
• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3 વેરિયન્ટ અને 5 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ.
• હળવા વજનની ચેસિસ સાથે સેગમેન્ટમાં અવ્વલ પરફોર્મન્સ આપે છે
• સેગમેન્ટમાં પ્રથમ બાય- ડાયરેક્શનલ ક્વિક શિફ્ટરની વિશિષ્ટતા
ચેન્નાઈ, 27 ઓગસ્ટ 2026: ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રાઇવેટ લિમિટેડે આજે ભારતમાં સંપૂર્ણપણે નવી વૈશ્વિક સ્તરની પ્રથમ YZF-R2 લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે દેશમાં કંપનીના આઇકોનિક R-સિરીઝ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે. Rs. 2,30,500 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થતી કિંમતે YZF-R2 તેની પ્રીમિયમ મોટરસાઇકલ લાઇન-અપને વિસ્તૃત કરવા અને ભારતીય રાઇડર્સની વિકસતી આકાંક્ષાઓને પૂર્ણ કરતી પ્રોડક્ટ્સ ઓફર કરવાની યામાહાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
સંપૂર્ણ નવી YZF-R2 યામાહાના અત્યંત સ્પર્ધાત્મક 200cc સેગમેન્ટમાં પહેલી ઓફર છે, જે શુદ્ધ સુપર સ્પોર્ટ પરફોર્મન્સ, અદ્યતન ટેકનોલોજી અને રોજિંદી વૈવિધ્યતા શોધતા રાઇડર્સની નવી પેઢી માટે વિકસાવવામાં આવી છે. એકદમ નવા પ્લેટફોર્મ પર બની છે અને જાપાનમાં બનાવેલા અને એન્જિનિયર્ડ નવા વિકસિત એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેના ભારતીય સમકક્ષ સાથે સહજતાથી સુમેળ સાધે છે. YZF-R2 પ્રતિભાવશીલ પ્રદર્શન, આત્મવિશ્વાસ- પ્રેરણાદાયક હેન્ડલિંગ અને યામાહાના રેસ-બ્રેડ એન્જિનિયરિંગને જોડે છે.
ભારતની પ્રીમિયમ મોટરસાઇકલ બજાર સતત વિકસિત થઈ રહી છે તેની સાથે વધતી જતી આકાંક્ષાઓ, બદલાતી જીવનશૈલી અને પ્રીમિયમ ગતિશીલતા ઉકેલો માટે વધતી જતી પસંદગીના આધાર સાથે 200cc સેગમેન્ટ સૌથી ઝડપથી વિકસતી શ્રેણીઓમાંની એક તરીકે ઊભરી આની છે, જે પ્રદર્શન અને માલિકી અનુભવના ઉચ્ચ સ્તરો સુધી પહોંચવા માગતા રાઇડર્સને આકર્ષે છે. આ પરિવર્તન યામાહા માટે તેના એકંદર મોટરસાઇકલ વ્યવસાયને મજબૂત કરવા અને દેશના સૌથી આશાસ્પદ બજાર સેગમેન્ટમાં તેની હાજરીને વધુ વિસ્તૃત કરવાની એક મહત્ત્વપૂર્ણ તક રજૂ કરે છે. આ વિકસિત શ્રેણી માટે હેતુપૂર્વક વિકસાવવામાં આવેલી YZF-R2 શક્તિ, ચપળતા અને રોજિંદી સવારી વચ્ચે આદર્શ સંતુલન બનાવે છે, જે તેને ટ્રેક, હાઇવે અને દૈનિક મુસાફરી પર સમાન રીતે સક્ષમ બનાવે છે.
નવી YZF-R2 પાંચ વિશિષ્ટ રંગ વિકલ્પોમાં ત્રણ પ્રકારોમાં ઓફર કરવામાં આવશે, જે રાઇડર્સને તેમની સવારી શૈલી અને વ્યક્તિત્વને શ્રેષ્ઠ રીતે અનુકૂળ મોટરસાઇકલ પસંદ કરવાની અનુકૂળતા આપે છે. YZF-R2 બેઝ વેરિયન્ટ મેટાલિક બ્લેક અને ડાર્ક બ્લુઈશ ગ્રે રંગમાં ઉપલબ્ધ હશે, જેમાં સંપૂર્ણ કાળા રંગનાં આગળ અને પાછળનાં વ્હીલ્સ સાથે સ્વચ્છ અને નિર્ણાયક દેખાવ માટે મેટ- ફિનિશ્ડ સીટ પણ છે. ઉપરાંત YZF-R2માં બીજા વેરિયન્ટમાં થર્ડ જનરેશનના બાય- ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર છે અને તે મેટ વ્હાઇટ પર્લ અને રેસિંગ બ્લુ રંગ વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. તેમાં બોડી કલર્ડ એલોય વ્હીલ્સ, મોડેલ- વિશિષ્ટ ગ્રાફિક્સ અને પ્રીમિયમ મટીરિયલ ફિનિશ પણ છે જે તેના સ્પોર્ટી પાત્ર પર વધુ ભાર આપે છે.
રેન્જ-ટોપિંગ વેરિયન્ટ YZF-R2M એક વિશિષ્ટ મેટાલિક ગ્રે રંગમાં ઉપલબ્ધ છે અને તે અંતિમ સુપરસ્પોર્ટ અનુભવ મેળવવા માગતા રાઇડર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્વિક શિફ્ટર ઉપરાંત તેમાં પ્રીમિયમ 3D એમ્બોસ્ડ પ્રતીક, નકલી સ્યુડ- ફિનિશ્ડ સીટ, સિલ્વર- ફિનિશ્ડ સ્વિંગઆર્મ અને શોટ- બ્લાસ્ટેડ મફલર એન્ડ કેપ છે, જે યામાહાના ફ્લેગશિપ R1ના હાઇ-ગ્લોસ ફિનિશથી સમાંતર બનાવે છે. M વેરિયન્ટમાં એડજસ્ટેબલ ફ્રન્ટ ફોર્ક, રિયર શોકર્સ, ક્લચ લીવર અને બ્રેક લીવર પણ છે, જે વધુ પર્સનલાઈઝેશન અને ઉન્નત રાઇડિંગ ગતિશીલતા પ્રદાન કરે છે.
બધા વેરિયન્ટ્સમાં YZF-R2 પ્રદર્શન અને સલામતી ટેક્નિક્સની વ્યાપક શ્રેણીથી સુસજ્જ છે, જેમાં 17-ઇંચ વ્હીલ્સ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS), આસિસ્ટ અને સ્લિપર ક્લચ, પસંદગી પાત્ર રાઇડિંગ મોડ્સ સાથે યામાહા રાઇડ કંટ્રોલ (YRC), 37 mm અપસાઇડ- ડાઉન (USD) ફ્રન્ટ ફોર્ક્સ અને ડ્યુઅલ- ચેનલ ABS પ્રમાણભૂત તરીકે સામેલ છે.
રેસ-પ્રેરિત સ્ટાઇલ
યામાહાની નવીનતમ વૈશ્વિક R-સિરીઝ મોટરસાઈકલોમાંથી પ્રેરણા લઈને નવી YZF-R2 વિશિષ્ટ સુપરસ્પોર્ટ સ્ટાઇલ સાથે તીક્ષ્ણ, એરોડાયનેમિક ડિઝાઇન ધરાવે છે. દરેક સપાટીને ગતિ, ચપળતા અને ચોકસાઇ વ્યક્ત કરવા માટે ઘડવામાં આવી છે, જે મોટરસાઇકલને સ્થિર સ્થિતિમાં પણ હેતુપૂર્ણ વલણ આપે છે.
આગળનો ભાગ કોમ્પેક્ટ બાય- ફંક્શનલ LED હેડલાઇટ દ્વારા વ્યાખ્યાયિત છે જે ડ્યુઅલ LED પોઝિશન લાઇટ્સ દ્વારા જોડાયેલ છે, જે એક વિશિષ્ટ ચહેરો બનાવે છે, જે YZF-R2ને યામાહાના આઇકોનિક R-સિરીઝ વંશ સાથે તાત્કાલિક જોડે છે. R9ના એરોડાયનેમિકથી પ્રેરિત, સ્કલ્પટેડ ફ્રન્ટ ફેરિંગ અને ચુસ્ત રીતે લપેટાયેલા બોડીવર્કને હાઇ-સ્પીડ સ્થિરતા વધારવા માટે એરફ્લોને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પાછળના ભાગમાં YZF-R1માંથી એક વિશિષ્ટ બ્લોક-શૈલી LED ટેલલાઇટ ડ્રોઇંગ સંકેતો અને મોટોજીપી-ઉત્સાહિત સ્વિંગઆર્મ મોટરસાઇકલના પ્રીમિયમ સ્પોર્ટી પાત્ર અને અસ્પષ્ટ યામાહા ઓળખને મજબૂત બનાવે છે.
ચપળતા માટે ઘડાયેલું ઓલ-ન્યૂ પ્લેટફોર્મ
એકદમ નવા પ્લેટફોર્મ પર વિકસિત YZF-R2ને હળવા વજનની એજિલિટી, આત્મવિશ્વાસ- પ્રેરિત હેન્ડલિંગ અને આકર્ષક રાઇડ અનુભવ પ્રદાન કરવા માટે ઘડવામાં આવી છે. તેના મૂળમાં એક નવી વિકસિત હાઇ-ટેન્સાઇલ સ્ટીલ ટ્યુબ ડાયમંડ ફ્રેમ છે, જે કઠોરતા અને ઓછા વજન વચ્ચે આદર્શ સંતુલન જાળવે છે અને ફક્ત 149 કિલોના એકંદર કર્બ વજનમાં યોગદાન આપે છે જે તેને તેના સેગમેન્ટમાં સૌથી હળવી બનાવે છે.
યામાહાની સુપ્રસિદ્ધ YZF-R6 ના ચેસિસ પરિમાણોથી પ્રેરિત થઈને નવી ફ્રેમ ભૂમિતિને રાઇડર કૌશલ્ય સ્તરો અને રાઇડિંગ પરિસ્થિતિઓની વિશાળ શ્રેણીમાં નૈસર્ગિક અને સાહજિક હેન્ડલિંગ પ્રદાન કરવા માટે મહત્તમ કરવામાં આવી છે. ચેસિસ વધારાના માઉન્ટિંગ પોઇન્ટ સાથે ફોર-પોઇન્ટ એન્જિન માઉન્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે ફ્રેમ અને એન્જિન વચ્ચે ફ્લેક્સ ઘટાડવામાં મદદ કરીને એકંદર ચેસિસ સ્થિરતા ફીડબેક અને કોર્નિંગ પરફોર્મન્સને સુધારે છે.
સંપૂર્ણ નવું 204cc એન્જિન પરફોર્મન્સ માટે બનાવવામાં આવ્યું છે
નવી YZF-R2ને પાવર આપવા માટે નવું વિકસિત 204cc, લિક્વિડ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, DOHC, સિંગલ-સિલિન્ડર, 4-વાલ્વ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્રદર્શન અને રોજિંદી સવારી ક્ષમતાનું આકર્ષક મિશ્રણ પ્રદાન કરવા માટે રચાઈ છે. નવા પાવરટ્રેન સેગમેન્ટમાં અગ્રણી 26.5 PS અને 19.1 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે, જે મજબૂત એક્સિલરેશન, સરળ પાવર ડિલિવરી અને એક મંત્રમુગ્ધ કરનાર હાઇ-રેવિંગ ગુણ પ્રદાન કરે છે. તેના મૂળમાં ફિંગર ફોલોઅર રોકર આર્મ, ડાયમંડ- લાઇક કાર્બન (DLC) કોટિંગ સાથે વાલ્વટ્રેન છે, જે યામાહાના ફ્લેગશિપ R1માંથી લેવામાં આવેલી ટેકનોલોજી છે. આ નવીન સિસ્ટમ ઘર્ષણ અને પારસ્પરિક માસ ઘટાડે છે, વાલ્વટ્રેનનું વજન ઓછું કરવામાં, કાર્યક્ષમતામાં સુધારો કરવામાં, ટકાઉપણું વધારવામાં અને પ્રતિભાવશીલ, ફ્રી-રેવિંગ પરફોર્મન્સમાં યોગદાન આપે છે, જે યામાહાના સ્પોર્ટિંગ DNAને વ્યાખ્યાયિત કરે છે.
લાઇટવેઇટ ચેસિસ અને આત્મવિશ્વાસ-પ્રેરણાદાયક સસ્પેન્શન
ચપળતા અને નિયંત્રણ માટે રચાયેલી YZF-R2 માં ફક્ત 14 કિલોના હળવા વજનની સ્ટીલ ફ્રેમ છે. ઑપ્ટિમાઇઝ્ડ ફ્રેમ ઘડતર કઠોરતાને વધારે છે જ્યારે એકંદર વજન ઘટાડે છે, સુધારિત હેન્ડલિંગ, શાર્પ કોર્નરિંગ અને રાઈડરના વધુ આત્મવિશ્વાસમાં યોગદાન આપે છે.
ચેસિસને પૂરક બનાવતાં પ્રીમિયમ સસ્પેન્શન સેટઅપ છે, જેમાં 37 મીમી અપસાઇડ-ડાઉન (USD) ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળનો મોનોશોક સામેલ છે, જે વિવિધ સવારી પરિસ્થિતિઓમાં ઉત્તમ રોડ- હોલ્ડિંગ પ્રદર્શન પ્રદાન કરવા માટે ટ્યુન કરાઈ છે. બમ્પ્સ અને અસમાન રસ્તાની સપાટીને અસરકારક રીતે શોષવા માટે રચિત તે સસ્પેન્શન ચેસિસ સ્થિરતા, ચોક્કસ હેન્ડલિંગ અને સવારી આરામનું આદર્શ સંતુલન પ્રદાન કરે છે, જે શહેરી રસ્તાઓ અને ઉત્સાહી સપ્તાહની સવારી બંને પર આત્મવિશ્વાસપૂર્ણ અને રોમાંચક સવારી અનુભવ સુનિશ્ચિત કરે છે.
સ્માર્ટ કનેક્ટિવિટી અને રાઇડિંગ મોડ્સ
YZF-R2 સુવિધા, કનેક્ટિવિટી અને રાઇડર જોડાણ વધારવા માટે રચાયેલી તે અદ્યતન ટેક્નિક્સના સમૂહથી સજ્જ છે. વાઇબ્રન્ટ 5-ઇંચ ફુલ-કલર TFT ડિસ્પ્લે આવશ્યક રાઇડ અને નેવિગેશન માહિતીને સ્પષ્ટ પહોંચ પ્રદાન કરે છે, જ્યારે સ્માર્ટ કી સિસ્ટમ (M વેરિયન્ટ પર ઉપલબ્ધ) વધારાની સુવિધા માટે સીમલેસ કીલેસ ઓપરેશન પ્રદાન કરે છે. યામાહા રાઇડ કંટ્રોલ (YRC)ને કારણે મોટરસાઇકલમાં ત્રણ રાઇડિંગ મોડ્સ પણ છે. YRC રાઇડર્સને સ્ટ્રીટ, સ્પોર્ટ અને રેઇન મોડ્સમાંથી પસંદગી કરવાની સુવિધા આપે છે જે રાઇડર્સને વિવિધ રસ્તાની સ્થિતિ અને રાઇડિંગ પસંદગીઓને અનુરૂપ મોટરસાઇકલના પ્રદર્શનને અનુરૂપ બનાવવા દે છે.
લોન્ચ પર બોલતાં યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન શ્રી હાજીમે આઓટાએ જણાવ્યું હતું કે: “YZF-R2નું લોન્ચિંગ યામાહાની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહન છે. YZF-R2 એ કોઈ નવા સેગમેન્ટમાં પ્રવેશ નથી; તે એક મોટરસાઇકલ છે જે યામાહા R-સિરીઝની ભાવના પ્રત્યે પ્રતિબદ્ધ રાઇડર્સ માટે બનાવવામાં આવી છે. અધિકૃત R-સિરીઝના DNAને હળવા પ્રદર્શન અને ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા સાથે જોડીને તે આપણા સુપરસ્પોર્ટ વિશ્વમાં એક આકર્ષક અને સુલભ પ્રવેશદ્વાર પ્રદાન કરે છે. વૈશ્વિક R-સિરીઝ ફ્લેગશિપ મોટરસાઇકલોથી પ્રેરિત અને એકદમ નવા પ્લેટફોર્મ પર બનેલી YZF-R2 ભારતની એન્જિનિયરિંગ કુશળતા અને યામાહાની વૈશ્વિક ઉત્પાદન વ્યૂહરચનામાં તેની વધતી જતી ભૂમિકામાં અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.”
“અમે ભારતમાં અમારા R-સિરીઝના ગ્રાહકોના તેમના અતૂટ વિશ્વાસ અને જુસ્સા માટે ખૂબ આભારી છીએ, જેમણે R-સિરીઝને દેશમાં યામાહાના સૌથી પ્રતિષ્ઠિત મોટરસાઇકલ પરિવારોમાંનું એક બનાવવામાં મદદ કરી છે. આજે ભારતીય રસ્તાઓ પર દસ લાખથી વધુ R-સિરીઝ મોટરસાઇકલ સાથે આ સ્થાયી સંબંધ અમને નવીનતા અને પ્રદર્શનની સીમાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. અમને વિશ્વાસ છે કે YZF-R2 આ વારસા પર નિર્માણ કરશે, તેના સેગમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે અને યામાહા રાઇડર્સની આગામી પેઢીને પ્રેરણા આપશે.”
સપ્ટેમ્બર 2026ના મધ્યથી ભારતમાં તમામ બ્લુ સ્ક્વેર (BSQ) ડીલરશિપ પર સંપૂર્ણ નવી YZF-R2 ઉપલબ્ધ થશે.
