પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક કચેરીના પરિસરમાં શપથ ગ્રહણ સમારોહ તથા ‘Run for Unity’ (એકતા દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

શપથ ગ્રહણ સમારોહની અધ્યક્ષતા મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ કરી હતી. આ દરમિયાન તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા તેમજ દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન આપવા માટે શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં અપર મંડળ રેલવે પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંડળના અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળના જવાનો તેમજ સ્કાઉટ અને ગાઇડના સભ્યોની સહભાગિતા સાથે ‘Run for Unity’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એકતા દોડનો પ્રારંભ મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ લીલી ઝંડી બતાવીને કરાવ્યો હતો. આ આયોજન દ્વારા સહભાગીઓએ રાષ્ટ્રીય એકતા, પરસ્પર સૌહાર્દ અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો હેતુ કર્મચારીઓ અને સામાન્ય જનતામાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન અને તેમના આદર્શોનું સ્મરણ કરવાનો છે.કાર્યક્રમનું સફળ આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન અને નિર્દેશન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.આ આયોજન દ્વારા ભાવનગર મંડળે સરદાર વલ્લભભાઈ પટેલના સશક્ત, સંગઠિત અને એકજૂથ ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
