Monday, October 26, 2026
HomeGujaratગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિમોચન

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિમોચન

Date:

Related stories

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે...

હમણાં નવરાત્રી નો ઉત્સવ બધાએ ખૂબ જ ભક્તિ ભાવથી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન .રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર આ અંકનું પ્રકાશન કરવામાં આવે છે.

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૨નું વિમોચન કર્યુ હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – ૨૦૮૨માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક લેખો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડયા, ડૉ. કુમારપાળ દેસાઈ, રઘુવીરભાઈ ચૌધરી, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ દળદાર અંક ૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૧૬ વિનોદિકાઓ, ૯ નાટિકા અને ૮૯ જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૨ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી ડો.વિક્રાંત પાંડે, અધિક માહિતી નિયામક શ્રી ડો.સંજય કચોટ તથા સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે સહિત માહિતી ખાતાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬...

ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના...

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ...

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદસભ્યશ્રી...

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ સંસ્કાર છે, અને એટલે...

હમણાં નવરાત્રી નો ઉત્સવ બધાએ ખૂબ જ ભક્તિ ભાવથી...

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here