક સશક્ત અભિવ્યક્તિ છે, જે આપણી ખુશી અને આપણી આકાંક્ષાઓને અભિવ્યક્ત કરે છે.
નૃત્ય લાગણી, પ્રેમ, સંસ્કૃતિ અને ભક્તિની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ પણ છે.નૃત્ય એક કળા પણ છે.

યુનેસ્કોની ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)ની આંતરરાષ્ટ્રીય ડાન્સ કમિટીએ 29 એપ્રિલ, 1982નાં રોજ મહાન નર્તક જીન જ્યોર્જ નાવેરેનાં જન્મદિવસે જાહેરાત કરી હતી કે દર વર્ષે 29 એપ્રિલનાં રોજ ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી કરવામાં આવશે. જીન જ્યોર્જ નાવેરે (1727-1810) મોડર્ન બેલેના સર્જક છે. લોકોને નૃત્યનાં મહત્વથી માહિતગાર કરવા અને સમગ્ર વિશ્વનાં નૃત્ય સમુદાયને પોતાનાં કાર્યનો પ્રચાર કરવા આ દિવસ મનાવવમાં આવે છે.

ઇન્ટરનેશનલ ડાન્સ ડેની રચના 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની નૃત્ય સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જે યુનેસ્કોની પર્ફોર્મિંગ આર્ટ્સમાં મુખ્ય ભાગીદાર છે. જીન-જ્યોર્જ નોવેરેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. જીન જ્યોર્જ નોવેરેનો જન્મ 29 એપ્રિલ, 1727 ના રોજ થયો હતો. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તેમની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. નોવેરે એક ફ્રેન્ચ નૃત્યાંગના હતા જેમણે બેલેને સ્વતંત્ર કલા સ્વરૂપ તરીકે સ્થાપિત કર્યું હોવાનું માનવામાં આવે છે.સૌથી મહત્વનું, નૃત્યની મજા માણવા અને અન્યો સાથે નૃત્યનો આનંદ લેવાના હેતુથી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થાય છે. આઇટીઆઇ દર વર્ષે ઉત્કૃષ્ટ કોરિયોગ્રાફરને ઓફિશિયલ હોલિડે મેસેજ લખવા માટે પસંદ કરે છે. સંસ્થાની વેબસાઇટમાં વિશ્વભરમાં યોજાતા કાર્યક્રમોની માહિતી આપવામાં આવે છે.

ભારતમાં તો નૃત્યનાં પારંભનાં મૂળ સદીઓ નહીં પણ યુગો જૂનાં છે. કહેવાય છે કે આજથી 2000 વર્ષ પહેલાં ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતીથી બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર કર્યા ત્યારથી સંસારમાં નૃત્યની ઉત્પત્તિ થઈ એમ મનાય છે. આ નૃત્ય વેદથી સામવેદ, અથર્વવેદ, યુજુર્વેદ અને ઋગ્વેદ વગેરેને સામેલ કરવામાં આવ્યા. જ્યારે નૃત્ય વેદની રચના પૂરી થઈ ત્યારે ભરત મુનિના 100 પુત્રોએ નૃત્ય કરવાનો અભ્યાસ કર્યો. કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, ભરતનાટ્યમ વગેરે ભારતનાં પ્રાચીન અને પ્રચલિત નૃત્યો છે. કથકલી નૃત્ય 17મી શતાબ્દિમાં કેરળમાંથી આવ્યું.

ભારતીય નૃત્યના ઘણા સ્વરૂપો છે. જેમ કે કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, કથક, ભરતનાટ્યમ, કુચિપુડી વગેરે. માન્યતા છે કે આજથી 2000 વર્ષ પૂર્વ ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર ભગવાન બ્રહ્માએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં નૃત્યની ઉત્પતિ થઈ. કહેવાય છે કે નૃત્ય વેદની રચના જ્યારે પૂરી થઈ ગઈ ત્યારે નૃત્યનો અભ્યાસ ભરત મુનિના સો પુત્રોએ કર્યો. ભારતમાં નૃત્ય કલા હજારો વર્ષો જૂની છે.

પ્રાચીન કાળથી જ ભારતમાં નૃત્યનું પ્રભુત્વ રહ્યું છે. હિંદુ શાસ્ત્રો અનુસાર બ્રહ્માએ ભરત મુનીને નાટ્યશાસ્ત્ર લખવા માટે પ્રેરિત કર્યા હતા. જેમાં નૃત્ય અને અભિનયને લગતા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ઋગ્વેદમાંથી પથ્ય અર્થાત શબ્દ, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ને લઇને આ બધાનાં સંગમથી ગ્રંથ લખાયો જે નાટ્યવેદનાં નામે ઓળખાયો.

હિન્દુઓનાં દેવતા શિવ ભગવાનને નૃત્યનાં દેવતા તરીકે પૂજવામાં આવે છે. શિવનું આક્રોશ ભર્યું તાંડવ, શ્રીકૃષ્ણની ગોપીઓ સાથે રમાતી રાસલીલા અને કાળી માતાનું ઉગ્ર અને પ્રકોપી નૃત્યનું પ્રાચીનકાળમાં પ્રધાનતત્વ હતું. આમ દેવી દેવતાઓના સમયથી જ નૃત્ય એ ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વનો ભાગ હતું. દેવતાઓનાં સમયથી જ થયેલા નૃત્યનાં ઉદયે ટૂંક સમયમાં જ ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રકારનાં નૃત્યોને આવરી લીધાં.

વિવિધ રાજયોનાં પારંપરીક નૃત્ય એ આપણી સંસ્કૃતિ છે. ભારતમાં નૃત્યનાં પ્રકારોમાં કુચીપુડી, ગરબા, ભરતનાટયમ, કથ્થક, ઓડીસી, કથ્થકકલી અને મણીપુરી જેવા વિવિધ નૃત્યનાં પ્રકારો છે. આ બધાને ઈન્ડિયન કલાસિકલ ડાન્સ કે પારંપારિક નૃત્ય કહેવામાં આવે છે. નૃત્ય અને ડાન્સ શબ્દોમાં કોઈને ભલે ફેર ન દેખાય પણ ભારતીય નૃત્ય કલાનાં વિવિધ પ્રકારો અને પાર્ટીમાં કરાતા ડાન્સ અવશ્ય જુદા પડે છે.

વૈશ્ર્વિક સ્તરે વિવિધ કાર્યક્રમો જેવા કે ઓપન, ડોર, કોર્સ, પ્રદર્શની, લેખ, સ્ટ્રીટ શો વગેરે જેવાનું આયોજન થાય છે. આપણે ત્યાં ઉત્સવો સાથે નૃત્ય કલાને વર્ષોથી જોડેલ છે. સામાન્યજન સુધી પણ જનજાગૃતિનાં ભાગરૂપે આપણી પ્રાચીન ધરોહર નૃત્ય કલાને વેગ મળે એ આશયથી પણ વિવિધ સંસ્થાનો કાર્યરત થઈને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ આયોજન કરે છે.
 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here