Sunday, October 11, 2026
Homeawarenessહાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468 દર્દીઓની ચકાસણી કરવાનું...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468 દર્દીઓની ચકાસણી કરવાનું એલેમ્બિકનું રેકોર્ડ-બ્રેકિંગ અભિયાન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ કરવા બદલ કંપનીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ~
અભિયાનમાં સમગ્ર ભારતના 2,174 ડૉક્ટર સંકલાયેલા હતા, જેમણે વહેલાસર ચકાસણી અને બ્લડ પ્રેશર પર નિયમિત રીતે નજર રાખવા ભાર મૂક્યો
મુંબઈ, 26 ઓગસ્ટ, 2026 : એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 7 મેથી 20 મે વચ્ચે સમગ્ર ભારતમાં 40,468 દર્દીઓ અને 2,174 ડૉક્ટરો સાથે મોટા પાયે બ્લેડ પ્રેશર (BP) સ્ક્રીનિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત “એક પખવાડિયામાં બ્લડ પ્રેશર માટે સૌથી વધુ દર્દીઓની ચકાસણી”નો રેકોર્ડ કરવા માટે કંપનીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
વહેલાસર ચકાસણીને પ્રોત્સાહન આપવા હાયપરટેન્શન સાથે સંબંધિત જોખમો વિશે જાગૃતિ વધારવા અને નિયમિત રીતે બ્લડ પ્રેશરની ચકાસણી કરવા લોકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ સાથે શરૂ થયેલું આ અભિયાન કાર્ડિયોવાસ્ક્યુલર, કિડની અને પાચન સાથે સંબંધિત સ્વાસ્થ્ય પર એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડની બહોળી કામગીરીનો એક ભાગ છે. આ મુદ્દા પર કંપનીની મુંબઈમાં આયોજિત ટ્રાયડ સીમ્પોઝિયામાં વધારે વિગતવાર ચર્ચા થઈ હતી. આ પ્લેટફોર્મ પર કાર્ડિયોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને ફિઝિશિયન એકમંચ પર આવ્યા હતા, જેમણે કાર્ડિયોવાસ્ક્યુલર, કિડની અને પાચન સાથે સંબંધિત સ્વાસ્થ્યની બદલાતી રીતો પર ચર્ચા કરી હતી. સિમ્પોઝિયામાં હાયપરટેન્શન, ડાયાબીટિઝ અને કિડનીના રોગો એકબીજા સાથે જોડાયેલા હોવા અને બીમારીને આગળ વધતી અટકાવવા તથા કાર્ડિયોવાસ્ક્યુવલર અને કિડનીના લાંબા ગાળાના રોગનું જોખમ ઓછું કરવા વહેલાસર ચકાસણી, જોખમનું મૂલ્યાંકન અને ઉપયોગી સારવારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નિષ્ણાતોએ દરેક બીમારીની અલગ-અલગ સારવાર કરવાને બદલે દર્દીના સ્વાસ્થ્યના સંપૂર્ણ સ્વરૂપને ધ્યાનમાં રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે 20થી 30 વર્ષની વય ધરાવતા ઓછી વયના ભારતીયોમાં હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) વિશે પણ વાત કરી હતી. શારીરિક રીતે સક્રિય ન રહેવું, ધુમ્રપાન કરવું, શરાબ પીવી, ખાણીપીણીની નુકસાનકારક આદતો અને તણાવ જેવા પરિબળો આ જોખમને વધારે છે એ બાબતો પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. અહીં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકોમાં હાયપરટેન્શનની ખબર પડતી નથી, તેની સારવાર થતી નથી કે તે નિયંત્રણમાં રહેતું નથી. જો સમયસર ઉચિત પગલાં ભરવામાં ન આવે, તો તેનાથી હૃદય અને કિડની સાથે સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
સ્ક્રીનિંગ અભિયાનની સફળતા અને સ્વાસ્થ્યની સક્રિય સારવાર વિશે વિગતવાર ચર્ચાવિચારણામાં કંપનીની સીનિયર લીડરશિપ ટીમનું સક્રિય યોગદાન રહ્યું હતું. તેમાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ – CV બિઝનેસ શ્રી કૃણાલ મુખોપાધ્યાય, વાઇસ પ્રેસિડન્ટ શ્રી આશિષ સિંહ ચૌહાણ, મેડિકલ ટીમના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. સંજય જૈન, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી અશ્વિની મુન્ધડા, એજીએમ શ્રી વિનોદ ભાટ સહિત એલેમ્બિક સ્પેશિયાલિટી સેલ્સ અને માર્કેટિંગની સંપૂર્ણ ટીમ જોડાઈ હતી.
આ કાર્યક્રમના સમાપનમાં વિવિધ અગ્રણી ડૉક્ટર હાજર હતા, જેમાં આદરણીય ડૉ. અશોક કૃપલાણી, ડૉ. બી. સી. કલમથ, ડૉ. સંદીપ ફુલપગારે, ડૉ. ચેતન શાહ, ડૉ. ગૌરવ દાગા, ડૉ. જોહાનન વર્ગીસ, ડૉ. રોહિત બરનબાસ, ડૉ. મંજિરી કારલેકર, ડૉ. વિકાસ ભારતી અને ડૉ. નીતિન સોનાવણેની સાથે મુંબઈના અન્ય 65 ડૉક્ટર શામેલ હતા. આ પહેલ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડના દર્દીઓને કેન્દ્રમાં રાખવાના અભિગમની મેડિકલ જગતમાં પ્રશંસા થઈ હતી.
એશિયા બુક ઓફ રેકોર્ડ્સ પાસેથી પ્રાપ્ત માન્યતા એલેમ્બિક માટે એક મોટી ઉપલબ્ધિ છે, જે આ સ્ક્રીનિંગ અભિયાન પાછળ મોટા ઉદ્દેશને દર્શાવે છે. આ અભિયાનનો ઉદ્દેશ જરૂરી હેલ્થ ચેક-અપને વધારે સરળ બનાવવાનો, લોકોને પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા પ્રોત્સાહન આપવાનો અને સ્થિતિને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ ન હોય ત્યારે જોખમોને ઓળખવામાં મદદરૂપ થવાનો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here