Wednesday, June 24, 2026
HomeAhmedabadઅમદાવાદના 53 વર્ષ જૂના સુભાષબ્રિજને તોડીને નવો બનાવાશે, મ્યુનિસિપલ કમિશનરનું મહત્વનું નિવેદન

અમદાવાદના 53 વર્ષ જૂના સુભાષબ્રિજને તોડીને નવો બનાવાશે, મ્યુનિસિપલ કમિશનરનું મહત્વનું નિવેદન

Date:

Related stories

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

અમદાવાદના વાહનચાલકો અને નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક અને વ્યસ્ત એવા સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની સત્તાવાર જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર દ્વારા કરવામાં આવી છે.

તિરાડો દેખાતા લેવાયો નિર્ણય
સુભાષબ્રિજના પિલર (થાંભલા)માં તાજેતરમાં જ મોટી તિરાડો જોવા મળી હતી. આ બાબત સામે આવ્યા બાદ તુરંત જ બ્રિજ એક્સપર્ટસની ટીમ દ્વારા આખા બ્રિજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સપર્ટસની ટીમે આ અંગે એક વિગતવાર તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જણાવાયું છે કે આ બ્રિજના પિયર્સ (Piers)નું આયુષ્ય 53 વર્ષ જેટલું થઈ ગયું છે અને તેની મજબૂતાઈ હવે જોખમી સ્તરે પહોંચી છે.

સર્વસંમતિથી નવો બ્રિજ બનાવવાનું સૂચન
તજજ્ઞોના રિપોર્ટ અને સૂચનોના આધારે સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો છે કે જૂના પિયર્સ અને સબ-સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે અને તેના સ્થાને નવો જ બ્રિજ તૈયાર કરવામાં આવે.

બજેટ અને સમયગાળામાં થશે વધારો
અગાઉ સુભાષબ્રિજના માત્ર રિપેરિંગ પાછળ ₹236 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ ખર્ચમાં મોટો વધારો થશે. બ્રિજના રિપેરિંગ કામ માટે અગાઉ 9 મહિનાનો સમય લાગવાનો અંદાજ હતો, પરંતુ હવે નવો બ્રિજ બનાવવાનો હોવાથી આ સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે.

હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવા પ્રોજેક્ટના કોસ્ટ, ટાઈમ, સંપૂર્ણ પ્રોજેક્ટ લાઈફ અને નવી ડિઝાઈન સહિતના તમામ ટેકનિકલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે લેવાયેલો આ નિર્ણય શહેરના ભવિષ્યના ટ્રાફિક વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વનો સાબિત થશે.

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here