
ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા પંચાયતોમાં 120 ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ સુધી પહોંચ્યું
24 ઓગસ્ટ, 2026 : વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક 2026 અંતર્ગત શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને પશ્ચિમ બંગાળમાં માતા અને બાળકનાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવા એક અભિયાન હાથ ધર્યું હતું, જેનો ઉદ્દેશ સ્તનપાનની ઉચિત રીતોને પ્રોત્સાહન આપવાનો તથા માતાઓ અને બાળકોની સ્વસ્થ સુખાકારીની શરૂઆતમાં મદદરૂપ થવાનો હતો.
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ (ICDS) સેન્ટરો સાથે જોડાણમાં આયોજિત આ પહેલ બહાદુરપુર અને હિઝલગોરા પંચાયતોમાં 120 ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ સુધી પહોંચી હતી, જેમાં સ્તનપાન વિશે જાગૃતિ, માતાનાં સ્વાસ્થ્ય અને બાળકના પોષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં માતાઓ, હેલ્થકેર વર્કરો અને સમુદાયના સભ્યોને એકમંચ પર લાવીને સંવાદસત્રોનું આયોજન થયું હતું. તેમનો ઉદ્દેશ બાળકોના વિકાસના પ્રાથમિક ગાળામાં સ્તનપાનનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનો હતો. આ સંવાદમાં માતાના પોષણ, બીમારીઓથી બચાવ તથા માતા અને બાળકો એમ બંનેનાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પરિવારના સહયોગની ભૂમિકા પર પણ ચર્ચા થઈ હતી.
જાગૃતિ ઘણી વાર સ્વસ્થ સમુદાયોની દિશામાં પ્રથમ પગલું છે એનો સ્વીકાર કરીને આ પ્રોગ્રામે નિખાલસ સંવાદ અને જાણકારી વહેંચવા પ્રોત્સાહન આપ્યું હતું, સહભાગીઓને ફક્ત સ્તનપાન અને બાળકને ઉચિત પોષણના ફાયદા સારી રીતે સમજાવ્યા હતા. આ પહેલમાં ગર્ભાવસ્થા અને માતૃત્વના પ્રાથમિક ગાળામાં માતાઓ માટે એક જોડાણનું વાતાવરણ ઊભું કરવાનું મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ અભિયાન શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશનની સામુદાયિક હેલ્થકેર અને સુખાકારી પ્રત્યેની બહોળી કટિબદ્ધતાનો ભાગ છે. પોતાના હેલ્થકેર પ્રોગ્રામ્સ મારફતે ફાઉન્ડેશન હેલ્થ જાગૃતિ વધારવા, જરૂરી હેલ્થ સેવાઓ સુધી પહોંચ વધારવા અને ગ્રામીણ સમુદાયોમાં જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા ઊભી કરવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.
સાચી જાણકારી સાથે માતાઓને સક્ષમ બનાવવાથી માતા અને બાળકો બંનેનાં સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી અસર પડી શકે છે અને તેનાથી સ્વસ્થ પરિવાર અને સમુદાયનું સર્જન કરવામાં મદદ મળે છે. આ પ્રકારના પ્રોગ્રામ મારફતે શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશન કમ્યુનિટી હેલ્થને સુધારવા અને પોતાનાં કામકાજના વિસ્તારમાં માતાઓ અને બાળકોની ભલાઈને ટેકો આપવા કટિબદ્ધ છે.
