Tuesday, September 15, 2026
HomeBusinessઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250 કરોડ બેઝ ઇશ્યૂ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250 કરોડ બેઝ ઇશ્યૂ + રૂ. 250 કરોડ ગ્રીનશૂ) 704 ટકા ઓવરસબસ્ક્રાઇબ થયો, રૂ. 1,759 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ 18 ઓગસ્ટ, 2026ના રોજ માત્ર ચાર કલાકમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો
• રૂ. 1,759 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું, જે બેઝ ઇશ્યૂ સાઇઝના 704 ટકા છે અને 20 ઓગસ્ટ, 2026ના રોજ વહેલો બંધ કરાયો
• રૂ. 250 કરોડના બેઝ ઇશ્યૂ સાથે ગ્રીન શૂ વિકલ્પ તરીકે રૂ. 250 કરોડનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખતા ઇશ્યૂનું કુલ કદ રૂ. 500 કરોડ
• એનસીડી વાર્ષિક 9.38 ટકાથી 12.25 ટકા સુધીની અસરકારક ઉપજ ધરાવે છે અને બીએસઇ ઉપર લિસ્ટ થવાન દરખાસ્ત છે

મુંબઇ, 25 ઓગસ્ટ, 2026: ઇન્ડેલ મની લિમિટેડના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ અને રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં રૂ. 500 કરોડ સુધીનો સમગ્ર ઇશ્યૂ, રૂ. 250 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સહિત, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખૂલ્યાના ચાર કલાકમાં સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો છે. આ ઇશ્યૂ બેઝ સાઇઝ રૂ. 250 કરોડ અને રૂ. 250 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે 20 ઓગસ્ટ, 2026ના રોજ પ્રી-ક્લોઝ થયો હતો, જે તેની ક્લોઝિંગ તારીખથી પહેલાં છે. કંપનીએ રૂ. 1,759 કરોડ સુધીની બીડ મેળવી છે, જે બેઝ ઇશ્યૂ સાઇઝના 704 ટકા છે.

પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા એનસીડી વાર્ષિક 12.25 ટકા સુધીની અસરકારક વળતર ધરાવે છે અને બીએસઇ લિમિટેડ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે. એનસીડીને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ‘IND A-/Stable’ રેટિંગ અપાયું છે.

ઇન્ડેલ મનીના હોલ ટાઇમ ડિરેક્ટર ઉમેશ મોહનને જણાવ્યું હતું કે, ઇશ્યૂને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ઇન્ડેલ મની અને અમારી વૃદ્ધિ રણનીતિમાં રોકાણકારોનો વિશ્વાસ સૂચવે છે. મહત્વપૂર્ણ છે કે માત્ર ચાર જ કલાકમાં રૂ. 500 કરોડનો ઇશ્યૂ સબસ્ક્રાઇબ થઇ ગયો હતો, જે બાદ કુલ રૂ. 1,759 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું છે, જે ખરા અર્થમાં પ્રોત્સાહક છે. અમે અમારી ધિરાણ ફ્રેન્ચાઇઝીનું વિસ્તરણ કરી રહ્યા છીએ તેમ તેમ રોકાણકારોનો મજબૂત પ્રતિભાવ મુખ્યત્વે ભારતના ગ્રામીણ ભાગોમાં વ્યક્તિઓ અને વ્યવસાયોની ઉભરતી ઋણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મૂડીના વૈવિધ્યસભર સ્ત્રોતોને એક્સેસ કરવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે. ઇશ્યૂમાંથી મળેલી રકમ ઇન્ડેલની કેપિટલની સ્થિતિને મજબૂત કરશે તથા અમારી આગળની ધિરાણ પ્રવૃત્તિઓ, પુનર્ધિરાણ અને ડેટ સર્વિસિંગની જરૂરિયાતોને ટેકો આપશે તેમજ અમને અમારા લાંબાગાળાના વિકાસ ઉદ્દેશ્યોને અનુસરવામાં સક્ષમ બનાવશે.

ઇશ્યૂમાંથી એકત્રિત રકમનો ઉપયોગ વર્તમાન ડેટ અને/અથવા ડેટ સર્વિસિંગના ધિરાણ, ધિરાણ અથવા પુનર્ધિરાણ માટે કરવામાં આવશે, જેમાં વ્યાજની ચુકવણી અને/અથવા વ્યાજ અને કંપનીના હાલના ઉધારના મુદ્દલની ચુકવણી અથવા પૂર્વચુકવણીનો સમાવેશ થાય છે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ઉપયોગ કરવામાં આવશે.

નાણાકીય વર્ષ 2026માં ઇન્ડેલ મનીની એયુએમ રૂ. 4,103.90 કરોડ હતી અને કંપનીએ કુલ આવક 605.96 કરોડ અને કર બાદનો નફો રૂ. 123.97 કરોડ નોંધાવ્યો હતો. તેની નેટવર્થ રૂ. 631.77 કરોડ નોંધાઇ છે. કંપનીએ 31 માર્ચ, 2026 સુધીમાં કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) 1.65 ટકા, નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPA) 1.29 ટકા અને ટિયર I કેપિટલ એડિક્વસી રેશિયો 20.47 ટકા સાથે એસેટ ક્વોલિટી અને મૂડી મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

30 જૂન, 2026 સુધીમાં ઇન્ડેલ મનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 4,376.51 કરોડ, નેટવર્થ રૂ. 659.03 કરોડ હતી. કંપનીએ કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) 1.54 ટકા, નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPA) 1.24 ટકા અને ટિયર I કેપિટલ એડિક્વસી રેશિયો 22.47 ટકા સાથે એસેટ ક્વોલિટી અને મૂડી મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઇન્ડેલ મનીની બ્રાન્ચનું નેટવર્ક હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં તેમજ પુડુચેરી, ચંદીગઢ, દિલ્હી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું હતું.

ઇન્ડેલ મની ‘ઇન્ડેલ રેમિટ’ બ્રાન્ડ હેઠળ તેનો ફોરેન એક્સચેન્જ બિઝનેસ પણ ચલાવે છે. કંપની પાસે આરબીઆઇ અધિકૃત ડીલર કેટેગરી-II (AD-II) લાઇસન્સ છે, જે તેને વેપાર અને બિન-વેપાર સંબંધિત સેવાઓ સહિત માન્ય વિદેશી વિનિમય વ્યવહારો હાથ ધરવા સક્ષમ બનાવે છે. ઇન્ડેલ રેમિટ સમર્પિત ફોરેક્સ શાખાઓ અને વ્યવસાયિક સહયોગીઓના વ્યાપક નેટવર્ક દ્વારા કાર્ય કરે છે, જે કરન્સી એક્સચેન્જ, ટ્રાવેલ મની કાર્ડ્સ અને આઉટવર્ડ રેમિટન્સ સહિતની સેવાઓ પ્રદાન કરે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here