અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરતાં માલસામાન ભાડા, યાત્રી, પાર્સલ અને ટિકિટ ચકાસણી સહિત વિવિધ બાબતોમાંથી કુલ ₹830 કરોડની આવક મેળવી છે.

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરતાં માલસામાન ભાડા, યાત્રી, પાર્સલ અને ટિકિટ ચકાસણી સહિત વિવિધ બાબતોમાંથી કુલ ₹830 કરોડની આવક મેળવી છે. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ, શ્રી વેદ પ્રકાશ એ આ સિદ્ધિ પર મંડળના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં તેમના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી છે.
૧. નાણાકીય તેમજ વાણિજ્યિક પ્રદર્શન
•માલસામાન ભાડાની આવક: ₹655 કરોડ, જે પાછલા વર્ષની ₹612 કરોડની સરખામણીમાં 7% વધુ છે.
•યાત્રી આવક: ₹164.75 કરોડ, જે પાછલા વર્ષની ₹149.50 કરોડની સરખામણીમાં લગભગ 10% વધુ છે.
•પાર્સલ આવક: ₹7 કરોડ, જે પાછલા વર્ષની ₹5.17 કરોડની સરખામણીમાં 35% વધુ છે.
•ટિકિટ ચકાસણી આવક: ₹3.25 કરોડ.
2. માલ પરિવહનમાં નવી સિદ્ધિઓ
•અમદાવાદ મંડળે નવી કોમોડિટી તેમજ નવા ગંતવ્ય સ્થાનોના પરિવહનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી.
•M/s Kutch Copper Limited દ્વારા કોપર સ્લેગની 7 રેક લોડ કરવામાં આવી, જેનાથી ₹3.56 કરોડની આવક પ્રાપ્ત થઈ.
•જીરાની 4 વેગનના આંશિક લોડિંગથી ₹4.72 લાખની આવક મેળવવામાં આવી.
•M/s Synergy Saurashtra Pvt. Ltd. દ્વારા ગાંધીધામથી મેટ કોકની એક રેક લોડ કરવામાં આવી, જેનાથી ₹71.70 લાખની આવક પ્રાપ્ત થઈ. આ ટ્રાફિક લગભગ 3.5 વર્ષ પછી રેલવેને પરત મળ્યો.
•M/s Krishana Phoschem Ltd. દ્વારા મુંદ્રા પોર્ટથી વિવિધ નવા ગંતવ્ય સ્થાનો માટે આયાત કરેલા ખાતરની 8 રેક લોડ કરવામાં આવી, જેનાથી ₹4.55 કરોડની આવક પ્રાપ્ત થઈ.
•M/s Khaitan Chemicals & Fertilizers Limited દ્વારા આયાત કરેલા ખાતરની 3 રેક લોડ કરીને ₹1.08 કરોડની આવક મેળવવામાં આવી.
•સ્ટીલ પાઇપ, ઔદ્યોગિક મીઠું, વાંસ પલ્પ અને સિમેન્ટના પરિવહનથી પણ મંડળને વધારાની આવક પ્રાપ્ત થઈ.
3. નવા ગ્રાહકોને રેલવે પરિવહન સાથે જોડવાની પહેલ
•M/s Birla Corporation Ltd. દ્વારા પેટ કોકની 2 રેક લોડ કરવામાં આવી, જેનાથી ₹2.16 કરોડની આવક પ્રાપ્ત થઈ.
•27 ઓક્ટોબર 2026ના રોજ GRFV ટર્મિનલથી પહેલીવાર M/s Simplot India ના ફ્રોઝન શાકભાજીઓથી ભરેલા 20 રેફ્રિજરેટેડ કન્ટેનરોની રેક લોડ કરવામાં આવી. આમાં 540.49 ટન માલનું પરિવહન કરવામાં આવ્યું, જેનાથી ₹2.36 લાખની આવક પ્રાપ્ત થઈ. આ રોડ પરિવહનથી રેલવે પરિવહન તરફ માલ સ્થાળાંતરિત કરવાની મહત્વપૂર્ણ પહેલ છે.
4. યાત્રી સેવાઓ તેમજ વિશેષ ટ્રેનોનું સંચાલન
•તહેવારોની સિઝનમાં યાત્રીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિનામાં 46 વિશેષ ટ્રેન ફેરાનું સંચાલન કરવામાં આવ્યું, જેનાથી લગભગ 58 હજાર યાત્રીઓને સુવિધા મળી તથા ₹5.28 કરોડની યાત્રી આવક મેળવવામાં આવી.
•30 ઓક્ટોબર 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા બેચરાજી–સાબરતી MEMU ટ્રેનની ઉદ્ઘાટન સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ ઉપરાંત, સાબરમતી–કાટોસણ રોડ MEMU ટ્રેનને 28 ઓક્ટોબરથી ચાંદખેડા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું.
5. ટિકિટ ચકાસણી અભિયાન
•વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ પર યાત્રા કરનારાઓ વિરુદ્ધ ઓક્ટોબર મહિનામાં સઘન ટિકિટ ચકાસણી અભિયાનો ચલાવવામાં આવ્યા. અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ, મહેસાણા, ભુજ, પાલનપુર અને વિરમગામ સહિત વિવિધ સ્ટેશનો પર ફોટ્રેસ, એમ્બુશ અને વિશેષ ફોટ્રેસ ચેક યોજવામાં આવ્યા.
•આ અભિયાનો દરમિયાન કુલ 4,166 અનિયમિત યાત્રાના કેસો પકડવામાં આવ્યા તથા ₹38.62 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત, એન્ટી-લિટરિંગના લગભગ 90 કેસોમાં ₹0.60 લાખ તથા એન્ટી-સ્મોકિંગના 11 કેસોમાં ₹0.22 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
6. પાર્સલ અને બિન-ભાડા આવક
•પાર્સલ સ્પેસની 2 મિલકતોના 3-વર્ષીય લીઝ કરારથી કુલ ₹11.13 કરોડની આવક પ્રાપ્ત થશે.
•અસારવા સ્ટેશન પર ડિજિટલ સ્ટોરેજ લોકરના સંચાલન અને જાળવણીનો 5-વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
•મણિનગર સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ તથા અમદાવાદ સ્ટેશનની 7 લિફ્ટ પર જાહેરાત પ્રદર્શનના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા.
•મંડળ રેલ પ્રબંધક કાર્યાલય સંકુલમાં મારુતિ સુઝુકી કારોના પ્રદર્શન મારફતે બિન-ભાડા આવક મેળવવામાં આવી.
7. અન્ય વાણિજ્યિક તેમજ યાત્રી સુવિધા સંબંધી પહેલ
•ખાખરેચી ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી આધુનિક માલ પરિવહન સુવિધાઓ અને રેલવે આવકને પ્રોત્સાહન મળશે. ભુજ સ્ટેશન પર પે એન્ડ પાર્ક સુવિધાનો 3-વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ ઉપરાંત, સ્થાનિક કારીગરો અને શિલ્પકારોને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ, પાલનપુર, પાટણ, મહેસાણા અને ગાંધીધામમાં કુલ 7 ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ (OSOP) સ્ટોલ ફાળવવામાં આવ્યા.
•ઓક્ટોબર મહિનામાં PRS ટિકિટોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 20.26% તથા UTS ટિકિટોમાં 37.34% રહ્યો.
•એક નોંધપાત્ર સિદ્ધિ રૂપે ઓક્ટોબર 2026માં રેલ મદદ હેઠળ યાત્રાઓ પાસેથી પ્રાપ્ત ઉત્તમ ફીડબેકના મામલામાં અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અમદાવાદ મંડળ યાત્રીઓને સુરક્ષિત અને અનુકૂળ રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા માલ પરિવહન અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ મારફતે આવક વધારો કરવા માટે સતત પ્રતિબદ્ધ છે.
