Tuesday, October 6, 2026
Homeawarenessવિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ: હિંદુ મહિલાએ મુસ્લિમ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ: હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને કિડની દાન કરી, જ્યારે મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની આપી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ; તબીબી ઉત્કૃષ્ટતા સાથે કોમી એકતા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ

અમદાવાદ, 13 ઓગસ્ટ 2026: સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદે સફળતાપૂર્વક તેનું પ્રથમ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરીને અંતિમ અવસ્થાની કિડની બીમારીથી પીડિત દર્દીઓને નવી જિંદગી આપી છે. વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ)ના અવસરે આ ઘટના માનવતા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો શક્તિશાળી સંદેશ આપે છે.

આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને પોતાની કિડની દાન કરી. આ અસાધારણ કિડની વિનિમય માત્ર તબીબી સિદ્ધિ જ નહીં પરંતુ ધર્મથી ઉપર ઉઠીને માનવજીવન બચાવવાની ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારોને સંપૂર્ણ માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. તમામ પાસાઓ સમજીને બંને પરિવારો આ અનોખા કિડની સ્વેપ માટે સંમત થયા હતા.

9 જુલાઈ, 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ પ્રક્રિયા માટે અત્યંત સુનિયોજિત આયોજન, સચોટ સંકલન અને બહુવિધ વિશેષજ્ઞોની ટીમવર્કની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડૉ. સોનલ દલાલ, ડૉ. જાવેદ વકીલ, ડૉ. કેતન શુક્લા, ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. ભાવિન મહેતાલિયા દ્વારા, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી રાહિલ શાહના સંકલન અને સહયોગથી આ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સીરમ ક્રિએટિનિનનું સ્તર અનુક્રમે 1.26 mg/dL અને 1.30 mg/dL હતું, જે કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 18 જુલાઈ, 2026ના રોજ તમામ દર્દીઓ અને દાતાઓને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિ અંગે વાત કરતાં ડૉ. સુધીર મોરાડ, ક્લિનિકલ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ, જણાવ્યું હતું “આ સિદ્ધિ માત્ર એક જટિલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાની સફળતા નથી, પરંતુ તેનાથી ઘણું વધારે છે. જ્યારે કોઈ દાતા તબીબી અસંગતતાના કારણે પોતાના સ્વજનને સીધી કિડની આપી શકતો નથી ત્યારે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને જીવનની બીજી તક આપે છે. આ સમગ્ર પ્રક્રિયાને ખાસ બનાવે છે દાતાઓ અને તેમના પરિવારજનો દ્વારા દર્શાવવામાં આવેલી કરુણા, વિશ્વાસ અને સામાજિક સમરસતાની ભાવના. અદ્યતન તબીબી કુશળતા, વિવિધ નિષ્ણાતોની ટીમ અને માનવતાભર્યા અભિગમ દ્વારા વધુને વધુ દર્દીઓને સ્વસ્થ જીવન તરફ આગળ વધારવામાં અમને ગર્વ છે.”

આ અનોખો કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માત્ર તબીબી ક્ષેત્રની સફળતા નથી, પરંતુ તે સમાજને એક શક્તિશાળી સંદેશ પણ આપે છે કે માનવતા, કરુણા અને જીવન બચાવવાની ઇચ્છા ધર્મથી ઉપર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here