Tuesday, August 25, 2026
HomeBusinessમોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ બિલીફ લિમિટેડનો આઈપીઓ...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ બિલીફ લિમિટેડનો આઈપીઓ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...
  • રેઝ ઓફ બિલીફ લિમિટેડ (‘મોમ્સ બિલીફ’) ના 10ની મૂળ કિંમત ધરાવતા દરેક ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ 227થી 239 નક્કી કરવામાં આવી છે.
  • મોમ્સ બિલીફ એ ભારતીય સ્ટોક એક્સચેન્જના મેઈનબોર્ડ પર લિસ્ટ થનારી દેશની પ્રથમ ફોર-પ્રોફિટ સોશિયલ એન્ટરપ્રાઈઝ બનવા જઈ રહી છે.
  • એન્કર ઈન્વેસ્ટર બિડિંગ તારીખ: સોમવાર, 31 ઓગસ્ટ, 2026
  • આઈપીઓ ખુલવાની અને બંધ થવાની: મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026 અને ગુરૂવાર, 3 સપ્ટેમ્બર, 2026.
  • રૂ. 10ની મૂળ કિંમત ધરાવતાં ન્યૂનતમ 62 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 62ના ગુણાંકમાં અરજી કરી શકાશે.
  • રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) લિંક: https://www.sebi.gov.in/filings/public-issues/aug-2026/rays-of-belief-limited-rhp_103782.html

અમદાવાદ, 25 ઓગસ્ટ 2026: મોમ્સ બીલિફ બ્રાન્ડ હેઠળ કાર્યરત રેઝ ઓફ બિલીફ લિમિટેડ, તેના ₹10ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શેરનો આઈપીઓ (ઈસ્યુ) મંગળવાર, 1 સપ્ટેમ્બર 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ ધરાવે છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ બીડ/આઈપીઓ ખુલવાના એક વર્કિંગ ડે અગાઉ એટલે કે સોમવાર, 31 ઓગસ્ટ 2026 છે. આ આઈપીઓ ગુરૂવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે.

રેઝ ઓફ બિલીફ (‘મોમ્સ બિલીફ’) એ એક ફોર-પ્રોફિટ સોશિયલ એન્ટરપ્રાઈઝ છે, જે ઓટિઝમ (ASD), એડીએચડી (ADHD), ડાઉન સિન્ડ્રોમ (DS), સેરેબ્રલ પાલ્સી (CP), ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી (ID), લર્નિંગ ડિસેબિલિટીઝ (LD) અને ગ્લોબલ ડેવલપમેન્ટલ ડિલે (GDD) જેવી ચેતાતંત્ર સંબંધિત પરિસ્થિતિઓ (NDDs)થી ગ્રસ્ત બાળકો માટે વ્યક્તિગત સારવાર અને સંભાળની યોજનાઓ ઉપલબ્ધ બનાવે છે. કેન્દ્રોની સંખ્યાના આધારે, 31 માર્ચ 2026 સુધીમાં તે NDDની સમસ્યાગ્રસ્ત બાળકોને સેવા પૂરી પાડવા માટે ભારતમાં પ્રથમ (1લા) ક્રમે, અને બિહેવિયરલ હેલ્થ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લિસ્ટેડ કંપનીઓમાં સાતમાં (7માં) ક્રમે આવે છે. નિતીન બિંડલિશ અને કાર્વિંગ ફ્યુચર્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના પ્રોમોટર્સ છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)

કંપનીની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બિહેવિયરલ હેલ્થ ક્ષેત્રે જાગૃતિની કમી, સારવારની અપ્રાપ્યતા, નીચી ગુણવત્તા અને સારવારના ખર્ચની સમસ્યાઓ જેવા NDDs સાથે સંકળાયેલાં મુખ્ય અવરોધોનો ઉકેલ લાવવાનો છે.

2018માં કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં કંપનીએ 58,000થી વધુ બાળકોને સેવાઓ ઉપલબ્ધ બનાવી છે. 31 માર્ચ 2026 સુધીમાં, 2,500થી વધુ બાળકો તેના કેન્દ્રો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ઉપલબ્ધ બનાવાતી વિવિધ ઇન્ટરવેન્શન યોજનાઓનો સક્રિય રીતે લાભ લઈ રહ્યાં હતાં. કંપનીની મલ્ટિડિસિપ્લિનરી ક્લિનિકલ ટીમમાં 3340 ફૂલ ટાઈમ  ક્લિનિકલ પ્રોફેશનલ્સ સામેલ છે, જેમાં બાળ અને કિશોર સાઈકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, સ્પીચ-લેંગ્વેજ પેથોલોજિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર, બિહેવિયર થેરેપિસ્ટ અને અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીમાં 80થી વધુ ક્લિનિકલ ઓપરેશન્સ સ્ટાફ, અને હેડક્વાર્ટર અને સપોર્ટ સ્ટાફ કાર્યરત છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)

31 માર્ચ 2026ના રોજ, મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 57 શહેરોમાં કુલ 136 કેન્દ્રો કાર્યરત હતા. આ નેટવર્કમાં પ્રથમ શ્રેણીના શહેરોમાં 42, દ્વિતીય શ્રેણીના શહેરોમાં 77 અને તૃતિય શ્રેણીના શહેરોમાં 17 કેન્દ્રો સામેલ છે. કંપનીનું મુખ્ય ધ્યાન અને કામગીરી મોટાભાગે દ્વિતીય શ્રેણીના શહેરો પર કેન્દ્રિત છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)

કંપનીના પ્રોમોટર્સ પૈકીના એક, કાર્વિંગ ફ્યુચર્સ પીટીઈ લિમિટેડે લીગો ફાઉન્ડેશન  સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ફેમિલી સપોર્ટ પ્લાન (FSP), પ્લે ઈન્ક્લુઝન પહેલ તથા ભારત, દુબઈ અને યુએઈ  સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીના કારોબારનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ બે વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે, લીગો ફાઉન્ડેશને ઉક્ત પ્રમોટરને 2.02 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ આપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ ન્યુરોડાઇવર્જન્ટ બાળકોના પરિવારોને સાધનો, જ્ઞાન અને મદદ પૂરી પાડવા માટે થઈ રહ્યો છે, જેમાં થેરાપ્યુટિક ડેવલપમેન્ટલ લીગો-ઈન્ટિગ્રેટેડ કિટ્સ અને રમતા રમતા શીખવાના  સિદ્ધાંતોનો ઉપયોગ સામેલ છે.

ઈસ્યુમાંથી મળનારી ચોખ્ખી આવકનો અમુક હિસ્સાનો ઉપયોગ કંપની ભારતભરમાં તેના કેન્દ્રોના નેટવર્કનું વિસ્તરણ કરવા માટે કરવા માંગે છે. નાણાકીય વર્ષ 2027થી 2029 વચ્ચે, કંપની પ્રથમ શ્રેણીના શહેરોમાં 128 નવા કેન્દ્રો, દ્વિતીય શ્રેણીના શહેરોમાં 121 નવા કેન્દ્રો અને તૃતિય શ્રેણીના શહેરોમાં નવા 70 કેન્દ્રો સ્થાપવાની યોજના ધરાવે છે, જેનું ફંડિંગ આઈપીઓમાંથી મળનારી ચોખ્ખી આવક દ્વારા કરવામાં આવશે.

બાળકો અને તેમના પરિવાર સુધી સ્પેશિયલાઇઝ્ડ કેર સર્વિસિસ પહોંચાડવાના મુખ્ય લક્ષ્ય સાથે, ટૂંક સમયમાં મોમ્સ બિલીફ ભારતીય સ્ટોક એક્સચેન્જના મેઈનબોર્ડ પર લિસ્ટિંગ મેળવનારી દેશની પ્રથમ નફાલક્ષી સામાજિક સંસ્થા બનવાની સિદ્ધિ હાંસલ કરશે.

આ ઈશ્યૂ માટે રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 227થી રૂ. 239 નિર્ધારીત કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછાં 62 ઈક્વિટી શેર માટે અને તે પછી 62 શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે. આ ઈશ્યૂ હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા 52,30,000 સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે. રૂ. 227ની ફ્લોર પ્રાઈસે ઈશ્યૂનું કદ રૂ. 118.72 કરોડ અને રૂ. 239ની કેપ પ્રાઈસે તેનું કદ રૂ. 125.00 કરોડ થાય છે.

આ ઈશ્યૂ સેબી ICDRના નિયમોના નિયમ 6(2) અનુસાર બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે લવાઈ રહ્યો છે. જેમાં ઈશ્યૂના ઓછામાં ઓછા 75% શેર્સ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIBs) માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જોકે, કંપની બુક રનિંગ લીડ મેનેજર સાથે સલાહ-મસલત કરીને QIB હિસ્સાના 60% સુધીના શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે. સેબી ICDR નિયમો અનુસાર બુક રનિંગ લીડ મેનેજર સાથેની ચર્ચા બાદ કંપની પોતાના વિવેકાધિકારના આધારે આ ફાળવણી નક્કી કરશે, જેમાંથી 40% હિસ્સો નીચે મુજબ ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે:  એન્કર ઈન્વેસ્ટર માટે નક્કી કરેલી કિંમત કે તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ મળવાને અધિન (i) 33.33% હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અને (ii) 6.67% હિસ્સો લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ તેમજ પેન્શન ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જો એન્કર ઈન્વેસ્ટર પોર્શનમાં ઓછું સબસ્ક્રિપ્શન થાય અથવા ફાળવણી ન થાય, તો બાકીના ઈક્વિટી શેર્સને નેટ QIB પોર્શનમાં ઉમેરી દેવામાં આવશે. આ ઉપરાંત, ઈશ્યૂ પ્રાઈસ કે તેથી વધુ કિંમતે બિડ મળે તો નેટ QIB પોર્શનના 5% ફક્ત મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, અને બાકીનો નેટ QIB પોર્શન મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIBs ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, કુલ ઈશ્યૂના 15%થી વધુ નહીં એટલો હિસ્સો નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) (નોન-ઈન્સ્ટિટ્યૂશનલ કેટેગરી અથવા નોન-ઈન્સ્ટિટ્યૂશનલ પોર્શન) માટે ઉપલબ્ધ રહેશે. આ NII કેટેગરીમાંથી એક-તૃતીયાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની અરજી કરનારા રોકાણકારો માટે તેમજ બાકીનો બે-તૃતીયાંશ  હિસ્સો રૂ. 10,00,000થી વધુની અરજી કરનારા રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે. જો આ બેમાંથી કોઈ એક સબ-કેટેગરીમાં અન્ડરસબસ્ક્રિપ્શન થાય, તો સેબી ICDR નિયમો અનુસાર તે વધેલા શેર્સ બીજી સબ-કેટેગરીના રોકાણકારોને ફાળવી શકાશે, શરત એ છે કે ઈશ્યૂ પ્રાઈસ કે તેનાથી વધુ ભાવે માન્ય બિડ્સ મળેલી હોવી જોઈએ. આ ઉપરાંત, સેબી ICDR નિયમો અનુસાર, ઈશ્યૂ પ્રાઈસ કે તેથી વધુ ભાવે માન્ય બિડ્સ મળવાને આધીન કુલ ઈશ્યૂના 10%થી વધુ નહીં એટલો હિસ્સો રિટેલ ઈન્ડિવિઝ્યુઅલ ઈન્વેસ્ટર્સ (રિટેલ કેટેગરી અથવા રિટેલ પોર્શન) માટે ફાળવણી અર્થે ઉપલબ્ધ રહેશે. એન્કર ઈન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સે આ ઈશ્યૂમાં માત્ર ‘એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ’ (ASBA) પ્રોસેસ દ્વારા જ ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે અને તેમણે પોતાના બેંક ખાતાની વિગતો (UPI બિડર્સના કિસ્સામાં UPI ID સહિત) પૂરી પાડવાની રહેશે, જેમાં સેલ્ફ સર્ટિફાઈડ સિંડિકેટ બેંક્સ (SCSBs) અથવા સ્પોન્સર બેંક દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઈન્વેસ્ટર્સને એન્કર પોર્શનમાં ASBA પ્રોસેસ દ્વારા ભાગ લેવાની મંજૂરી નથી. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી ICDR નિયમોના પ્રકરણ IIA હેઠળ સેબી અને સ્ટોક એક્સચેન્જો સમક્ષ સબમિટ કરવામાં આવ્યું છે.

વધુમાં, સેબી ICDRના નિયમોમાં દર્શાવ્યા મુજબ, શેર એલોટમેન્ટની તારીખથી છ મહિનાના સમયગાળા માટે અથવા લાગુ કાયદા હેઠળ નિર્ધારિત અન્ય કોઈપણ સમયગાળા માટે અમારી કંપનીની ઈશ્યૂ પહેલાંની તમામ ઈક્વિટી શેર મૂડી ‘લોક-ઈન’ પીરિયડ હેઠળ રહેશે. જોકે, નીચે મુજબના શેર્સ માટે આ નિયમમાંથી મુક્તિ રહેશે: (i) વર્તમાન અથવા ભૂતપૂર્વ પાત્ર કર્મચારીઓ દ્વારા એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કીમ હેઠળ ઓપ્શન્સનો ઉપયોગ કરીને મેળવવામાં આવેલા ઈક્વિટી શેર્સ; (ii) આ ઈશ્યૂ  અંતર્ગત ફાળવવામાં આવેલા ઈક્વિટી શેર્સ; અને (iii) VCFs, કેટેગરી I AIF, કેટેગરી II AIF અથવા FVCI દ્વારા હાંસલ કરાયેલા ઈક્વિટી શેર્સ (સેબી ICDRના નિયમોના નિયમ 17માં નક્કી કરાયેલી અમુક શરતોને આધીન), શરત એ છે કે આવા ઈક્વિટી શેર્સ તેમની ખરીદીની તારીખથી ઓછામાં ઓછા છ મહિના માટે ‘લોક-ઈન’ રહેશે.

મેફકોમ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઈશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે. કંપનીના ઈક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ સ્ટોક એક્સચેન્જના મેઈન બોર્ડ પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here