રાઇડ દુર્ઘટનામાં તમામ છના જામીન આખરે ફગાવી દીધા

0
28
અમદાવાદ, તા.૨૩ કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાના રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત તમામ છ આરોપીઓની જામીનઅરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોત્રાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને આરોપીઓને હાલના તબક્કે જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સેશન્સ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ ગંભીર પ્રકારની બેદરકારીનો પ્રથમદર્શનીય કેસ બને છે અને કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબકકામાં છે ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહી. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવાયેલ આરોપીઓમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઇ પટેલના ભાઇ ઘનશ્યામ કાનજી પટેલ(સંચાલક), તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ(સંચાલક), તુષાર મધુકાત ચોકસી(મેનેજર), યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ(રાઈડ ઓપરેટર), કિશન મહંતી(રાઈડ ઓપરેટર) અને મનીષ સતીષ વાઘેલા(હેલ્પર)નો સમાવેશ થાય છે. આરોપીઓની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં આરોપીઓની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે, જેના કારણે નિર્દોષ બે વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા અને ૨૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ એક માનવસર્જીત કરૂણાંતિકા હતી અને આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે. કાંકરિયા રાઇડ દુર્ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, ગત તા.૬ જુલાઈના રોજ મેઇન્ટેનસનો રિપોર્ટ આપવા છતાં રાઈડની યોગ્ય જાળવણી નહી કરી, ચકાસણી કર્યા વગર નબળી ગુણવત્તાવાળી રાઈડમાં લોકોને બેસાડતા બનાવ બન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ઘનશ્યામ પટેલ અને તેનો પુત્ર ભાવેશ સંચાલક છે. તુષાર ચોકસી મેનેજર તરીકે ફરજ બજાવે છે. યસ મહેન્દ્ર પટેલ અને કિશન મહંતી રાઈડ ઓપરેટર છે. જ્યારે મનીષ હેલ્પર તરીકે નોકરી કરે છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોર્યું કે, એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે ૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાપામાં જાહેરાત આપી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. કાંકરિયા બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ ટુ ચલાવવા કોર્પોરેશને પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૪થી આ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. તા.૬ જુલાઈના રોજ આ પાર્કનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નટ બોલ્ટ સહિત વસ્તુઓ બદલવા જણાવ્યું હતું છતાં તેની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ ડિસ્કવરી રાઇડ તૂટી પડી તેમાં નટબોલ્ટનો કોઇ ફોલ્ટ નહી પરંતુ જે પાઇપ હતી, તે તૂટી ગઇ તેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. આમ, ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ એવા આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બનતો હોઇ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દેવા જાઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે તમામ છ આરોપીઓની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઘનશ્યામ પટેલ તેમજ પુત્ર ભાવેશ પટેલ સહિતના છ આરોપીઓને જામીન નહીં મળતા ફટકો

અમદાવાદ, તા.૨૩
કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાના રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત તમામ છ આરોપીઓની જામીનઅરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોત્રાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને આરોપીઓને હાલના તબક્કે જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સેશન્સ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ ગંભીર પ્રકારની બેદરકારીનો પ્રથમદર્શનીય કેસ બને છે અને કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબકકામાં છે ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહી. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવાયેલ આરોપીઓમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઇ પટેલના ભાઇ ઘનશ્યામ કાનજી પટેલ(સંચાલક), તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ(સંચાલક), તુષાર મધુકાત ચોકસી(મેનેજર), યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ(રાઈડ ઓપરેટર), કિશન મહંતી(રાઈડ ઓપરેટર) અને મનીષ સતીષ વાઘેલા(હેલ્પર)નો સમાવેશ થાય છે. આરોપીઓની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં આરોપીઓની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે, જેના કારણે નિર્દોષ બે વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા અને ૨૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ એક માનવસર્જીત કરૂણાંતિકા હતી અને આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે. કાંકરિયા રાઇડ દુર્ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, ગત તા.૬ જુલાઈના રોજ મેઇન્ટેનસનો રિપોર્ટ આપવા છતાં રાઈડની યોગ્ય જાળવણી નહી કરી, ચકાસણી કર્યા વગર નબળી ગુણવત્તાવાળી રાઈડમાં લોકોને બેસાડતા બનાવ બન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ઘનશ્યામ પટેલ અને તેનો પુત્ર ભાવેશ સંચાલક છે. તુષાર ચોકસી મેનેજર તરીકે ફરજ બજાવે છે. યસ મહેન્દ્ર પટેલ અને કિશન મહંતી રાઈડ ઓપરેટર છે. જ્યારે મનીષ હેલ્પર તરીકે નોકરી કરે છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોર્યું કે, એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે ૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાપામાં જાહેરાત આપી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો.
કાંકરિયા બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ ટુ ચલાવવા કોર્પોરેશને પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૪થી આ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. તા.૬ જુલાઈના રોજ આ પાર્કનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નટ બોલ્ટ સહિત વસ્તુઓ બદલવા જણાવ્યું હતું છતાં તેની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ ડિસ્કવરી રાઇડ તૂટી પડી તેમાં નટબોલ્ટનો કોઇ ફોલ્ટ નહી પરંતુ જે પાઇપ હતી, તે તૂટી ગઇ તેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. આમ, ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ એવા આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બનતો હોઇ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દેવા જાઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે તમામ છ આરોપીઓની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.