Monday, August 3, 2026
HomeEntertainment18 જૂન: આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ: પિકનિકથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય છે

18 જૂન: આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ: પિકનિકથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય છે

Date:

Related stories

Zigly Pet કેરે અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડેની ત્રીજી...

સંપૂર્ણ ભારતમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેર સુધીની પહોંચને મજબૂત કરી...

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ.જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં...

લેખક :દીપક જગતાપ 3 ઓગસ્ટ :હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે(હૃદય પ્રત્યારોપણ દિવસ) ભારતમાં...

10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4...

લેખક :દીપક જગતાપ 10 કિમી વ્યાસ ધરાવતો અનેસૂર્યની આસપાસ દર...

Q2 માં સોનાના ભાવની તેજી ધીમી પડી હોવા છતાં...

India 2026 - વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના Q2 2026 ના...

18 જૂન આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ છે.આજના દિવસે વિશ્વભરમાં પ્રકૃતિ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે પિકનિક ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પ્રકૃતિની વચ્ચે, ખુલ્લી હવામાં પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા અને ભોજનનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પિકનિક દિવસનું ખાસ મહત્વ એ છે કે એનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. જળવાય છે.પિકનિક તમારા શરીર અને મનને નવી તાજગી અને સ્ફૂર્તિ ભરે છે. બાળકો તેમના દૈનિક કાર્યોથી હટીને કંઈક નવું કરવા. પ્રેરે કરે છે, પિકનિકનો એ સારો વિકલ્પ છે.આજની દોડભરી જીવનશૈલીમાં પિકનિક પરિવાર અને મિત્રો સાથે રિલેક્સ કરવાનો અને મજેદાર અનુભવો લાવવાનો સારો રસ્તો છે.એ ઉપરાંત પ્રકૃતિ સાથે જોડાણ થાય છે.વ્યસ્ત દિનચર્યામાં ભારતીયો પિકનિક પર નથી જઈ શકતા, તેથી આ દિવસ પ્રકૃતિની વચ્ચે જવાનું વધુ મહત્વ દર્શાવે છે. આ એક સરળ અને આનંદપ્રદ ઉજવણી છે જેમાં બ્લેન્કેટ પાથરીને, ટોપલીમાં ખાવાનું અને પીવાનું લઈને બહાર નીકળવાનું હોય છે.તે પ્રકૃતિ સાથે જોડાવા, તાજી હવા માણવા અને રોજિંદા જીવનની વ્યસ્તતાથી થોડો વિરામ લેવાની તક આપે છે વિશ્વભરમાં લોકો પાર્ક, બગીચા, સમુદ્રકિનારા કે પર્વતોમાં પિકનિકનું આયોજન કરે છે. પિકનિક શબ્દની ઉત્પત્તિ આ શબ્દ ફ્રેન્ચ ભાષા.માંથી આવ્યો છે, જેનો અર્થ છે “પ્રકૃતિની વચ્ચે બેસીને ખાનાપીન અથવા નાસ્તો કરવો”.આ ઉજવણીનો હેતુ પરિવાર અને મિત્રો સાથેસારો સમય વિતાવવો, ખુશીઓ સાજર કરવી અને દૈનિક બાંધછોડથી મુક્તિ મેળવવી મૂળમાં તે એવા સામાજિક સમારંભને કહેવાતું જ્યાં લોકો પોતાનું ખાવાનું અથવા વાઇન લાવતા. ફ્રેન્ચ ક્રાંતિ (૧૭૮૯) પછી રાજાશાહી બગીચાઓ જાહેર થયા અને સામાન્ય લોકો ત્યાં પિકનિક કરવા લાગ્યા. વિક્ટોરિયન યુગમાં તે વધુ લોકપ્રિય બન્યું અને યુરોપ તથા વિશ્વમાં ફેલાયું. આ એક “મેડ-અપ” અથવા અનફિસિયલ હોલિડે છે. તેના સર્જક વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ ૨૦૦૦ના દાયકાથી તેનો ઉલ્લેખ મળે છે. તેનો હેતુ માત્ર આનંદ અને પ્રકૃતિનો આનંદ માણવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનના સાદા આનંદો જેમ કે તાજી હવા, સારું ખાવાનું અને પ્રિયજનો સાથેનો સમય સૌથી મૂલ્યવાન છે. આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસના અવસરે વિશ્વભરમાં કેટલાક અદ્ભુત સ્થળો છે જ્યાં તમે પ્રકૃતિ, દૃશ્ય અને આરામનો આનંદ માણી શકો. અહીં કેટલાક ટોપ સ્થળોની યાદી છે. # સેન્ટ્રલ પાર્ક, ન્યૂયોર્ક, અમેરિકા: વિશ્વના સૌથી પ્રસિદ્ધ શહેરી પાર્કોમાંનું એક છે.Sheep Meadow અથવા અન્ય લોન પર પિકનિક કરો. આસપાસ વૃક્ષો, તળાવ અને સ્કાયલાઇનનું અદ્ભુત દૃશ્ય છે. # વિલા બોર્ગીઝ ગાર્ડન્સ, રોમ, ઇટાલી: રોમનું હૃદય ગણાય છે.૨૦૦ એકરમાં ફેલાયેલા આ બગીચામાં તળાવ, મૂર્તિઓ અને કેફે છે. પિકનિક સાથે સાંસ્કૃતિક અનુભવ થાય છે. #કિર્સ્ટનબોશ નેશનલ બોટેનિકલ ગાર્ડન, કેપટાઉન, સાઉથ આફ્રિકા: ટેબલ માઉન્ટેનની તળેટીમાં આવેલું.વિશ્વના સૌથી સુંદર બોટેનિકલ ગાર્ડનમાંનું એક છે જે સ્થાનિક વનસ્પતિઓ અને અદ્ભુત દૃશ્યો સાથે જોવા મળે છે. #હેમ્પસ્ટેડ હીથ, લંડન, યુકે: વન્ય અને ખુલ્લા મેદાનો આવેલા છે. Parliament Hill પરથી લંડન સ્કાયલાઇન જોતાં પિકનિક નો માહોલ રચાય છે શહેરી જીવનથી દૂર આરામદાયક જગ્યા છે. #બોબોલી ગાર્ડન્સ, ફ્લોરેન્સ, ઇટાલી: રેનેસાંસ કાળના બગીચા, મૂર્તિઓ અને છાયાદાર વિસ્તારોથી સભર જગ્યા છે.પિકનિક સાથે ઇતિહાસ અને કલાનો આનંદમાણી શકાય છે. #સિંગાપુર બોટેનિકલ ગાર્ડન્સ, સિંગાપુર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.ઓર્કિડ ગાર્ડન અને પામ વેલીમાં પિકનિક પોઇન્ટ છે.શહેરી વિસ્તારમાં પ્રકૃતિનું ઓએસિસ છે. #બાન્ફ નેશનલ પાર્ક, કેનેડા : આલ્પાઇન તળાવો, પર્વતો અને જંગલો વચ્ચે. સ્વિસ આલ્પ્સ જેવું લાગે છે. #પાંડવા બીચ, બાલી, ઇન્ડોનેશિયાં : નાટકીય ચૂનાના ખડકો, શાંત પાણી અને આરામદાયક વાતાવરણ છે. #અન્ય નોંધપાત્ર સ્થળો:
-ક્લિફ્સ ઓફ મોહેર, આયર્લેન્ડ : ડ્રામેટિક કોસ્ટલ વ્યૂ.વિક્ટોરિયા ફોલ્સ, ઝામ્બિયામાં નદી અને ધોધની નજીક.સેન્ટોરિની અથવા સિંક્વે ટેરે, ઇટાલી સમુદ્ર કિનારે આવેલું છે. ગ્રાન્ડ કેન્યોન અથવા યોસેમાઇટ, અમેરિકા અદ્ભુત પ્રકૃતિસ્થળ છે.અલ-અઝહર પાર્ક, કેરો, ઇજિપ્તમાં ઐતિહાસિક દૃશ્યો જોવા મળે છે. ભારતમાં પણ સરસ વિકલ્પો છે.કાશ્મીરની વેલી, હિમાચલના હિલ સ્ટેશન, ગોવાના બીચ, ઉદયપુરના લેકસાઇડ અથવા લદ્દાખના લેન્ડસ્કેપ જેવા સુંદર સ્થળો આવેલા છે. વિશ્વભરના વિવિધ દેશો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના નોર્ધન ટેરીટોરી દ્વારા આ દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ પરિવાર સાથે પ્રકૃતિની વચ્ચે (પાર્ક, બેઠક, નદીકાંઠે) જઈને પિકનિક માણવૉ જોઈએ.બહાર ખાનાપીન કરો, ગેમ્સ રમો, ફોટોગ્રાફી કરી શકાય.પરિવાર સાથે, પ્રકૃતિ સાથે એકાકાર થવાનું પીકનીક ઉત્તમ માધ્યમ છે.

Zigly Pet કેરે અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડેની ત્રીજી...

સંપૂર્ણ ભારતમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેર સુધીની પહોંચને મજબૂત કરી...

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ.જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં...

લેખક :દીપક જગતાપ 3 ઓગસ્ટ :હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે(હૃદય પ્રત્યારોપણ દિવસ) ભારતમાં...

10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4...

લેખક :દીપક જગતાપ 10 કિમી વ્યાસ ધરાવતો અનેસૂર્યની આસપાસ દર...

Q2 માં સોનાના ભાવની તેજી ધીમી પડી હોવા છતાં...

India 2026 - વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના Q2 2026 ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here