
ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા જોડાણો પૈકીના કેટલાક જોડાણો વાર્તાઓ દ્વારા રચાય છે. ટેલિવિઝન ફિક્શન લોકોનો રોજબરોજનો સાથી છે, જે એવા આકાંક્ષાભર્યા પાત્રોને ઘરમાં લાવે છે, જેમના સપના, મૂંઝવણો અને જીવનની સફર ઘણીવાર લોકોના પોતાના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી લાગે છે. દર્શકો અને વાર્તાઓ કહેવાની રીત વચ્ચેના આ અનોખા સંબંધને આધારે ઝી અને ગૂગલ એકસાથે આવીને ફિક્શન આધારિત એઆઈ સર્ચ ઇન્ટિગ્રેશન રજૂ કરી રહ્યાં છે, આ અંતર્ગત ગૂગલ સર્ચ એઆઈ મોડને ઝી ટીવીના લોકપ્રિય ફિક્શન શૉ ગંગા માઇ કી બેટિયાં’ સહિતના અન્ય શોની વાર્તાઓની દુનિયામાં સામેલ કરવામાં આવશે.
આ સહયોગ વિશે, કનિકા કાલરા, ડિરેક્ટર, પ્લેટફોર્મ્સ અને ઇકોસિસ્ટમ્સ, કન્ઝ્યુમર માર્કેટિંગ ગૂગલ ઇન્ડિયા કહે છે: “એઆઇ મોડની રજૂઆતની સાથે જ અમે ભારતીય ગ્રાહકો માટે સર્ચ શું કરી શકે છે, તેને નવવ્યાખ્યાયીત કરીએ છીએ. આ સર્ચમાં સીધું જ તમે અત્યાધુનિક વિચાર, તર્ક અને વ્યક્તિગતકરણની સાથેનું પરિવર્તન છે. ઝીની સાથે અમારો સહયોગ એ ગૂગલ સર્ચની એઆઇ ઇન્ટેલિજન્સને ડ્રામાના જગતમાં લાવવાનો અમારો પ્રયાસ છે.”
આ ભાગીદારી વિશે ઝીલના એડવર્ટાઇઝમેન્ટ રેવન્યુના ચીફ ઓપરેટિંગ ઓફિસર સંદીપ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં જાહેરાતકર્તાઓ માત્ર દેખાવા કરતાં વધુ કંઈક ઇચ્છે છે. તેઓ એવા વાતાવરણમાં ગ્રાહકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાના માર્ગો શોધી રહ્યા છે, જેના પર લોકો વિશ્વાસ કરે છે. ગૂગલ સર્ચ એઆઈ મોડ સાથેની આ ભાગીદારી દર્શાવે છે કે દર્શકો જે વાર્તાઓ સાથે પહેલેથી જ ભાવનાત્મક રીતે જોડાયેલા છે તેમાં બ્રાન્ડ્સને સ્વાભાવિક રીતે સામેલ કરીને મનોરંજન કેવી રીતે આ જોડાણ ઊભું કરી શકે છે. દિલફ્લુએન્સર મોમેન્ટ્સ દ્વારા અમે માર્કેટર્સ માટે સ્ટોરીટેલિંગ આધારિત નવા સોલ્યુશન્સ વિકસાવી રહ્યા છીએ અને આ ભાગીદારી દર્શાવે છે કે ટેક્નોલોજી પ્રોડક્ટને પણ વાર્તામાં એવી રીતે સરળતાથી વણી શકાય છે કે જે મોટા પાયે તેની પ્રાસંગિકતા અને દર્શકો સાથેનું જોડાણ બંને વધારી શકે.”
આ એનાઉન્સમેન્ટ ફિલ્મ વિશે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસના સીએમઓ કાર્તિક મહાદેવે જણાવ્યું હતું કે, “સૌથી અસરકારક ઇન્ટિગ્રેશન એ હોય છે, જે વાર્તાની દુનિયાનો જ એક ભાગ બની જાય અને તેના પાત્રોની સાથે સ્વાભાવિક રીતે આગળ વધે. ગૂગલ સર્ચ ઇન એઆઈ મોડ સાથે અમારો હેતુ પણ આવો જ હતો અને આ પ્રથમ ફિલ્મ આગળ શું આવવાનું છે તેનો માહોલ તૈયાર કરે છે. ઝી ટીવીની અમારી દિલફ્લુએન્સર સ્નેહા સાથે સ્વતંત્રતા દિવસની આસપાસ લોન્ચ કરવામાં આવેલી આ વાર્તા સ્વતંત્રતાના વિચારને આજના સમયના રોજિંદા જીવન સાથે જોડાયેલો નવો અર્થ આપે છે, જે આ પ્રસંગ પૂરતો મર્યાદિત ન રહેતાં લાંબા સમય સુધી પ્રાસંગિક રહી શકે છે. ઝીમાં અમારા પાત્રો અને વાર્તાઓ કહેવાની રીત મોટા પાયે લોકોમાં સહાનુભૂતિ અને લાગણીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. દિલફ્લુએન્સર મોમેન્ટ્સ આ પ્રભાવનો ઉપયોગ એક પગલું આગળ વધીને દર્શકોને નવી સંભાવનાઓ શોધવામાં, નવી વર્તણૂકો અંગે આત્મવિશ્વાસ વધારવામાં અને સાંસ્કૃતિક ક્ષણોને અર્થપૂર્ણ રીતે અપનાવવામાં મદદ કરવા માટે કરે છે.”
સ્વતંત્રતા દિવસના રોજ શરૂ થનારી આ ભાગીદારી પરંપરાગત પ્રોડક્ટ પ્લેસમેન્ટથી આગળ વધીને ગૂગલ સર્ચ એઆઈ મોડને મુખ્ય પાત્રોની જીવનયાત્રામાં સ્વાભાવિક રીતે વણી લેશે અને તેને વાર્તા કહેવાના અનુભવનો એક સહજ ભાગ બનાવશે. લોકોના જીવન સાથે સંકળાયેલી વિવિધ પરિસ્થિતિઓ અને રોજિંદી મૂંઝવણો દરમિયાન દર્શકો અનુભવશે કે ગૂગલ સર્ચ એઆઈ મોડ જટિલ પ્રશ્નોને સમજીને તેને વિચારીને લોકોને આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણય લેવા માટે જરૂરી માહિતીને સરળતાથી શોધવામાં મદદ કરે છે.
