
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. જેની સત્તાવાર પુષ્ટિ ઈરાન દ્વારા 1 માર્ચ 2026ના રોજ કરવામાં આવી હતી.
9 જુલાઈના રોજ દફનવિધિ
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર 4 જુલાઈ 2026થી શરૂ થઈ રહ્યા છે. ઈરાન અમેરિકા સાથે ડીલ પર કરાર કર્યા પછી આ કાર્યક્રમને પોતાની શક્તિ અને ઈરાની સાર્વભૌમત્વના પ્રદર્શન તરીકે રજૂ કરી રહ્યું છે. 5 દિવસ પછી 9 જુલાઈ 2026ના રોજ ખામેનેઈને તેમના વતન મશહદમાં દફનાવવાની સાથે સમાપ્ત થશે. હવે યુદ્ધ સમાપ્ત થયા પછી આ તારીખ નક્કી થઈ છે. ઈરાન આ આયોજનને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારી કરી રહ્યું છે. તેહરાનમાં 4 અને 5 જુલાઈએ ખામેનેઈના દેહને જનતાના દર્શન માટે રાખવામાં આવશે.
4 થી 9 જુલાઈ સુધી ચાલશે અંતિમ સંસ્કાર કાર્યક્રમ
તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના સત્તાવાર નિવેદન મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ કુલ 6 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે.
4 થી 6 જુલાઈ: રાજધાની તેહરાનમાં 3 (ત્રણ) દિવસ સુધી સત્તાવાર અંતિમ સંસ્કાર વિધિ અને શોક સભા ચાલશે.
7 જુલાઈ: ઇરાનના પવિત્ર શહેર કોમ (Qom)માં વિશેષ ધાર્મિક વિધિ યોજાશે.
9 જુલાઈ: ખામેનેઈના વતન અને ઉત્તર-પૂર્વીય શહેર મશહદ (Mashhad)માં તેમને સત્તાવાર રીતે દફનાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ઇરાન અને વિશ્વભરમાંથી આશરે 20 મિલિયન (2 કરોડ) લોકો સામેલ થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ
અંતિમ સંસ્કારમાં કેમ થયો 4 મહિનાનો વિલંબ?
