
28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38 પૉઇન્ટ મેળવ્યા હતા, જેમાં નીક ડી વ્રીસે એક પડકારજનક વેટ-ડ્રાય રેસ પછી ટોક્યો ઈ-પ્રિક્સમાં સિઝનની પોતાની બીજી જીત મેળવી હતી અને ફોર્મ્યુલા ઈ કારકિર્દીમાં છઠ્ઠો વિજય મેળવ્યો હતો. સાથે સાથે, તેમના સાથીદાર એડોઆર્ડો મોર્ટારાએ આ સિઝનમાં ચોથી વાર પોલ પોઝિશન હાંસલ કરીને રેકોર્ડની બરોબરી કરી હતી, પરંતુ પછી એક ઘટનાને કારણે તેમને રેસમાંથી બહાર થવાની ફરજ પડી હતી.
2025/26 FIA ફૉર્મ્યુલા E વર્લ્ડ ચેમ્પિયનશિપના 14મા અને 15મા રાઉન્ડમાં વીકેન્ડમાં વરસાદનું જોખમ રહ્યું હતું અને બદલાતા હવામાનને કારણે રવિવારે બીજી રેસમાં પરિણામોનો અંદાજ લગાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું.
બંને પ્રેક્ટિસ સેશનમાં ટૉપ પર રહ્યાં પછી એડોઆર્ડો મોર્ટારાએ શનિવારે વીકેન્ડની પ્રથમ રેસ બીજા સ્થાનેથી શરૂ કરી હતી, પરંતુ રેસનો મોટા ભાગનો સમય પોડિયમની દોડમાં રહેવા છતાં છેવટે પાંચમું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ, ડી વ્રીસ પહેલા લેપમાં ટાયર પંક્ચર થવાથી પાછળ પડી ગયા અને પછી 17મા સ્થાને રેસ પૂર્ણ કરી હતી.
મોર્ટારાની શાનદાર વન-લેપ પેસ રવિવારે એક વાર ફરી જોવા મળી હતી. તેમણે ડ્યુઅલ્સ સ્ટેજમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં દા કોસ્ટાને 6/10 સેકન્ડથી હરાવીને આ વર્ષે ચોથી વાર પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. સાથે સાથે, તેમણે એક જ સિઝનમાં સૌથી વધુ ફૉર્મ્યુલા E પોલ પોઝિશનના રેકોર્ડની બરોબરી કરી હતી તથા પોતાના માટે અને પોતાની ટીમ માટે નવો રેકોર્ડ કર્યો હતો. ડી વ્રીસ પણ ડ્યુઅલ્સ સુધી પહોંચ્યા હતા અને વીકેન્ડની બીજી રેસ માટે ગ્રિડ પર પાંચમા સ્થાનથી શરૂઆત કરી હતી.
રેસ સેફ્ટી કારની પાછળ શરૂ થઈ હતી, જેમાં ડ્રાઇવરોએ ભીના ટ્રેક પર પ્રારંભિક લેપ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં જ મોર્ટારાએ પોતાની લીડ જાળવી રાખી હતી અને આગળ નીકળી ગયા હતા, તો ડી વ્રીસ શરૂઆતમાં જ સાતમા સ્થાને સરકી ગયા હતા.
બીજા સ્થાન પર દા કોસ્ટાએ લેપ 3માં જ એટેક મોડ અપનાવ્યો હતો અને ઝડપથી મોર્ટારાને પાછળ છોડીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું. દરમિયાન ડી વ્રીસ વધારે પાછળ સરકી ગયા હતા. તેઓ મુશ્કેલ સંજોગો અને શુષ્ક ટ્રેક માટે પસંદ કરેલા ટાયર પ્રેશર સામે સંઘર્ષ કરી રહ્યાં હતાં.
લેપ 14માં મોર્ટારાએ પોતાના પ્રથમ એટેક મોડનો ઉપયોગ કર્યો હતો, જેથી તેઓ દા કોસ્ટાની એક સેકન્ડની અંદર આવી ગયા હતા, પરંતુ તેઓ ઓવરટેક કરવાનો પ્રયાસ કરે એ અગાઉ જ ફૂલ કૉર્સ યેલ્લોને કારણે રેસ ન્યૂટ્રલાઇઝ થઈ ગઈ હતી.
રેસ ફરી શરૂ થવાની સાથે મોર્ટારા નજીક તો હતા, પરંતુ લીડ માટે આગળ ન નીકળી શક્યા અને ટાયર પ્રેશર એક મહત્વપૂર્ણ કાર હોવાથી રેસમાં પાછળ સરકતા ગયા હતા. પાછળ ડી વ્રીસે પણ એટેક મોડ અગાઉ બે મિનિટનો ઉપયોગ કરીને છઠ્ઠું સ્થાન હાંસલ કરી લીધું હતું.
પછી લેપ 26 પર ડી વ્રીસ માટે પોતાના એટેક મોડની બચેલી છ મિનિટનો ઉપયોગ કરવાનો સમય આવ્યો હતો. તેમણે એનો ઉપયોગ કરીને આગળના ડ્રાઇવરોને પાછળ રાખી દીધા હતા અને લીડ મેળવી લીધી હતી. દરમિયાન મોર્ટારા 10મા સ્થાને સરકી ગયા હતા અને તેમણે પોતાનો બીજો એટેક મોડ એક્ટિવેટ કર્યો હતો.
અંતિમ લેપમાં મોર્ટારા એકથી વધારે કાર વચ્ચે અકસ્માતમાં ફસાઈ ગયા હતા, જેથી તેમની રેસનો અંત આવી ગયો હતો અને રેડ ફ્લેગ જોવા મળ્યું હતું.
આ રીતે ડી વ્રીસને ચેકર્ડ ફ્લેગ સુધી એક લેપની રેસમાં નિક કેસિડી અને જેક ડેનિસની જોડીનો સામનો કરવો પડ્યો હતો. ડચ ડ્રાઇવરે એવું જ કર્યું હતું. બદલાતા સ્થિતિસંજોગોમાં શ્રેષ્ઠ ડ્રાઇવિંગ કરીને તેમણે ટોક્યોમાં જીત મેળવી હતી, જે આ સિઝનમાં તેમની બીજી હતી. 2017/18 પછી પહેલી વાર મહિન્દ્રા રેસિંગે એક જ સિઝનમાં એકથી વધારે જીત મેળવી હતી.
જીત બદલ પ્રાપ્ત 25 પૉઇન્ટને કારણે ડી વ્રીસ ડ્રાઇવિંગ સ્ટેન્ડિંગમાં નવમા સ્થાને પહોંચી ગયા હતા, તો તેમના સાથીદાર મોર્ટારા પાંચમા સ્થાને જ રહ્યાં છે. ટીમ સ્ટેન્ડિંગમાં મહિન્દ્રા રેસિંગ 210 પૉઇન્ટ સાથે ટોક્યોથી પરત ફરી હતી. સિઝનની અંતિમ બંને રેસમાં પ્રથમ અને ત્રીજા સ્થાન પર એન્ડ્રેટીથી ફક્ત એક પૉઇન્ટ પાછળ છે.
Rounds 16 & 17 of the 2025/26 FIA ફૉર્મ્યુલા E વર્લ્ડ ચેમ્પિયનશિપના 16મો અને 17મો રાઉન્ડ લંડનમાં 15/16 ઓગસ્ટે યોજાશે.
મહિન્દ્રા માટે જીતની ઉજવણી કરીને નિક ડી વ્રીસે કહ્યું હતું : “આજે અમે થોડા નસીબદાર હતા. અમે શુષ્ક ટ્રેકના હિસાબે વ્યૂહરચના બનાવી હતી અને પછી ખબર પડી કે આ અમારા લાભમાં રહી. અમારી શરૂઆત ખરાબ થઈ હતી, પરંતુ મને લાગે છે કે, રેસની શરૂઆતમાં ઊર્જા બચાવવા બહુ જરૂરી હતી, કારણ કે ટ્રેક શુષ્ક થયા પછી એની જરૂર હતી.
“અમને છેલ્લે રેડ ફ્લેગને કારણે પણ નસીબનો થોડો સાથ મળ્યો, કારણ કે જેક (ડેનિસ) એટેક મોડમાં ઝડપથી આગળ વધતો હતો. હું બહુ ખુશ છું અને મારી ટીમ પર ગર્વ છે, જેણે શાનદાર રેસ કરીને અમને સિઝનની બીજી જીતની ભેટ ધરી છે.”
એક આશાસ્પદ વીકેન્ડ પછી એડોઆર્ડો મોર્ટારાએ કહ્યું હતું : “જે દિવસે અમે આટલું સારું પ્રદર્શન કર્યું, એ જ દિવસે પરિણામ નિરાશાજનક છે. જ્યારે તમે પોલ પોઝિશનમાં શરૂઆત કરો છો અને ટ્રેક સંપૂર્ણપણે ભીનો હોય છે, ત્યારે જોખમ લેવાની ગુંજાશ બહુ ઓછી હોય છે.
“મેં વેટ સેટ-અપની સાથે શરૂઆત કરી હતી અને એ ઉચિત નિર્ણય હતો. પણ કમનસીબે અમે અલગ-અલગ વ્યૂહરચના અપનાવી હતી અને નિક (ડી વ્રીસ) માટે બહુ લાભદાયક રહી. એટલે હું ટીમ માટે ખુશ છું.”
મહિન્દ્રા માટે આ ખાસ પરિણામ પર ટીમ પ્રિન્સિપલ અને CEO ફ્રેડરિક બર્ટ્રાન્ડે ઉમેર્યું હતું : “સૌપ્રથમ એક પડકારજનક વીકેન્ડમાં ટીમ માટે આ શાનદાર પરિણામ મળ્યું હતું. અમારા બંને ડ્રાઇવરોએ એક લેપમાં કમાલની સ્પીડ દાખવી હતી, ખાસ કરીને એડોઆર્ડો (મોર્ટારા)એ કાલે P2 અને આજે પોલ પોઝિશન મેળવી હતી. સાથે સાથે, નિકે આજે ગ્રિડ પર P5 હાંસલ કર્યું હતું. એના પરથી ખબર પડે છે કે, ક્વાલિફાઇંગ મામલે અમે હાલ સૌથી વધારે સ્પર્ધાત્મક છીએ.
“આ વીકેન્ડ સ્ટ્રેટેજી અને એનર્જી મેનેજમેન્ટ એમ બંને માટે પડકારજનક હતો. એડોઆર્ડોએ કાલે સેબેસ્ટિયન બુએમી સાથે એક મુશ્કેલ રેસ પછી પાંચમી પોઝિશન હાંસલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આજે સેટ-અપ મુદ્દે થોડું જોખમ લીધું હતું, પરંતુ નિકે શાનદાર ડ્રાઇવિંગ કરીને સિઝનની પોતાની બીજી જીત મેળવી હતી, જેથી ટીમ ચેમ્પિયનશિપમાં અમારા પર ખરેખર મોટી અસર થઈ હતી.”
