Friday, November 20, 2026
HomeGujaratSuratમુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા...

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંથી એક ગુજરાતના મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં EDએ બુધવારે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. EDની ટીમોએ દિલ્હીમાં પાંચ અલગ-અલગ સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લગભગ 21,000 કરોડની કિંમતના 3,000 કિલો ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક અને તેના દ્વારા થયેલી કમાણીના રોકાણને લઈને કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓને આ કેસમાં કેટલીક અત્યંત ચોંકાવનારી માહિતી મળી હતી, જેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડ્રગ્સની તસ્કરી દ્વારા કમાયેલા કાળા નાણાંને ક્યાં-ક્યાં વ્હાઈટ કરવામાં આવ્યા તેની ઇડી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય તપાસ એજન્સીને પૂરી શંકા છે કે ડ્રગ્સના આ ગેરકાયદે ધંધામાંથી થયેલી મોટી કમાણીને દિલ્હીના નામાંકિત નાઈટ ક્લબોમાં ઈનવેસ્ટ કરવામાં આવી હતી.
હરપ્રીત સિંહ તલવારના ઠેકાણા પર રેડ

EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે પાડવામાં આવેલા આ દરોડાનો મુખ્ય ફોકસ આ કેસ સાથે જોડાયેલા બે મોટા પાત્રો પર રહ્યો હતો. EDએ હરપ્રીત સિંહ તલવાર, શમ્સુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા પરિસરો પર દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આરોપી હરપ્રીત સિંહ તલવારની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર બહાર આવ્યો હતો.

શું છે 21 હજાર કરોડનો મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસ?

આ સમગ્ર મામલો ભારતીય ઈતિહાસમાં ડ્રગ્સના સૌથી મોટા જથ્થાની જપ્તી સાથે જોડાયેલો છે. ગુજરાતના મુંદ્રા પોર્ટ પર તપાસ એજન્સીઓએ એક મોટા ઓપરેશન હેઠળ અંદાજે 3,000 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ વિશાળ જથ્થાની કિંમત લગભગ 21,000 કરોડ આંકવામાં આવી હતી. NIAની સાથે-સાથે ED પણ મની લોન્ડરિંગના એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: 3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી

કોંગ્રેસે PM મોદી પર કર્યા હતા પ્રહાર

કોંગ્રેસે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાને લઈને ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મુંદ્રા પોર્ટ અને ગુજરાતના અન્ય બંદરો પરથી સતત મળી રહેલા ડ્રગ્સના મોટા જથ્થા અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતાને બદલે ‘ઈઝ ઓફ ડુઈંગ ડ્રગ બિઝનેસ’ ચાલી રહ્યું છે.’ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ત્રણ વારમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાયદો અને વ્યવસ્થાના આ રીતે લીરેલીરા ઉડવા છતાં વડાપ્રધાન આખરે ક્યાં સુધી ચૂપ રહેશે?’

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here