
માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ ‘ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ’ એ ફિલ્મ નિર્માતા વિકી બાહરી અને નિર્માતા-અભિનેતા હરમન બાાવેજા દ્વારા સ્થપાયેલા માઇક્રો-ડ્રામા પ્લેટફોર્મ ‘ક્લિપ’ સાથે ભાગીદારી કરીને તેના કન્ટેન્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે.
ક્લિપ મુખ્યત્વે હિન્દી ભાષામાં લગભગ 60 શો અને 3,000 થી વધુ એપિસોડ લાવે છે, જે 6,000 મિનિટથી પણ વધુનું કન્ટેન્ટ પૂરું પાડે છે. આ ભાગીદારીથી ‘શોર્ટ્સ’ પર ઉપલબ્ધ માઇક્રો-ડ્રામાની શ્રેણી વધુ મજબૂત બની છે, જેનાથી દર્શકોને એક જ પ્લેટફોર્મ પર વધુ વાર્તાઓ અને વિવિધ શૈલીઓ જોવા મળશે.
ક્લિપના જોડાણથી ટાટા પ્લે બિન્જ શોર્ટ્સના દર્શકો રોમાન્સ, ડ્રામા, થ્રિલર, મિસ્ટ્રી, કોમેડી અને ફેન્ટસી જેવા શો માણી શકશે. તેના કેટલોગમાં ધુંધ, તસવીર, માસ્ટરમાઇન્ડ, ખબરદાર, એક રાત, હાદસા, લમ્હોં કી ગુઝારિશ, નાગમણિ કા શ્રાપ, ભૂત બંગલા, રાજુ બન ગયા રાજા અને પી ગર્લ જેવા લોકપ્રિય શો સામેલ છે. ક્લિપ હવે ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ લાયબ્રેરીનો હિસ્સો બન્યું છે, જેમાં અગાઉથી જ STAGE, Pocket Films, Bullet, BhaktiFlix અને Vertigo TV જેવા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.
ક્લિપનું કન્ટેન્ટ શાનદાર પ્રોડક્શન ક્વોલિટી, જાણીતા કલાકારો અને શ્રેણીબદ્ધ વાર્તા શૈલી પર આધારિત છે. આ પ્લેટફોર્મ હાલમાં દર મહિને લગભગ 15 નવા શો ઉમેરે છે. તેની આગામી સિરીઝમાં આખરી દાવત, તબાહી, 72 અવર્સ, ધ સિચ્યુએશનશિપ, એન્ગેજમેન્ટ, સ્નિપ, ધ એડવેન્ચર્સ ઓફ કાંતા બાઈ, કઠપૂતળી, ફીલ ઈન લવ વિથ જીની, ખરા સોના, હવાલા, કવચ, ઓપરેશન ત્રિનેત્ર, ઈશ્ક સ્વિચ અને સત્યાકાર જેવા ટાઇટલનો સમાવેશ થાય છે.
દર્શકોમાં માઇક્રો-ડ્રામાનો ક્રેઝ સતત વધી રહ્યો છે ત્યારે, ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ નવા ભાગીદારો અને નવી શૈલીઓ સાથે તેના કન્ટેન્ટ વર્લ્ડને સતત વિસ્તારી રહ્યું છે. ક્લિપનું આગમન દેશભરના દર્શકો સુધી ટૂંકી અને મનોરંજક વાર્તાઓને વધુ સરળતાથી પહોંચાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
દર્શકો ટાટા પ્લે મોબાઈલ એપ પર પણ ક્લિપના શો જોઈ શકશે, જેથી તેઓ ગમે ત્યારે અને ગમે ત્યાં આ માઇક્રો-ડ્રામાનો આનંદ માણી શકે.
ટાટા પ્લે બિન્જ પર ‘શોર્ટ્સ’ ઉપરાંત પ્રાઇમ વિડિયો, જીઓહોટસ્ટાર, ઝી5, એપલ ટીવી, લાયન્સગેટ, ફેનકોડ, આહા, સનએનએક્સટી, ડિસ્કવરી+, બીબીસી પ્લેયર, શેમારૂમી, હંગામા, એપિકોન, ચોપાલ, સ્ટેજ, વેવ્સ, ક્લિક, મનોરમામેક્સ, નમ્માફ્લિક્સ, આઇસ્ટ્રીમ, ટાઇમ્સ પ્લે, પીટીસી પ્લે, તરંગ પ્લસ, પ્લેફ્લિક્સ, ડોક્યુબે, ટ્રાવેલએક્સપી, વીરોટ, એનિમેક્સ, હોલમાર્ક+, ફ્યુઝ+, અલ્ટ્રા પ્લે, અલ્ટ્રા ઝાકાસ, શોર્ટ્સટીવી, ક્યુરિયોસિટી સ્ટ્રીમ અને ડિસ્ટ્રોટીવી જેવા અન્ય વિખ્યાત OTT પ્લેટફોર્મ્સ પણ ઉપલબ્ધ છે. દર્શકો આ તમામ પ્લેટફોર્મ્સનું કન્ટેન્ટ માત્ર એક સિંગલ સબ્સ્ક્રિપ્શન અને એક જ યુઝર ઈન્ટરફેસ દ્વારા સરળતાથી જોઈ શકે છે.
