પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં 19 ઓક્ટોબર 2026 ના રોજ 66 વર્ષના પુરૂષ રેલવે લાભાર્થીનું ઢીંચણ પ્રત્યારોપણ ઑપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

દર્દી ઢીચણમાં સખત દુખાવો અને ચાલવા-ફરવામાં તકલીફથી પીડિત હતા. તેમનું ઑપરેશન હાડકાં રોગ નિષ્ણાંત ડૉ. પાર્થ રાઠી અને એનેસ્થેટિસ્ટ ડૉ. હિતેશ શાહ દ્વારા હોસ્પિટલના ઑપરેશન થિયેટરમાં કરવામાં આવ્યું. આ ઑપરેશનમાં ઢીંચણના ખરાબ સાંધાને કૃત્રિમ સાંધાથી બદલવામાં આવે છે, જેનાથી દર્દીને ચાલવા-ફરવામાં રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 માં ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં અત્યાર સુધી ઢીંચણ પ્રત્યારોપણના ચાર સફળ ઑપરેશન કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ મારફતે રેલવે લાભાર્થીઓને સ્થાનિક સ્તરે જ ઉત્તમ મેડિકલ સુવિધાઓ મળી રહી છે. આનાથી ઉપચાર માટે દૂરની હોસ્પિટલોમાં જવાની જરૂરીયાત ઓછી થાય છે અને દર્દીઓ અને તેમના પરિવારજનોને થનારી હાલાકીથી પણ રાહત મળે છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ રેલવે લાભાર્થીઓને ઉત્તમ અને સુલભ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
