Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદ મ્યુનિ. શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે સુર-સંગીતના સ્વર ગુંજશે

અમદાવાદ મ્યુનિ. શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે સુર-સંગીતના સ્વર ગુંજશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ સ્કૂલ બોર્ડ અને જાપાનની યામાહા વચ્ચે ઐતિહાસિક MOU, 1692 વિદ્યાર્થીઓને મળશે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંગીત તાલીમ”

અમદાવાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓને હવે ગુણવત્તાયુક્ત ટેકનોલોજી શિક્ષણની સાથે સંગીત ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોનો સર્વાંગી વિકાસ, JOYFUL LEARNING અને LEARNING WITHOUT BURDEN ના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માન. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનીધી પાનીના માર્ગદર્શન હેઠળ આજરોજ Yamaha Music India Private Limited, Japan અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ વચ્ચે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા.

પાયલોટ પ્રોજેક્ટ: 24 શાળા, 1692 વિદ્યાર્થીઓ
આ MOU અંતર્ગત પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ 2026-27 થી 2027-28 ના બે વર્ષ માટે મ્યુનિ. સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના 1692 વિદ્યાર્થીઓને સંગીતની ખાસ તાલીમનો લાભ મળશે. આ માટે પ્રથમ તબક્કામાં 24 શાળાના 48 શિક્ષકોને Yamaha Music India Private Limited, Japan ના તજજ્ઞશ્રીઓ દ્વારા જૂલાઇ-2026 માસમાં વિશેષ તાલીમ આપવામાં આવશે.

દરેક વિદ્યાર્થીને રેકોર્ડર અને બુક-સેટ..
તાલીમ બાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના પ્રત્યેક 1692 વિદ્યાર્થીઓને 1 રેકોર્ડર તથા સંગીતની બુકનો સેટ નિ:શુલ્ક આપવામાં આવશે. ઉપરાંત તમામ 24 મ્યુનિ. શાળાઓમાં શાળા દીઠ 1 કી-બોર્ડ પણ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓના સમયપત્રકમાં દરેક સપ્તાહમાં સંગીત માટે ખાસ તાસ ફાળવીને તેમાં સંગીતના વિવિધ કૌશલ્યો વિકસાવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીની તક ..
આ પહેલનો મુખ્ય હેતુ મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની રસ અને રૂચિ અનુસાર સંગીતમાં પણ કારર્કિદી બનાવી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો તાલીમ અનુભવ પૂરો પાડવાનો છે. બે વર્ષના પાયલોટ પ્રોજેકટને અંતે તેની સમીક્ષા કરવામાં આવશે અને સફળતાના આધારે બાકીની શાળાઓ માટે પણ આ કાર્યક્રમનું વિસ્તરણ કરવા વિચારણા હાથ ધરાશે.

MOU પ્રસંગે મહાનુભાવો ..
આ ઐતિહાસિક MOU Yamaha Music India Private Limited, Japan ના Managing Director Mr. Kennei Sakai, Sales Unit Head Mr. Ryoji Maruyama, Manager- Marketing Mr. Kazuki Watanabe, Dy. Manager Mr. Ashwani Kumar અને Academic In-charge- West Mr. Gaurav Tripathi તથા મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદના ચેરમેનશ્રી ડૉ. સુજયભાઇ મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઇ સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઇની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

યામાહા MD દ્વારા ગુજરાતની પ્રશંસા….
આ પ્રસંગે યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રા.લિ. ના એમ.ડી. શ્રી Kennei Sakai એ ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં બાળકોના Holistic Development અને Skill Development માટે કરેલા પ્રયાસોની સરાહના કરી. તેમણે મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી અને આ નવતર પહેલ માટે ખાસ પ્રશંસા વ્યકત કરી.

આ આંતરરાષ્ટ્રીય કરારથી અમદાવાદની મ્યુનિ. શાળાઓના બાળકોને વૈશ્વિક સ્તરનું સંગીત શિક્ષણ મળશે અને તેઓ ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કરશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here